20 કરોડની ઘડિયાળ પહેરી પ્રેક્ટિસ કરતા હાર્દિક પંડ્યાનો આવો છે પરિવાર
આજે ભારતીય ક્રિકેટ ટીમનો ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા (Hardik Pandya)ને ચાહકો હાર્દિકને કુંગ ફુ પંડ્યા પણ કહે છે. આઈપીએલમાં હાર્દિક પંડ્યા મુંબઈ ટીમનો કેપ્ટન છે. તો આજે આપણે હાર્દિક પંડ્યાના પરિવાર વિશે જાણીએ

હાર્દિક પંડ્યા (Hardik Pandya)નો જન્મ 11 ઓક્ટોબર 1993ના રોજ ગુજરાતમાં થયો હતો. તેમના પિતા હિમાંશુ પંડ્યા એક નાનો કાર ફાયનાન્સ બિઝનેસ ચલાવતા હતા અને માતા નલિની પંડ્યા ગૃહિણી છે. તેનો ભાઈ કૃણાલ પંડ્યા ટીમ ઈન્ડિયાનો સ્ટાર ખેલાડી અને લખનૌ સુપર જાયન્ટ્સનો વાઇસ કેપ્ટન છે. બંને ભાઈઓને નાનપણથી જ ક્રિકેટ રમવાનો ખૂબ જ શોખ હતો.

ટીમ ઈન્ડિયાનો સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ગુજરાતનો રહેવાસી છે. તેણે નાનપણથી જ ક્રિકેટ રમવાનું શરૂ કરી દીધું હતું. પહેલા માત્ર તેનો મોટો ભાઈ કૃણાલ પંડ્યા જ ક્રિકેટ રમતો હતો, ત્યારબાદ કોચની સલાહ પર હાર્દિકે પણ તેની ટ્રેનિંગ શરૂ કરી હતી. આજે બંન્ને ભાઈ ક્રિકેટ સ્ટાર છે.

લોકડાઉન દરમિયાન હાર્દિક પંડ્યાએ વર્ષ 2020માં સર્બિયન મોડલ નતાશા સ્ટેનકોવિક સાથે લગ્ન કર્યા હતા. બંનેને અગસ્ત્ય નામનો પુત્ર પણ છે. નતાસા સર્બિયન અભિનેત્રી, મોડલ અને ડાન્સર છે. તે છેલ્લા કેટલાક સમયથી મુંબઈમાં રહે છે. તેણે પ્રકાશ ઝાની ફિલ્મ 'સત્યાગ્રહ'થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. ત્યારબાદ 2022માં એક પુત્રને જન્મ આપ્યો હતો.

નતાશા હાર્દિકને ખૂબ જ પ્રેમ કરે છે અને તેમની રોમેન્ટિક કેમિસ્ટ્રી તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર સ્પષ્ટ દેખાય છે.એટલું જ નહીં, નતાશાનું હાર્દિકના પરિવાર સાથે પણ ખૂબ જ સારું બોન્ડિંગ છે. તેમના ફેમિલી ફોટો પરથી સ્પષ્ટ થાય છે કે નતાશા અને હાર્દિકનો પરિવાર કેટલો સુંદર છે.

નતાશા હાર્દિકને ખૂબ જ પ્રેમ કરે છે અને તેમની રોમેન્ટિક કેમિસ્ટ્રી તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર સ્પષ્ટ દેખાય છે.એટલું જ નહીં, નતાશાનું હાર્દિકના પરિવાર સાથે પણ ખૂબ જ સારું બોન્ડિંગ છે. તેમના ફેમિલી ફોટો પરથી સ્પષ્ટ થાય છે કે નતાશા અને હાર્દિકનો પરિવાર કેટલો સુંદર છે.

આઈપીએલ મુંબઈમાં વર્ષો સુધી પોતાના પ્રદર્શનથી મેચો જીતનાર હાર્દિકે જ્યારે ગુજરાત જાયન્ટ્સનું સુકાન સંભાળ્યું ત્યારે અનેક સવાલો ઉઠ્યા હતા કે શું તે પહેલીવાર આ જવાબદારીમાં ફિટ થઈ શકશે? પરંતુ તેણે માત્ર આ જવાબદારીમાં ફિટ જ નહી પરંતુ કેપ્ટન તરીકે ટીમને ચેમ્પિયન પણ બનાવી અને ગુજરાતને એક જ સિઝનમાં ચેન્નાઈ અને મુંબઈ જેવી ટીમોની બરાબરી પર લાવી દીધી છે. જેના સૌ કોઈ વખાણ કરી રહ્યા છે. હાર્દિક પંડ્યાનો ભાઈ કૃણાલ પંડ્યા પણ આઈપીએલમાં રમે છે.

ટીમ ઈન્ડિયાના સ્ટાર ક્રિકેટર હાર્દિક પંડ્યાનો ભાઈ કૃણાલ પંડ્યા છે. હાર્દિકની ભાભી પંખુરી શર્મા સ્ટાઈલ અને ગ્લેમરની બાબતમાં અન્ય ક્રિકેટર પત્ની કરતા ઓછી નથી.

ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા અને અભિનેત્રી નતાશા સ્ટેનકોવિકના છૂટાછેડા થઈ ગયા છે. હાર્દિક પંડ્યાએ સોશિયલ મીડિયા પર આ ચોંકાવનારા સમાચાર જાહેર કર્યા હતા. એક દિવસમાં હાર્દિક પંડયાને બે ઝટકા લાગ્યા છે.

હાર્દિકે કહ્યું કે છૂટાછેડાનો નિર્ણય ખૂબ જ મુશ્કેલ હતો કારણ કે તેઓએ એકસાથે ખુશીઓ વહેંચી હતી, સારા અને ખરાબ સમયમાં એકબીજાને સાથ આપ્યો હતો, તેઓ એક પરિવાર હતા.
તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો
