બોલિવૂડ એક્ટ્રેસ સારા અલી ખાન (Sara Ali Khan) બોલિવૂડનું મોટું નામ બની ગઈ છે. સ્ટાર કિડ હોવા છતાં તેણે પોતાની મહેનતના કારણે ઈન્ડસ્ટ્રીમાં આ સ્થાન હાંસલ કર્યું છે.
સારા અલી ખાન સામાન્ય માણસની જેમ જ જીંદગી જીવે છે. તેમની પાસે ભલે અઢળક રૂપિયા હોય તો પણ તે પોતાનો સામાન જાતે જ ઉપાડે છે.
1 / 6
સારા અલી ખાનનું (Sara Ali Khan) નામ બોલિવૂડની ટોચની અભિનેત્રીઓમાં સામેલ છે. અભિનેત્રી સારા અલી ખાન હાલમાં જ એક શૂટિંગના સંદર્ભમાં લંડનમાં હતી. પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર જિમની તસવીર શેર કરતા તેણે લખ્યું - 'છેલ્લી વર્કઆઉટ લંડન.'
2 / 6
આ સિવાય સારા અલી ખાન બીજા ફોટોમાં જીમની બહાર ઉભેલી જોવા મળે છે. સારા અલી ખાને ફોટો કોલાજ બનાવીને આ તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં સારા કલરફૂટ આઉટફિટમાં જોવા મળી રહી છે.
3 / 6
સારા અલી ખાન લંડનથી પોતાનું શૂટિંગ પૂરું કર્યા પછી સીધી પંજાબ ગઈ હતી. વહેલી સવારે સારા અલી ખાન અમૃતસર પહોંચી, જ્યાં તેણે સુવર્ણ મંદિરમાં માથું નમાવ્યું. સારાએ આ તસવીર ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર શેર કરી છે.
4 / 6
સારા અલી ખાને તેની કેટલીક લેટેસ્ટ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે, જેમાં તેનો ખૂબ જ ગ્લેમરસ અવતાર જોવા મળી રહ્યો છે. આ તસવીરોમાં સારા શિમરી વ્હાઈટ આઉટફિટ પહેરીને અદભૂત પોઝ આપતી જોવા મળે છે.
5 / 6
ચેટ શો દરમિયાન જાન્હવી કપૂર પણ સારા સાથે હતી. શો દરમિયાન સારા અલી ખાને સાઉથના સુપરસ્ટાર વિજય દેવરાકોંડાને પોતાના ક્રશ વિશે જણાવ્યો હતો.