Stock Market: દેશની સૌથી મોટી માઈનિંગ કંપની લાવી રહી છે ₹1,071 કરોડનો ‘IPO’, ગ્રે માર્કેટમાં 70% થી વધુનો ઉછાળો
વર્ષ 2026 ના પહેલા મેઈનબોર્ડ IPO ની રાહ હવે પૂરી થવા જઈ રહી છે. વાત એમ છે કે, દેશની સૌથી મોટી માઇનિંગ કંપની કોલ ઈન્ડિયાની સબ્સિડિયરી કંપની ₹1,071 કરોડનો IPO લાવી રહી છે.

દેશની સૌથી મોટી માઇનિંગ કંપની કોલ ઈન્ડિયાની સબ્સિડિયરી કંપનીનો ₹1,071 કરોડનો IPO 9 જાન્યુઆરીએ ખુલવાનો છે. આ ઈશ્યુ હેઠળ, શેર ફક્ત ઓફર ફોર સેલ વિન્ડો દ્વારા જ વેચવામાં આવશે અને કોઈ નવા શેર બહાર પાડવામાં આવશે નહીં.

રોકાણકારો આ ₹1,071 કરોડના IPOમાં ₹21-₹23 ના પ્રાઇસ બેન્ડમાં અને 600 શેરના લોટમાં રોકાણ કરી શકે છે. વધુમાં, કર્મચારીઓને દરેક શેર પર ₹2 નું ડિસ્કાઉન્ટ મળશે.

ભારત કોકિંગ કોલનો IPO 9 જાન્યુઆરીએ ખુલશે અને 13 જાન્યુઆરીએ બંધ થશે. IPO હેઠળ શેરનું એલોટમેન્ટ 14 જાન્યુઆરીના રોજ થશે. BSE અને NSE પર એન્ટ્રી માટે 16 જાન્યુઆરીની તારીખ નક્કી કરવામાં આવી છે.

ભારત કોકિંગ કોલના IPO માંથી અડધો એટલે કે 50% હિસ્સો ક્વોલિફાઇડ ઇન્સ્ટીટ્યુશનલ બાયર્સ (QIB) માટે અનામત (Reserved) રાખવામાં આવેલ છે, જ્યારે 35% હિસ્સો નોન-ઇન્સ્ટીટ્યુશનલ ઇન્વેસ્ટર્સ (NII) માટે અને 15% હિસ્સો રિટેલ ઇન્વેસ્ટર્સ માટે છે. આ ઈશ્યૂમાં ₹107 કરોડના શેર કોલ ઈન્ડિયાના એવા શેરહોલ્ડર્સ માટે અનામત રાખવામાં આવ્યા છે કે, જેમના પાસે 1 જાન્યુઆરી 2026 અથવા તે પહેલાથી કોલ ઈન્ડિયાના શેર પોર્ટફોલિયોમાં છે.

ગ્રે માર્કેટની એક્ટિવિટીને ટ્રેક કરતાં પ્લેટફોર્મ્સ અનુસાર, Bharat Coking Coal ના શેરનો GMP (ગ્રે માર્કેટ પ્રીમિયમ) અનરેગ્યુલેટેડ માર્કેટમાં 70 ટકા સુધી પહોંચી ગયો છે. InvestorGain દ્વારા આ શેરનો GMP 16 રૂપિયા દર્શાવવામાં આવ્યો છે. આનો અર્થ એ થાય છે કે, આ IPO માં રોકાણ દ્વારા લગભગ 69.57 ટકા લિસ્ટિંગ ગેઇન્સની અપેક્ષા રાખી શકાય છે. IPO Watch દ્વારા પણ GMP 70 ટકા જેટલો પહોંચી ગયો હોવાનું કહેવાઈ રહ્યું છે.

ભારત કોકિંગ કોલના IPO હેઠળ ₹10 ફેસ વેલ્યૂવાળા 46.57 કરોડ શેર ઈશ્યૂ કરવામાં આવશે પરંતુ આ તમામ શેર ઓફર ફોર સેલ વિન્ડો હેઠળ આવશે. મીડિયા રિપોર્ટસ અનુસાર, આ શેર કંપનીના પ્રમોટર 'કોલ ઇન્ડિયા' દ્વારા વેચવામાં આવી રહ્યા છે, જે તેનો 10% હિસ્સો ઘટાડી રહી છે.
નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં કે IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. શેરબજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.
સ્ટોક ફોરકાસ્ટને લગતી સમગ્ર માહિતી ક્વોલિફાઈડ એક્સપર્ટ અને ટેકનિકલી મળી રહેલ માહિતીના આધારે હશે. વધુ ન્યૂઝ જોવા માટે અહીં ક્લિક કરો.
