40 વર્ષની ઉંમરે બીજી વખત ઘોડીએ ચડવા જઈ રહ્યો છે ગબ્બર, જુઓ ફોટો
શિખર ધવન અને સોફી શાઈન છેલ્લા કેટલાક સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. હવે એવી ચર્ચાઓ શરુ થઈ છે કે, બંન્ને ટુંક સમયમાં લગ્ન કરશે.

પૂર્વ ઈન્ડિયન ક્રિકેટર શિખર ધવન બીજી વખત ઘોડી પર ચઢવા જઈ રહ્યો છે. ઈન્ડિયન ક્રિકેટમાં ગબ્બર તરીકે ઓળખાતો શિખર ધવન હવે તેની ગર્લફ્રેન્ડ અને આયરલેન્ડની મોડલ શોફી શાઈન સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે. બંન્ને છેલ્લા કેટલાક સમયથી એકબીજાને ડેટિંગ કરી રહ્યા છે.

એક રિપોર્ટ મુજબ ફ્રેબ્રુઆરી મહિનામાં કપલ લગ્નના બંધનમાં બંધાશે આ લગ્ન દિલ્હીમાં રાખવામાં આવ્યા છે. જેમાં ક્રિકેટ અને બોલિવુડ બંન્ને ઈન્ડસ્ટ્રીના અનેક દિગ્ગજો લગ્નમાં સામેલ થશે.

લગ્નની તૈયારીઓ પહેલા જ શરુ થઈ ચૂકી છે. બંન્ને નવી શરુઆત કરવા માટે ખુબ જ ખુશ છે. લગ્નનની તૈયારીઓમાં શિખર ધવન ખુબ જ ખુશ છે. કપલના લગ્નની અટકળો છેલ્લા કેટલાક સમયથી ચાલી રહી છે.

અફવા પહેલા જ્યારે ધવન આઈસીસી ચેમ્પિયન ટ્રોફી 2025 દરમિયાન સ્ટૈડમાં શાઈન સાથે જોવા મળ્યો હતો. ત્યારે કેટલાક લોકોએ મિસ્ટ્રી વુમન વિશે વિચારી રહ્યા હતા. કે આ મિસ્ટ્રી ગર્લ કોણ છે. ત્યારબાદ અનેક વખત બંન્ને સાથે જોવા મળ્યા હતા. ફોટો પણ પોસ્ટ કરતા હતા.

રિપોર્ટ મુજબ શિખર ધવન અને સોફીની મુલાકાત થોડા સમય પહેલા દુબઈમાં થઈ હતી. બંન્ને પહેલા મિત્રો બન્યા ત્યારબાદ મિત્રતા પ્રેમમાં પરિવર્તિત થઈ હતી. આઈપીએલ 2024 દરમિયાન પણ સોફી સાથે જોવા મળી હતી.

તમને જણાવી દઈએ કે, શિખર ધવનના પહેલા લગ્ન ઓસ્ટ્રેલિયાની રહેવાસી આયશા સાથે થયા હતા. જેને એક દીકરો જોરાવર ધવન છે. ધવનથી 10 વર્ષ મોટી આયશા કિક બોક્સર છે. વર્ષ 2012માં શિખર ધવને આયશા સાથે લગ્ન કર્યા હતા. 2021માં આયશાએ ધવન સાથે અલગ થવાની જાહેરાત કરી હતી. 2023માં બંન્નેના છૂટાછેડા થયા હતા.
Shikhar Dhawan Family Tree : 2008માં IPLમાં દિલ્હી ડેરડેવિલ્સમાં કર્યુ હતુ ડેબ્યુ, પુત્ર જોરાવર પિતાની જ કોપીપેસ્ટ, ગબ્બરના પરિવાર વિશે જાણો
