શું હાર્દિક પંડ્યાએ 7 વર્ષ નાની ગર્લફ્રેન્ડ માહિકા શર્મા સાથે ચુપચાપ સગાઈ કરી , જુઓ ફોટો
શું હાર્દિક પંડ્યાએ તેની ગર્લફ્રેન્ડ માહિકા શર્મા સાથે ચુપચાપ સગાઈ કરી લીધી હતી, જે તેના કરતા સાત વર્ષ નાની છે? એક રોમેન્ટિક ફોટોમાં કંઈક એવું ખુલ્યું છે જેના પર લોકો કોમેન્ટ કરી રહ્યા છે.

હાર્દિક પંડ્યા હાલમાં ચર્ચામાં છે આ ચર્ચા તેની રમતને લઈ નહી પરંતુ તેની લવ લાઈફને લઈ થઈ રહી છે. હાર્દિક પંડ્યા અને તેની ગર્લફ્રેન્ડના ફોટો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યા છે.

હાલમાં હાર્દિક પંડ્યાએ સોશિયલ મીડિયા પર કેટલાક ફોટો અને વીડિયો શેર કર્યા હતા. જેમાં તેમણે રોમેન્ટિક ફોટો પણ પોસ્ટ કર્યા હતા. ત્યારથી માહિકા શર્મા અને હાર્દિક પંડ્યાના અફેરની ચર્ચા થઈ રહી છે.

આ ફોટોમાં એક ખાસ વસ્તુ જોવા મળી હતી. જેના પર લોકોની નજર ગઈ હતી. લોકો હવે માત્ર એક સવાલ કરી રહ્યા છે કે, હાર્દિક પંડ્યા અને માહિકા શર્માએ સગાઈ કરી લીધી છે.

કારણ કે, હાર્દિક પંડ્યા અને માહિકા શર્મા પુજા કરતા જોવા મળ્યા હતા. આ દરમિયાન માહિકા શર્માની હાથની આંગળીમાં ડાયમંડ રિંગ જોવા મળી હતી.

જેનાથી લોકો બંન્નેએ ચુપચાપ સગાઈ કરી છે. તેની ચર્ચા કરી રહ્યા છે. તેમજ બંન્ને કુર્તા પાયજામાં જોવા મળ્યા હતા.ધાર્મિક રીતિરીવાજ કરતા જોવા મળી રહ્યા છે.

પરંતુ બંન્નેએ અત્યારસુધી આ મામલે કોઈ અધિકારિક નિવેદન આપ્યું નથી.હાર્દિક પંડ્યાનો રોમાન્સ તેની ભૂતપૂર્વ પત્ની નતાશા સ્ટેનકોવિકથી અલગ થયા પછી શરૂ થયો હતો. હાર્દિક અને નતાશાના લગ્ન ચાર વર્ષ થયા હતા અને તેમને એક પુત્ર અગસ્ત્ય છે.
20 કરોડની ઘડિયાળ પહેરી પ્રેક્ટિસ કરતા હાર્દિક પંડ્યાનો આવો છે પરિવાર અહી ક્લિક કરો
