Travel Tips : ભારતીયો માટે કયો દેશ સૌથી સસ્તો ? માત્ર 50,000 રૂપિયામાં વિદેશ પ્રવાસ કરી શકો
જો તમે પણ વિદેશ ફરવા માંગો છો પરંતુ તમારું બજેટ ખુબ નાનું છે. તો હવે તમારે ચિંતા કરવાની જરુર નથી. આજે અમે અમારી ટ્રાવેલ ટીપ્સની સીરિઝમાં કેટલાક એવા દેશ વિશે જણાવીશું કે, તમે ઓછા પૈસામાં વિદેશની ટ્રીપ કરી શકશો.

જો તમને ટ્રાવેલિંગનો ખુબ શૌખ છે, હવે તમારે દેશમાં નહી પરંતુ વિદેશમાં ટ્રિપનો પ્લાન બનાવવો છે. આ સાથે તમારું બજેટ ખુબ નાનું છે તો ચિંતા કરવાની જરુર નથી. કારણ કે, ભારતીય લોકો આ સુંદર દેશમાં ઓછા પૈસામાં ફરવાનો પ્લાન બનાવી શકે છે. આ દેશમાં તમે સોલો ટ્રિપ, મિત્રો સાથે કે, તમારી પત્નીને લઈને પણ ફરવાનો પ્લાન બનાવી શકો છો.

ભારતની નજીક હિમાલયમાં નેપાળ એક સુંદર દેશ છે.અહીનું લોકોલ જીવન મઠ અને મંદિર દ્વારા લોકોને ખુબ આકર્ષે છે. નેપાળમાં તમે 4 થી 5 દિવસની ટ્રીપનો પ્લાન કરી શકો છો. અહી 50 હજાર રુપિયામાં તમે આરામથી ફરી શકશો. ખાવા-પીવાની સાથે તમે એડવેન્ચર એક્ટિવિટીનો પણ આનંદ માણી શકશો.

મૉર્ડન સિટીથી લઈ મઠ વચ્ચે બીચથી લઈ શોપિંગ માટે થાઈલેન્ડ તમારા માટે બેસ્ટ છે. તમે 50 હજારના બજેટમાં તમે તમારી પહેલી ઈન્ટરનેશલ ટ્રિપમાં થાઈલેન્ડ જઈ શકો છો. થાઈલેન્ડમાં તમારો એકલાનો રહેવાનો એક દિવસ ખર્ચ 1500ની આસપાસ થશે.

ભારતની નજીક શ્રીલંકા એક એવો દેશ છે. જ્યાં સમુદ્ર તટથી લઈ વિશાળ પહાડ છે. અહી તમે 50 હજારના બજેટમાં આરામથી 7 દિવસ ફરી શકશો. અહી દરરોજન ખર્ચો 1100ની આસપાસ થશે.

એક સસ્તી ટ્રાવેલિંગ તમે કરવા માંગો છો. તો ભૂટાનમાં તમે પારો કે થિંપુ ફરી શકો છો. અહી જવા માટે તમારી પાસે પાસપોર્ટ અને વોટર આઈડી તેમજ જરુરી ડોક્યુમેન્ટ હોવા જરુરી છે. અહી તમારે એન્ટ્રી પરમિટ પણ લેવી પડશે.

સંસ્કૃતિ અને સુંદરતા માટે વિયતનામ ખુબ જ ફેમસ છે. તેમજ ફોટો ક્લિક કરવાના શૌખીનોએ એક વખત જરુર વિયતનામની ટ્રિપ કરવી જોઈએ. ભારતીય લોકો માટે ફરવા માટે વિયતનામ ખુબ સસ્તો દેશ છે.અહી તમે ઓછા પૈસામાં વિદેશ પ્રવાસની મજા માણી શકશો. (all photo : canva)
બાળકોનું સમર વેકેશન હોય કે તહેવારોના વેકેશન આવતા હોય ત્યારે લોકો વધારે ટ્રાવેલ કરતા નજરે પડે છે. તેમાં પણ ગુજરાતના સ્થળો બધાના ફેવરિટ છે. તો ટ્રાવેલને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો
