કાનુની સવાલ : શું તમારા ભાડૂઆત એગ્રીમેન્ટ પૂર્ણ થયા પછી ઘર ખાલી કરવાની ના પાડે છે? તો જાણી લો તમારા કાનુની અધિકાર
શું તમે તમારું મકાન ભાડે આપ્યું છે. આ દરમિયાન અનેક વાતનું ધ્યાન રાખવું જરુરી છે. જેનાથી ભાડુઆત અને મકાન માલિકનો સંબંધ સારો રહે. સામાન્ય રીતે કેટલીક વખત રેન્ટ એગ્રીમેન્ટ પૂર્ણ થયા બાદ પણ મકાન માલિક ઘર ખાલી કરવાની ના પાડે છે. તો તમારા કાનુની અધિકાર જાણી લો.

ભાડુઆતના મામલામાં કેટલીક વખત એવું જોવા મળે છે કે, એગ્રીમેન્ટ પૂર્ણ થયા બાદ પણ કેટલાક ભાડુઆત મકાન ખાલી કરતા નથી. આ સ્થિતિમાં મકાન માલિક માટે કેટલીક વખત માનસિક અને કાનુની તણાવનું કારણ બની શકે છે. આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે ભારતમાં રેન્ટ કંટ્રોલ અને મોડલ ટેનેન્સી એક્ટ જેવા કાનુન બંન્ને પક્ષોના અધિકારોની રક્ષા કરે છે.

એક માકાન માલિક તરીકે તમારે સંપત્તિ પાછી મેળવવા માટે યોગ્ય કાનૂન જાણવા જરૂરી છે. ક્યારેક, લોકો ગુસ્સે થઈને વીજળી કે પાણી પુરવઠો કાપી નાખે છે અથવા બળજબરીથી પગલાં લે છે, સૌથી સલામત વિકલ્પ એ છે કે કાનૂની કાર્યવાહી કરવી.

ભાડા કરારની સમાપ્તની તારીખના થોડા દિવસ પહેલા તમારે ભાડૂતને જાણ કરવી જોઈએ. જો સમાપ્તિ તારીખ વઈ ગઈ હોય અને ભાડૂત હજુ પણ ઘર ખાલી કરવાની ના પાડે છે, તો કોર્ટમાં જતા પહેલા તેમની સાથે આ બાબતે ચર્ચા કરો.સૌથી પહેલા શાંતિથી ભાડુઆત સાથે વાત કરી લો. તેમને ઘર ખાલી કરવા માટે થોડો વધુ સમય આપો. તેમજ લેખિતમાં લો. જો તેમ છતાં ઘર ખાલી કરતા નથી તો વકીલ દ્વારા લીગલ નોટિસ મોકલો.

આ નોટિસમાં ક્લિયર લખો કે, એગ્રીમેન્ટ પૂર્ણ થઈ ચૂક્યા છે. તેમણે 15 કે 30 દિવસની અંદર મકાન ખાલી કરવું પડશે. કેટલીક વખત નોટિસ મળતા જ ભાડુઆત કાનુનથી બચવા માટે ઘર ખાલી કરી દે છે.

જો તેમ છતાં મકાન ખાલી કરતા નથી. તો કોર્ટની મદદ લેવી જોઈએ. આ પ્રકિયાને ઈવિક્શન સૂટ કહેવામાં આવે છે.આ પ્રક્રિયા માટે તમારી નજીકની સિવિલ કોર્ટમાં ખાલી કરાવવાનો દાવો દાખલ કરવો જરૂરી છે. તમારે પુરાવા તરીકે ભાડા કરાર અને કાનૂની નોટિસની નકલ સબમિટ કરવાની રહેશે.

બંને પક્ષોની દલીલો સાંભળ્યા પછી, કોર્ટ ભાડૂતને ઘર ખાલી કરવાનો આદેશ આપશે જો તે સંતુષ્ટ થાય કે કરાર સમાપ્ત થઈ ગયો છે અને મકાનમાલિકની જરૂરિયાત કાયદેસર છે.

જો ભાડૂત કોર્ટના આદેશ પછી પણ મકાન ખાલી કરાવવાનો ઇનકાર કરે છે, તો કોર્ટ એક બેલિફની નિમણૂક કરે છે જે પોલીસની મદદથી કાયદેસર રીતે ભાડૂતને બહાર કરી શકે છે.

હંમેશા રેન્ટ એગ્રીમેન્ટનું રજિસ્ટર કરાવો 11 મહિનાથી વધારેનું એગ્રીમેન્ટનું રજિસ્ટ્રેશન અનિવાર્ય છે. એક રજિસ્ટર્ડ એગ્રીમેન્ટ કોર્ટમાં સૌથી મજબુત સબુત માનવામાં આવે છે.

ક્યારેય વીજળી કે પાણીનો પુરવઠો કાપી નાખશો નહીં કે ભાડૂતનો સામાન ફેંકી દેશો નહીં. કાયદા હેઠળ આને પજવણી ગણી શકાય, અને ભાડૂત તમારી વિરુદ્ધ કેસ દાખલ કરી શકે છે.

(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)(All Image Credit- Canva)
કાયદો એ નિયમોનો સમૂહ છે. જેને સમુદાય દ્વારા માન્ય તરીકે સ્વીકારવામાં આવે છે. કાયદો દેશના વહીવટ માટે નૈતિક માર્ગદર્શક તરીકે પણ કાર્ય કરે છે. કાયદો એ માનવ વર્તન અને ક્રિયાઓનું નિયમન કરવાની એક પદ્ધતિ છે. અહી ક્લિક કરો
