AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News :  કોમનવેલ્થની યજમાની માટે તૈયાર અમદાવાદ હવે ઓલિમ્પિકની તૈયારીમાં લાગ્યું

Breaking News : કોમનવેલ્થની યજમાની માટે તૈયાર અમદાવાદ હવે ઓલિમ્પિકની તૈયારીમાં લાગ્યું

Ronak Varma
| Edited By: | Updated on: Jan 07, 2026 | 12:11 PM
Share

આજકાલ 2036 ઓલિમ્પિકની તૈયારીઓ શરુ થઈ ચૂકી છે.આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ (IOC) ગુજરાતની મુલાકાતે લેશે. હવે અમદાવાદની નજર 2036 ઓલિમ્પિક પર છે.

લોસ એન્જલસ 2028 ઓલિમ્પિકનું આયોજન કરશે, જ્યારે બ્રિસ્બેન 2032 ઓલિમ્પિકનું આયોજન કરશે. ભારતની નજર હવે 2036 ઓલિમ્પિક પર છે. જેના માટેની તૈયારીઓ પણ શરુ થઈ ચૂકી છે.અમદાવાદમાં 2036ના ઓલિમ્પિક રમતની તૈયારીઓ શરુ થઈ ગઈ છે. જેના માટે સરદાર પેટલ સ્પોર્ટસ એન્ક્લેવ બનાવવામાં આવશે. ઓલિમ્પિક વિલેજ અને અન્ય રમતની સુવિધાઓ પણ બનાવવામાં આવશે.તમને જણાવી દઈએ કે, અમદાવાદને તાજેતરમાં જ કોમનવેલ્થ ગેમ્સ 2030નું યજમાનપદ મળ્યું છે. આ ભારતનું બીજું કોમનવેલ્થ ગેમ્સનું યજમાનપદ હશે.

ઓલિમ્પિક એસોસિએશનની બેઠક મળશે

અમદાવાદમાં ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની બેઠક મળશે.કોમનવેલ્થના યજમાન અમદાવાદમાં સામાન્ય વાર્ષિક સભા અને એથલેટિક્સ ફોરમનું આયોજન કરવામાં આવ્યું છે.8થી 10 જાન્યુઆરી દરમિયાન વિવિધ સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની પ્રતિનિધિમંડળ મુલાકાત લેશે. 8 જાન્યુઆરીએ રાજપથ ક્લબ ખાતે એક્ઝિક્યુટિવ કમિટીની બેઠક મળશે.9 જાન્યુઆરીએ વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની IOC મુલાકાત લેશે.વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પણ IOC મુલાકાતે જશે. 10 જાન્યુઆરીએ ખાનગી હોટલમાં એથલીટ્સ ફોરમનું આયોજન કરવામાં આવ્યું છે.

ઓલિમ્પિક રમતનું આયોજન દર 4 વર્ષ

વિશ્વના સર્વશ્રેષ્ઠ એથ્લેટ ઓલિમ્પિક ગેમ્સમાં પોતપોતાના દેશોનું પ્રતિનિધિત્વ કરે છે અને પોડિયમમાં સ્થાન મેળવનાર એથ્લેટ્સને ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ આપવામાં આવે છે. તમને જણાવી દઈએ કે, ઓલિમ્પિકની રમતમાં 3 પ્રકારના મેડલ આપવામાં આવે છે. જેમાં ગોલ્ડ મેડલ, સિલ્વર મેડલ અને બ્રોન્ઝ મેડલ. તેમજ ઓલિમ્પિકના ધ્વજમાં 5 રિંગ પાંચ મહાદ્રીપ આફ્રિકા, અમેરિકા , એશિયા, યુરોપ અને ઓશિનિયાને એકબીજા સાથે જોડાવવા માટેનું પ્રતિનિધિત્વ કરે છે. ઓલિમ્પિક રમતનું આયોજન દર 4 વર્ષ કરવામાં આવે છે. ઓલિમ્પિક રમતની દેખરેખ IOC એટલે કે આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સિમિતિ કરે છે.

 

વિશ્વના સર્વશ્રેષ્ઠ એથ્લેટ ઓલિમ્પિક ગેમ્સમાં પોતપોતાના દેશોનું પ્રતિનિધિત્વ કરે છે અને પોડિયમમાં સ્થાન મેળવનાર એથ્લેટ્સને ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ આપવામાં આવે છે. અહી ક્લિક કરો

Published on: Jan 07, 2026 11:58 AM
g clip-path="url(#clip0_868_265)">