શિયાળામાં ઓછું પાણી પીવાથી વધી શકે છે ‘ગંભીર બીમારીઓનો ખતરો’, ઠંડીની સિઝનમાં કેટલા ગ્લાસ પાણી પીવું જોઈએ?
શિયાળાની ઋતુમાં લોકો ઘણીવાર ઓછું પાણી પીવે છે, જેનાથી બીમારીઓનું જોખમ વધી શકે છે. શું તમને ખબર છે કે, શિયાળાની ઋતુમાં ઓછું પાણી પીવાથી કઈ સ્વાસ્થ્ય સમસ્યાઓ ઊભી થઈ શકે છે?

શિયાળાની ઋતુમાં તરસ ઓછી લાગે છે, જેના કારણે ઘણા લોકો ઓછું પાણી પીવે છે. ઠંડીમાં ઓછો પરસેવો થાય છે, તેથી શરીરને પાણીની જરૂર નથી પડતી પરંતુ આ આદત સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે.
કિડની અને યુરીનરી સિસ્ટમ પર ખતરો
જણાવી દઈએ કે, પૂરતું પાણી ન પીવાથી ડિહાઇડ્રેશન થાય છે, જે કિડની અને યુરીનરી સિસ્ટમ પર અસર કરે છે. આ સ્થિતિમાં કિડની સ્ટોન બનવાનો અને યુરિનરી ટ્રેક્ટ ઇન્ફેક્શન એટલે કે UTIનો ખતરો વધે છે.
નિષ્ણાતના જણાવ્યા અનુસાર, જ્યારે શરીરને પૂરતું પાણી મળતું નથી, ત્યારે પેશાબ ઘટ્ટ થઈ જાય છે. ઘટ્ટ પેશાબમાં રહેલા મિનરલ્સ સરળતાથી બહાર નીકળી શકતા નથી, જેના કારણે કિડનીમાં પથરી થાય છે. વધુમાં, વારંવાર પેશાબ કરવાથી પેશાબની નળીઓમાં બેક્ટેરિયા એકઠા થઈ શકે છે, જેનાથી યુટીઆઈનું જોખમ વધી શકે છે.
ઇન્ફેક્શનનું જોખમ વધે છે
શિયાળામાં ઠંડીને કારણે લોકો ટોયલેટ ઓછું જાય છે, જે આ સમસ્યાને વધુ તીવ્ર બનાવે છે. લાંબા સમય સુધી ડિહાઈડ્રેશન રહેતા કિડની પર વધુ દબાણ પડે છે, શરીરમાં ટોક્સિન્સ જમવા લાગે છે અને ઇન્ફેક્શનનો ખતરો વધે છે.
કિડની સ્ટોનના લક્ષણોમાં પેટના નીચેના ભાગમાં તીવ્ર દુખાવો, પેશાબ કરતી વખતે બળતરા, લોહી આવવું અને ઉબકા કે ઉલટી જેવી સમસ્યા થઈ શકે છે. વધુમાં જ્યારે UTI થાય છે, ત્યારે વારંવાર પેશાબ આવવું, પેશાબ કરતી વખતે બળતરા, પેશાબમાંથી દુર્ગંધ આવે અથવા ઘાટો રંગ આવે અને કેટલીક વાર તાવ પણ આવી શકે છે.
મહિલાઓ, વૃદ્ધો, ડાયાબિટીસના દર્દીઓ અને પહેલાથી જ કિડનીની સમસ્યા ધરાવતા લોકોમાં આનું જોખમ વધુ રહેલું હોય છે. શિયાળામાં ઓછું પાણી પીનારાઓએ પણ ખાસ સાવધાની રાખવી જોઈએ.
કેવી રીતે બચાવ કરશો?
- શિયાળામાં તમારે દરરોજ 2.5 થી 3 લિટર (8-12 ગ્લાસ) પાણી પીવું જોઈએ.
- તરસ ન હોય ત્યારે પણ પાણી પીવાની આદત પાડો.
- હૂંફાળું પાણી પીવું ફાયદાકારક બની શકે છે.
- પેશાબ રોકી રાખવાનું ટાળો.
- તમારા આહારમાં સૂપ અને પ્રવાહીનો સમાવેશ કરો.
- વધુ પડતી ચા અને કોફી પીવાનું ટાળો.
- તમારા પેશાબના રંગ પર ધ્યાન આપો; ઘેરો રંગ ડિહાઇડ્રેશન સૂચવી શકે છે.
- ડૉક્ટરની સલાહ મુજબ સમયાંતરે હેલ્થ ચેકઅપ કરાવતા રહો.
