Breaking News : પત્ની નોકરાણી નથી, રસોઈ ન બનાવવા બદલ છૂટાછેડા માંગનારા પતિની અરજી ફગાવાઇ
તેલંગાણા હાઈકોર્ટે પતિ પત્નીના સંબંધોને લઈ એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. કોર્ટે જણાવ્યું કે, જો પત્ની નોકરી કરે છે. તો પત્નીને રસોઈ ન બનાવવી એ ક્રૂરતા ગણાતી નથી.

તેલંગાણા હાઈકોર્ટે વૈવાહિક સંબંધો અને બદલાતા સામાજિક વાતાવરણ અંગે એક સીમાચિહ્નરૂપ અને મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે કામ કરતી પત્ની રસોઈ બનાવવામાં અથવા ઘરના કામકાજમાં તેની સાસુને મદદ કરવામાં અસમર્થ હોય તો તે ક્રૂરતા ગણાતી નથી.

કોર્ટે આ વૈવાહિક જીવનની સામાન્ય ખેંચતાણ કહી પતિની છુટાછેડાની અરજીને ફગાવી દીધી છે. હૈદરાબાદમાં લો ગ્રેજ્યુએટ વ્યક્તિએ પોતાની પત્ની વિરુદ્ધ છુટાછેડાની અરજી દાખલ કરી હતી. તેની પત્ની એક આઈટી પ્રોફેશનલ છે.

પતિનો આરોપ હતો કે, લગ્ન પછી તેની પત્ની તેના પરિવાર અને તેની સાથે યોગ્ય વ્યવ્હાર કરતી નથી. પતિએ કોર્ટમાં દલીલ કરી હતી કે, તેની પત્ની ન તો તેના માટે જમવાનું બનાવે છે. તેમજ ઘરના કામમાં તેની સાસુને મદદ પણ કરતી નથી. આ સિવાય તેમણે એ પણ આરોપ લગાવ્યો હતો કે, પત્ની હંમેશા તેના પિયરમાં ચાલી જાય છે. તેમજ તેમણે પરિવારથી અલગ રહેવાની માંગ કરી તેના પર માનસિક દબાણ નાંખ્યું હતુ.

આ કેસની સુનાવણી કરતી વખતે, જસ્ટિસ મૌસમી ભટ્ટાચાર્ય અને જસ્ટિસ નાગેશ ભીમપાકાની ડિવિઝન બેન્ચે બદલાતા સમયના પડકારો અને કામ કરતા યુગલોની લાઈફસ્ટાઈલને ઊંડાણપૂર્વક સમજી. કોર્ટે કહ્યું બંન્ને પ્રાઈવેટ સેક્ટરમાં કામ કરે છે અને તેની શિફટનો સમય એકબીજાથી અલગ અલગ છે.

જ્યારે બંનેના કામના કલાકો આટલા પડકારજનક હોય છે, ત્યારે રસોઈ ન કરી શકવાની અસમર્થતાને ક્રૂરતા તરીકે લેબલ કરવું ખોટું છે. આ લગ્નજીવનનો સામાન્ય ઘસારો છે, જેને ક્રૂર ગણી શકાય નહીં.

કોર્ટે કહ્યું જો સાસુને વહુના ઘર કામમાં મદદ ન કરવાની ફરિયાદ છે. તો કાનુની તરીકે તેને માનસિક ક્રુરતાના દાયરામાં રાખી ન શકાય. કોર્ટે સંવેદનશીલતા દર્શાવતા નોંધ્યું હતું કે પત્નીનું તેના માતાપિતાના ઘરે સતત રહેવું વાજબી હતું,

કારણ કે તે ગર્ભપાતમાંથી શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ થઈ રહી હતી. કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે અલગ રહેવાનો સૂચન પત્નીના વકીલ તરફથી ઉલટતપાસ દરમિયાન આવ્યો હતો, પત્ની તરફથી નહીં.

કોર્ટે ચોખ્ખા શબ્દોમાં કહ્યું લગ્ન જેવા પવિત્ર બંધનમાં નાની-મોટી ફરિયાદ કે ઘરેલું કામકાજના આધાર પર પૂર્ણ કરી શકાય નહી. ખાસ કરીને જ્યારે લાઈફસ્ટાઈલ જલ્દી બદલાતી હોય.

કોર્ટે ચોખ્ખા શબ્દોમાં કહ્યું લગ્ન જેવા પવિત્ર બંધનમાં નાની-મોટી ફરિયાદ કે ઘરેલું કામકાજના આધાર પર પૂર્ણ કરી શકાય નહી. ખાસ કરીને જ્યારે લાઈફસ્ટાઈલ જલ્દી બદલાતી હોય.
કાયદો એ નિયમોનો સમૂહ છે. જેને સમુદાય દ્વારા માન્ય તરીકે સ્વીકારવામાં આવે છે. કાયદો દેશના વહીવટ માટે નૈતિક માર્ગદર્શક તરીકે પણ કાર્ય કરે છે. કાયદો એ માનવ વર્તન અને ક્રિયાઓનું નિયમન કરવાની એક પદ્ધતિ છે. અહી ક્લિક કરો
