AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Business Idea: મહિને ₹60,000 ની બેઠી કમાણી! આ ધંધો તો હવે દરેક ગલીની ઓળખ બની ગયો, ઓછા રોકાણમાં તમે મજબૂત આવક ઊભી કરશો

નૂડલ્સ અને મંચુરિયન વ્યવસાય આજે એક લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ બિઝનેસ બની ગયો છે, જે મિનિમમ રોકાણ સાથે નોંધપાત્ર કમાણી કરાવી શકે છે. આ ફૂડનો ક્રેઝ બાળકોથી લઈને યુવાનો સુધી દરેકમાં જોવા મળે છે.

| Updated on: Jan 06, 2026 | 7:13 PM
Share
નૂડલ્સ અને મંચુરિયન વ્યવસાય આજે એક લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ બિઝનેસ બની ગયો છે. કાચા માલની ઓછી કિંમત, બનાવવામાં સરળતા અને ઝડપી વેચાણને કારણે આ વ્યવસાયમાં પ્રોફિટ  માર્જિન ખૂબ જ સારું રહેલું છે.

1 / 9
તમે આ વ્યવસાય કાર્ટ, નાની દુકાન અથવા ક્લાઉડ કિચન તરીકે શરૂ કરી શકો છો. જો તમે નવા છો, તો કાર્ટ અથવા નાનો સ્ટોલ તમારા માટે બેસ્ટ વિકલ્પ છે. તમે આ બિઝનેસને શાળા, કોલેજ, ઓફિસ અથવા કોઈ લોકલ બજારની નજીક પણ સેટ કરી શકો છો. બીજું કે, જેમની પાસે થોડું વધારે બજેટ છે, તેઓ નાની દુકાન ખોલી શકે છે અથવા તો ઘરેથી ઓનલાઈન ઓર્ડર લઈને ક્લાઉડ કિચન મોડેલ પર પણ કામ કરી શકે છે.

2 / 9
નૂડલ્સ અને મંચુરિયનનો બિઝનેસ શરૂ કરવા માટે આશરે ₹35,000 થી ₹50,000 સુધીનું રોકાણ કરવું પડે છે. આમાં કાર્ટ અથવા કાઉન્ટર, ગેસ સ્ટવ, સિલિન્ડર, ફ્રાઈંગ પેન, તવાઓ, વાસણો, કાચો માલ, બેનર અને જરૂરી લાયસન્સ જેવા ખર્ચનો સમાવેશ થાય છે. આ એક અંદાજિત રોકાણ છે, આમાં વધ-ઘટ થઈ શકે છે.

3 / 9
આ વ્યવસાય માટે જરૂરી સાધનોમાં ગેસ સ્ટોવ, એક મોટો તવો, નૂડલ બોઇલ કરવાનું વાસણ (Noodle Boiling Pot), ચપ્પુ, કટીંગ બોર્ડ, પ્લેટ અને બાઉલ, પેકેજિંગ બોક્સ તેમજ હાથ ધોવાની યોગ્ય સુવિધાઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, જરૂરી કાચા માલમાં નૂડલ્સ, કોબી, ગાજર, ડુંગળી, કેપ્સિકમ, સોયા સોસ, મરચાંની ચટણી, વિનેગર, મેંદાનો લોટ, આદુ-લસણની પેસ્ટ અને તેલનો સમાવેશ થાય છે.

4 / 9
રેસિપીની વાત કરીએ તો, યુટ્યુબ પર સ્ટ્રીટ ફૂડ-સ્ટાઇલ રેસિપી વીડિયોઝ જોઈ શકો છો. વધુમાં તમે થોડા દિવસો માટે ચાઇનીઝ ફૂડ સ્ટોલ પર કામ કરી શકો છો અથવા તો હોટેલ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટમાંથી કોર્સ પણ કરી શકો છો.

5 / 9
કાયદેસર રીતે વ્યવસાય શરૂ કરવા માટે તમારે કેટલાક મહત્વપૂર્ણ દસ્તાવેજોની જરૂર પડશે. આમાં આધાર કાર્ડ, પાન કાર્ડ, પાસપોર્ટ-સાઇઝ ફોટો અને FSSAI લાયસન્સ જેવા દસ્તાવેજોનો સમાવેશ થાય છે. ઘણી જગ્યાએ તમારે મ્યુનિસિપલ કોર્પોરેશન અથવા લોકલ ઓથોરિટી પાસેથી પરવાનગીની પણ જરૂર પડી શકે છે, જે સરળતાથી મેળવી શકાય છે.

6 / 9
કમાણીની દ્રષ્ટિએ, નૂડલ્સ અથવા મંચુરિયનની એક પ્લેટ બનાવવાનો ખર્ચ આશરે 25 થી 30 રૂપિયા જેટલો થાય છે, જે 70 થી 100 રૂપિયામાં વેચી શકાય છે. જો દરરોજ 70 થી 80 પ્લેટ વેચવામાં આવે, તો રોજનો નફો લગભગ 2,000 થી 2,500 રૂપિયા જેટલો થઈ શકે છે. આનો અર્થ એ થયો કે,  માસિક આવક 60,000 થી 75,000 રૂપિયા કે તેથી વધુ થઈ શકે છે. ખાસ વાત એ છે કે, વિકેન્ડ અને તહેવારો દરમિયાન કમાણી બમણી થઈ શકે છે.

7 / 9
માસિક ખર્ચમાં કાચો માલ, ગેસ, વીજળી, પાણી અને સ્ટાફના પગારનો સમાવેશ થાય છે. આ બધું બાદ કર્યા પછી પણ નોંધપાત્ર બચત થાય છે. બિઝનેસને આગળ વધારવા માટે ઉત્તમ સ્વાદ જાળવવો અને ગ્રાહકો સાથે સારો વ્યવહાર રાખવો એ સૌથી મહત્વપૂર્ણ બાબત છે. આ બિઝનેસને વેગ આપવા માટે Instagram પર રીલ્સ બનાવવી, WhatsApp માર્કેટિંગ કરવું, Facebook પર પ્રમોશન ચલાવવું જેવી ડિજિટલ માર્કેટિંગ એક્ટિવિટી કરી શકાય છે.

8 / 9
ટૂંકમાં જેઓ ઝડપી, ઓછા રોકાણવાળા બિઝનેસની શોધમાં છે અને દૈનિક રોકડ ઉત્પન્ન કરવા માંગે છે, તેમના માટે આ બિઝનેસ ઉત્તમ છે. યોગ્ય સ્વાદ અને આયોજન સાથે આ નાનકડો બિઝનેસ સમય જતાં એક બ્રાન્ડ બની શકે છે.

9 / 9
Disclaimer: આ લેખ ફક્ત માહિતીના હેતુ માટે છે. આ વ્યવસાયમાં સંભવિત નફો અને જોખમ બજાર, સ્થાન, સ્કેલ અને ઉત્પાદનની ગુણવત્તાના આધારે બદલાય છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાકીય સલાહકાર અથવા વ્યવસાય સલાહકારની સલાહ લો.

બિઝનેસ આઈડિયા એટલે કે અપના કામ ફુલ આરામ, એ એક એવો ખ્યાલ છે, જેનો ઉપયોગ વ્યવસાયમાં નાણાકીય લાભ અથવા નફો મેળવવા માટે થઈ શકે છે. બિઝનેસ કે સ્ટાર્ટ અપને લગતા નવીન સમાચારો વિશે જાણવા માટે હમણાં જ અહીંયા ક્લિક કરો.

ટાઈફોઈડના 85 દર્દીઓ સારવાર હેઠળ, પાણીના એક હજારથી વધુ નમૂના લેવાયા

દેશમાં સતત ત્રીજીવાર ચૂંટાયેલા 110 સંસદ સભ્યની આવકમાં અઘધઘધ વધારો

ઉત્તરાયણને સુરક્ષિત અને પર્યાવરણમિત્ર બનાવવા શિક્ષણ વિભાગનો પ્રયાસ

ગાંધીનગરમાં વકર્યો ટાઇફોઇડ, અત્યાર સુધીમાં કુલ 144 કેસ નોંધાયા

મોલમાં ધમધમતી ડ્રગ્સ લેબ ઝડપાઈ, સુરત SOGની મોટી કાર્યવાહી, 3 ઝડપાયા

વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમની IOC મુલાકાતે લેશે

પાણીપુરી ના શોખીનો સાવધાન! પકોડી ખાતા પહેલા એકવાર જોઈ લેજો આ Video

હર્ષ સંઘવી પીડિતો માટે બન્યા દેવદૂત, ‘તેરા તુજકો અર્પણ’ અભિયાન ચલાવ્યુ

હાડ થીજવતી ઠંડી. નલિયા 7.5 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ઠંડુ શહેર

બિઝનેસમાં તમને સફળતા મળશે, આધ્યાત્મિક ગુરુ પાસે જઈ શકો છો

g clip-path="url(#clip0_868_265)">