અનન્યા પાંડેએ શેર કર્યો ‘કોકા કોકા’નો બોલ્ડ લુક, જુઓ તસવીરો
અનન્યા પાંડે (Ananya Panday) આ દિવસોમાં ફિલ્મ લાઈગરનું જોરદાર પ્રમોશન કરી રહી છે. આ ફિલ્મ 25 ઓગસ્ટે થિયેટરોમાં રિલીઝ થઈ રહી છે.


એક્ટ્રેસ અનન્યા પાંડે આ સમયે ઘણી ચર્ચામાં છે. તેનું એક ખાસ કારણ છે તેની એક પછી એક ફિલ્મો રિલીઝ થઈ રહી છે. અનન્યા પાંડે સાઉથના દિગ્ગજ એક્ટર વિજય દેવરકોંડા સાથે સ્ક્રીન શેર કરતી જોવા મળશે.

એક્ટ્રેસના સિઝલિંગ પર્ફોર્મન્સના પણ દરેક લોકો દિવાના છે. આવી પરિસ્થિતિમાં લગભગ દરરોજ અનન્યાનો નવો અને બોલ્ડ લુક જોવા મળે છે. હવે ફરીથી અભિનેત્રીએ પોતાના લેટેસ્ટ લુકથી ફેન્સના દિલની ધડકન વધારી દીધી છે.

અનન્યા આ તસવીરોમાં મરૂન કલરના આઉટફિટમાં જોવા મળી રહી છે. બ્રાઉનિશ સ્મોકી મેક-અપ સાથે એક્ટ્રેસે મેટાલિક ઇયરિંગ્સ અને નોઝરિંગ્સ પહેરી હતી. આ લુકમાં અનન્યા તેની અપકમિંગ ફિલ્મ 'લાઈગર'ના ગીત 'કોકા કોકા'માં જોવા મળી રહી છે.

આ લુકમાં તે ખૂબ જ અલગ અને હોટ લાગી રહી છે. અનન્યાના આ અદાઓના ફેન્સ દિવાના થઈ ગયા છે. લોકો તેના વખાણ કરવા ઘણી કોમેન્ટ કરવા લાગ્યા છે.

તેની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'લાઈગર' 25 ઓગસ્ટે થિયેટરોમાં રિલીઝ થવા જઈ રહી છે. આ પછી તે 'ખો ગયે હમ કહાં' નામની ફિલ્મમાં પણ જોવા મળવાની છે.

































































