Stock Market: 85% જેટલું રિટર્ન મળશે ! આ જ્વેલરી શેર બની શકે છે ‘ગેમ ચેન્જર’, રોકાણકારો માટે ‘સુવર્ણ તક’
બુધવારે (7 જાન્યુઆરી) ના રોજ, જ્વેલરી બનાવતી કંપનીના શેરે BSE પર ઇન્ટ્રા-ડે ટ્રેડમાં લગભગ 13 ટકાનો ઉછાળો નોંધાવ્યો હતો, જે 3 મહિનાથી વધુ સમયગાળામાં તેના હાઇ લેવલે પહોંચ્યો હતો.

ચાલુ નાણાકીય વર્ષના ત્રીજા ક્વાર્ટર (Q3 FY-26) માં મજબૂત ઇન્કમ ગ્રોથ નોંધાવ્યા પછી જ્વેલરી કંપનીના શેરમાં જંગી ઉછાળો આવ્યો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) પર આ શેર 12.57 ટકા વધીને રૂ. 368.40 થયો, જે 23 સપ્ટેમ્બર, 2025 પછીનો હાઇ છે.

એવામાં બ્રોકરેજ હાઉસ એન્ટિક સ્ટોક બ્રોકિંગે જ્વેલરી બનાવતી કંપનીના શેર પર જોરદાર આઉટલુક જાહેર કર્યું છે. બ્રોકરેજના જણાવ્યા અનુસાર, લગ્ન સિઝનમાં સોનાની ખરીદી વધવાથી કંપનીની ગ્રોથને ફાયદો થયો છે. એન્ટિક સ્ટોક બ્રોકિંગે આ સ્ટોક પર તેનું 'BUY' રેટિંગ જાળવી રાખ્યું છે. બ્રોકરેજ કંપનીએ આ સ્ટોક પર ₹600 ની ટાર્ગેટ પ્રાઇસ નક્કી કરી છે. ટૂંકમાં આ સ્ટોક હાલના લેવલથી 85% જેટલું રિટર્ન આપી શકે છે. મંગળવારે જ્વેલરી બનાવતી કંપનીના શેર ₹323.65 પર બંધ થયા હતા.

બ્રોકરેજ કંપનીએ તેના અહેવાલમાં જણાવ્યું હતું કે, કંપનીએ ત્રીજા ક્વાર્ટરમાં વાર્ષિક ધોરણે 51% જેટલી મજબૂત ગ્રોથ નોંધાવી હતી. આ સમયગાળા દરમિયાન છૂટક વ્યવસાયમાં વાર્ષિક ધોરણે 49% જેટલી ગ્રોથ થઈ હતી, જ્યારે સેલ્સ-ગ્રોથ 39% જેટલું વધ્યું હતું. નાણાકીય વર્ષ 2025-26 ના પ્રથમ નવ મહિનામાં, કંપનીની આવકમાં 31% અને સેલ્સ-ગ્રોથનું વેચાણ 21% જેટલું વધ્યું હતું.

બ્રોકરેજનું કહેવું છે કે, તહેવારની સિઝનમાં સ્ટ્રેટેજિક કેમ્પેઇન, નવા ડિઝાઇનની લોન્ચિંગ અને ધનતેરસ તથા દિવાળી દરમિયાન ગ્રાહકોની વધેલી ભાગીદારીથી કંપનીની ગ્રોથને મજબૂતી મળી છે.

બ્રોકરેજ મુજબ, કંપનીએ ક્વાર્ટર દરમિયાન 4 નવા શો-રૂમ ખોલ્યા, જેનાથી કંપનીના કુલ સ્ટોર્સની સંખ્યા 196 થઈ ગઈ. નાણાકીય વર્ષ 2025-26 ના પ્રથમ નવ મહિના દરમિયાન, કંપનીએ 11 ફ્રેન્ચાઇઝ સ્ટોર્સ અને 5 કંપની માલિકીના સ્ટોર્સ ખોલ્યા. આ સિવાય, કંપની COCO અને FOCO મોડેલ્સ હેઠળ 3 થી 4 વધુ શો-રૂમ ખોલવાની યોજના ધરાવે છે, જે તેને 200 શો-રૂમના ટાર્ગેટ સુધી પહોંચવામાં મદદ કરશે.

જ્વેલરી બનાવતી કંપનીના શેર તેના 52-વીકના હાઇ રૂ. 580 થી લગભગ 45% નીચે ટ્રેડ થઈ રહ્યા છે. શેરનો 52-વીકનો લો (Low) રૂ. 227 છે. તાજેતરના પ્રદર્શન પર નજર કરીએ તો, એક મહિનામાં શેરમાં 16.82% નો વધારો થયો છે. 3 મહિનામાં શેરમાં 3.45% નો વધારો થયો છે, જ્યારે 6 મહિનામાં શેરનું પ્રદર્શન સ્થિર રહ્યું છે. નોંધનીય છે કે, એક વર્ષમાં શેરના ભાવમાં 37.57% નો ઘટાડો થયો છે.

હાલમાં એટલે કે આજે 07 જાન્યુઆરીના રોજ Senco Gold ના શેર રૂ. 362 ના ભાવે બંધ થયા હતા. મળતી માહિતી મુજબ, કંપનીની માર્કેટ કેપ ₹ 5,918 કરોડ જેટલી આસપાસ છે.
નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં કે IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. શેરબજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.
સ્ટોક ફોરકાસ્ટને લગતી સમગ્ર માહિતી ક્વોલિફાઈડ એક્સપર્ટ અને ટેકનિકલી મળી રહેલ માહિતીના આધારે હશે. વધુ ન્યૂઝ જોવા માટે અહીં ક્લિક કરો.
