દીકરીઓઅભિનેત્રી, કેન્સર જેવી બીમારીને હરાવનાર અભિનેતાની પહેલી પત્નીનું થયું નિધન
અભિનેતા, દિગ્દર્શક અને ફિલ્મ નિર્માતા મહેશ માંજરેકર 67 વર્ષના છે. મલ્ટીટેલેન્ટેડ અભિનેતા, દિગ્દર્શક અને નિર્માતાની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફ ખુબ ઉતાર ચઢાવ ભરી રહી છે. તો આજે મહેશ માંજરેકરના પરિવાર વિશે જાણીએ.

મહેશ માંજરેકરનો જન્મ 16 ઓગસ્ટ 1958ના રોજ બોમ્બેમાં થયો હતો. મહેશ માંજરેકર એક ભારતીય અભિનેતા, ફિલ્મ દિગ્દર્શક, પટકથા લેખક અને નિર્માતા છે જે મુખ્યત્વે હિન્દી ફિલ્મોમાં, મરાઠી અને તેલુગુ ફિલ્મોમાં કામ કરે છે.

અભિનેતાએ મરાઠીમાં શ્રેષ્ઠ ફીચર ફિલ્મનો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર અને બે સ્ટાર સ્ક્રીન એવોર્ડ જીત્યા છે. તેઓ 2018થી રિયાલિટી શો, બિગ બોસ મરાઠીના હોસ્ટ પણ છે

મહેશ માંજરેકરના પરિવાર અને પર્સનલ લાઈફ વિશે જાણો

મહેશ માંજરેકરે દીપા મહેતા સાથે પહેલા લગ્ન કર્યા હતા, જે એક કોસ્ચ્યુમ ડિઝાઇનર હતી, આનાથી તેમને બે બાળકો છે, સત્યા અને અશ્વમી છે.થોડા સમય બાદ બંન્નેના છૂટાછેડા થયા હતા.

ત્યારબાદ મહેશ માંજરેકરે મેધા માંજરેકર સાથે લગ્ન કર્યા. તેમને એક પુત્રી, સાઈ માંજરેકર છે, જે એક અભિનેત્રી છે. મેધાના પહેલા પતિથી ગૌરી ઇંગાવલેથી એક સાવકી પુત્રી છે જે એક અભિનેત્રી પણ છે.

મહેશ માંજરેકર બોલિવૂડની સાથે મરાઠી સિનેમા અને થિયેટરમાં પણ ખૂબ સક્રિય છે. તેમણે 1992માં મરાઠી ફિલ્મ 'જીવા સખા'થી અભિનયની શરૂઆત કરી હતી. ત્યારબાદ તેમણે અનેક હિન્દી અને મરાઠી ફિલ્મોમાં યાદગાર ભૂમિકાઓ ભજવી છે. આજની પેઢી તેમને સલમાનની ફિલ્મ 'વોન્ટેડ'થી ઓળખે છે.

મહેશે પોતાની કારકિર્દીમાં ઘણી અદ્ભુત ફિલ્મોનું નિર્દેશન પણ કર્યું હતું. જેમાં 'વાસ્તવ', 'અસ્તિત્વ', 'વિરુદ્ધ' અને 'ફેમિલી કમ ફર્સ્ટ'નો સમાવેશ થાય છે.

મહેશ માંજરેકર મલ્ટી ટેલેન્ટેડ અભિનેતા છે. તેઓ નિર્માતા-દિગ્દર્શક હોવાની સાથે સાથે અભિનેતા પણ છે. આ ઉપરાંત તેઓ સિંગર અને લેખનમાં પણ નિપુણ છે. તેમણે પડદા પર મોટાભાગે વિલનની ભૂમિકાઓ ભજવી છે.

મહેશ માંજરેકરે સંજય દત્ત સાથે ફિલ્મ 'વાસ્તવ' થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. તેમણે આ ફિલ્મનું દિગ્દર્શન કર્યું હતું. આ ઉપરાંત તેમણે તેમાં મહત્વપૂર્ણ ભૂમિકા પણ ભજવી હતી. 'વાસ્તવ' સંજય દત્તના કરિયરની સૌથી મોટી ફિલ્મોમાંની એક છે.

મહેશ માંજરેકરે પણ રાજકારણમાં પોતાનું નસીબ અજમાવ્યું છે. મહેશ માંજરેકર 2014ની લોકસભા ચૂંટણીમાં મુંબઈ ઉત્તર પશ્ચિમથી MNS ઉમેદવાર હતા. જોકે, તેઓ શિવસેનાના ગજાનન કીર્તિકર સામે હારી ગયા હતા.

મહેશ માંજરેકરે અનેક ટીવી શો પણ કર્યા છે. તેમણે 'બિગ બોસ મરાઠી'ની ઘણી સીઝન હોસ્ટ કરી છે. તેમણે અનેક રાષ્ટ્રીય પુરસ્કારો પણ જીત્યા છે.

મહેશ માંજરેકરના પર્સનલ લાઈફની વાત કરીએ તો, તેમણે કોસ્ચ્યુમ ડિઝાઇનર દીપા મહેતા સાથે લગ્ન કર્યા હતા. આ દંપતીને બે બાળકો હતા,સત્યા અને અશ્વમી.

જોકે, 1995 માં આ દંપતીના છૂટાછેડા થયા. આ પછી મહેશ માંજરેકરે મેધા માંજરેકર સાથે લગ્ન કર્યા. તેમને એક પુત્રી, સાઈ માંજરેકર છે. સાઈ એક અભિનેત્રી પણ છે.

કેન્સર સર્જરી કરાવ્યા પછી, તેમણે લગભગ 2 મહિના પછી જાહેરાત કરી કે તેઓ હવે કેન્સર મુક્ત છે.

મહેશ માંજરેકરની વિલનની ભૂમિકા ચાહકોને ખૂબ ગમે છે.
તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો
