ગાંધીનગરમાં ટાઈફોઈડના વધુ 9 કેસ નોંધાયા, કુલ આંકડો 144 પર
ગાંધીનગરમાં ટાઈફોઈડના વધુ 9 કેસ નોંધાતા કુલ આંકડો 144 પર પહોંચ્યો છે. હાલ 85 દર્દીઓ સારવાર હેઠળ છે જ્યારે 59 દર્દીઓને રજા આપવામાં આવી છે. તંત્ર દ્વારા એક હજારથી વધુ પાણીના નમૂના લઈ તપાસ શરૂ કરવામાં આવી છે.
ગાંધીનગરમાં ટાઈફોઈડનો કહેર હજુ યથાવત જોવા મળી રહ્યો છે. તાજા આંકડાઓ મુજબ શહેરમાં ટાઈફોઈડના વધુ 9 નવા કેસ નોંધાયા છે, જેના પગલે કુલ કેસોની સંખ્યા 144 પર પહોંચી ગઈ છે. હાલ ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ટાઈફોઈડના 85 દર્દીઓ સારવાર હેઠળ છે, જ્યારે અત્યાર સુધીમાં 59 દર્દીઓને સ્વસ્થ થતાં રજા આપવામાં આવી છે.
આજે વધુ 10 દર્દીઓને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હોવાનું તંત્ર દ્વારા જણાવાયું છે. સારવાર હેઠળ રહેલા 84 દર્દીઓની હાલત સ્થિર હોવાનું પણ આરોગ્ય વિભાગે જણાવ્યું છે. ટાઈફોઈડના વધતા કેસોને ધ્યાનમાં રાખીને તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે. સંભવિત પાણીજન્ય સંક્રમણને રોકવા માટે એક હજાર કરતાં વધુ પીવાના પાણીના નમૂનાઓ લઈ તપાસ હાથ ધરવામાં આવી છે.
આરોગ્ય વિભાગ દ્વારા લોકોને ઉકાળેલું પાણી પીવા, બહારનું ખુલ્લું ખાવાનું ટાળવા અને સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખવા અપીલ કરવામાં આવી છે.
તમારા ખેતર નીચે પણ હોઈ શકે છે તેલનો કૂવો, વાંચવા માટે અહીં ક્લિક કરો
સાબરમતી જેલ ફરી ચર્ચામાં! જેલમાંથી આઈફોન સહિત બે મોબાઈલ ઝડપાયા
Breaking News : ખનીજ વિભાગના દરોડાથી ખનન માફિયાઓમાં ફફડાટ જુઓ Video
કુકરમુંડા ગામે જૂથ અથડામણ, પથ્થરમારામાં 7 ઘવાયા, વાહનોને પણ નુકસાન
સોમનાથ સ્વાભિમાન પર્વમાં સામેલ થવા ભક્તો માટે 4 મહાનગરોથી વિશેષ ટ્રેન

