Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

5થી વધારે ક્રિમિનલ કેસ, ચોરી અને લૂંટનો આરોપી..સલમાનના ઘર પર ફાયરિંગ કરનાર “કાલુ” કોણ છે? જાણો તેની ક્રાઈમ કુંડળી

બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનને હંમેશા ધમકીઓ મળતી રહે છે. પરંતુ આ વખતે મામલો હદ વટાવી ગયો હતો. આ વખતે સલમાન ખાનના ઘરે ફાયરિંગ કરવામાં આવ્યું હતું. સલમાનના ઘર પાસે બે બાઇક સવારોએ અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. હવે એક આરોપીની ઓળખ થઈ ગઈ છે.

| Updated on: Apr 15, 2024 | 12:38 PM
બોલિવૂડના દબંગ સલમાન ખાનના ચાહકોની કોઈ કમી નથી.સુપરસ્ટારનું વર્ચસ્વ દરેક જગ્યાએ દેખાઈ રહ્યું છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી સલમાન જૂના વિવાદને કારણે મુશ્કેલીમાં મુકાઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. તેને વારંવાર ધમકીઓ મળી રહી છે. ગઈકાલે જ વહેલી સવારે  તેમના ઘરે ગોળીબાર કરવામાં આવ્યો હતો અને લોરેન્સ બિશ્નોઈ ગેંગે તેની જવાબદારી લીધી હતી. ત્યારથી દરેક સતર્ક છે. ત્યારે તેના ઘર પર ફાયરિંગ કરનાર માંથી એકની ક્રાઈમ કુંડળી સામે આવી છે.

1 / 6
આ કેસની તપાસ ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી છે અને તપાસ ઝડપથી કરવામાં આવી રહી છે. સલમાનના ઘરની બહાર ફાયરિંગ કરનારા બે લોકોમાંથી એકની ઓળખ થઈ ગઈ છે. જેનું નામ કાલુ ઉર્ફે વિશાલ હોવાનું જણાય રહ્યું છે.

2 / 6
 વિશાલ ગુરુગ્રામનો રહેવાસી છે અને તેણે 10મા સુધી અભ્યાસ કર્યો છે. કાલુ પણ ગુનાનો ઈતિહાસ ધરાવે છે અને તેની સામે 5થી વધુ ગુનાહિત કેસ નોંધાયેલા છે. દેશની રાજધાની દિલ્હીમાં પણ એક કેસ નોંધાયેલ છે.

3 / 6
કાલુ સામે નોંધાયેલા કેસમાં ફાયરિંગ અને બાઇક ચોરીના 5 કેસ છે. કાલુ વિરુદ્ધ ગુરુગ્રામમાં પણ કેસ નોંધવામાં આવ્યો છે. કાલુના તાજેતરના ગુનાની વાત કરીએ તો તેણે લોરેન્સ બિશ્નોઈની સૂચના પર હરિયાણાના રોહતકમાં એક વેપારીની હત્યા કરી હતી. આ ઘટના સીસીટીવીમાં પણ રેકોર્ડ થઈ ગઈ હતી અને ગોળી ચલાવતી વખતે કાલુની ઓળખ થઈ હતી. આ સિવાય કાલુ પર હરિયાણાના એક વિસ્તારમાં લૂંટનો પણ આરોપ છે. કહેવાય છે કે  કાલુ વિદેશમાં સ્થિત ગેંગસ્ટર રોહિત ગોદારા માટે કામ કરે છે. તેણે રોહિતની સલાહ પર જ સચિનની હત્યા કરી હતી.

4 / 6
સલમાન ખાનના ખબર અંતર જાણવા ગઈકાલે સાંજે ઘણા ચાહકો તેના ઘરની બાહર આવી ગયા હતા  આ સાથે ફેમિલી તેમજ ફ્રેન્ડસ પણ સલમાનને મળવા પહોચ્યાં હતા. આ મામલે સુપરસ્ટારની તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી પરંતુ સલમાનના પિતા સલીમ ખાને કહ્યું છે કે ગભરાવાની જરૂર નથી.

5 / 6
સલમાનની પાછળ કેમ પડ્યો છે લોરેન્સ બિસનોઈ તે જણાવીએ તો  રાજસ્થાનમાં 1998માં કાળા હરણના શિકારની ઘટના બાદ સલીમ ખાન અને સલમાન ખાનને લોરેન્સ બિશ્નોઈ ગેંગ તરફથી ઘણી જાનથી મારી નાખવાની ધમકીઓ મળી છે.

6 / 6
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">