Business Idea: માત્ર ₹1 લાખના રોકાણથી મેળવો 2X નફો એ પણ દર મહિને
આજકાલ મોટરસાયકલ અને સ્કૂટર વાપરનારાઓની સંખ્યા સતત વધી રહી છે. પરિણામે, ટૂ-વ્હીલર રિપેર અને સર્વિસ સેન્ટર શરૂ કરવું એક લાભદાયી વ્યવસાય બની રહ્યો છે.

આ વ્યવસાય શરૂ કરવા માટે તમારે 200-400 સ્ક્વેર ફૂટ જેટલી જગ્યાની જરૂર પડશે. બીજું કે, જૅક, એર કમ્પ્રેસર, ઓઈલ ચેન્જ કિટ, ટૂલ કિટ, બેટરી ટેસ્ટર વગેરે તમારી પાસે ઉપલબ્ધ હોવું જોઈએ.

આ બિઝનેસમાં શરૂઆતમાં ઓછામાં ઓછા બે માણસોની જરૂર પડે છે. ટૂંકમાં કહીએ તો, એક મેકનિક અને એક હેલ્પર એમ બે માણસો સાથે રાખવા જોઈએ.

આ બિઝનેસમાં આશરે ₹1.5 લાખથી ₹3 લાખ સુધીનું રોકાણ કરવું પડી શકે છે. જેમાં સાધનો, જગ્યાનું ભાડું અને ફર્નિચરનો ખર્ચ પણ આવી જાય છે.

તમે આ બિઝનેસમાં આરામથી દર મહિને ₹30,000 થી ₹70,000 સુધીનો નફો મેળવી શકો છો. બિઝનેસ શરૂ કરવા માટે ગુમાસ્તા લાયસન્સ, દુકાનનું ભાડાનામું કે માલિકી, દસ્તાવેજ, પાનકાર્ડ, આધારકાર્ડ અને GST રજીસ્ટ્રેશનની પણ જરૂર પડે છે.

આજના સમયમાં માર્કેટિંગ માટે Google Business, WhatsApp સ્ટેટસ, Instagram જેવા ઓનલાઈન પ્લેટફોર્મ ખૂબ ઉપયોગી છે. આ સાથે સાથે ફ્લાયર અને પોસ્ટર પણ સારી અસર કરે છે.

જો તમે ગ્રાહકોને સીઝનલ ઑફર, ડિસ્કાઉન્ટ અને વિશ્વસનીય સેવા આપશો તો તમારા બિઝનેસની ઓળખ ઝડપથી વધી શકે છે.

જો તમને ટૂ-વ્હીલર રિપેરિંગ બિઝનેસમાં રસ હોય તો તમે ITI કોલેજો અને Government Skill Centresમાં ઓન-હેન્ડ ટ્રેનિંગ માટેના કોર્સ કરી શકો છો. આ સિવાય પ્રાઇવેટ ગેરેજથી પણ તમે ઓન-હેન્ડ ટ્રેનિંગ લઈ શકો છો.
બિઝનેસ આઈડિયા એટલે કે અપના કામ ફુલ આરામ, એ એક એવો ખ્યાલ છે, જેનો ઉપયોગ વ્યવસાયમાં નાણાકીય લાભ અથવા નફો મેળવવા માટે થઈ શકે છે. બિઝનેસ કે સ્ટાર્ટ અપને લગતા નવીન સમાચારો વિશે જાણવા માટે હમણાં જ અહીંયા ક્લિક કરો.
