Business Idea: ₹25,000ની મૂડીમાં એવી કમાણી કરો કે લોકો પુછે – શું કામ કરે છે ભાઈ?
અત્યારે ઠેર ઠેર જોશો તો ચાનો અને તેની સાથે નાસ્તાનો બિઝનેસ ખૂબ ધૂમ મચાવી રહ્યો છે. આ બિઝનેસ આમ તો નાનો કહેવાય પણ આમાં જે વળતર મળે છે એ જોરદાર છે. તો ચાલો જાણીએ, આ બિઝનેસ શરૂ કેમનો કરવો અને આમાં કેટલું રોકાણ છે.

ચા અને નાસ્તાનો બિઝનેસ આજે શહેરોમાં ખૂબ લોકપ્રિય બન્યો છે. આ બિઝનેસની શરૂઆત કરવા માટે કોઈ મોટા ઇન્ફ્રાસ્ટ્રક્ચર કે વધારે મૂડીની જરૂર પડતી નથી.

આ બિઝનેસમાં તમે સરેરાશ ₹20,000થી ₹30,000 જેટલી મૂડી લગાવી શકો છો. ચાનો સામાન, ગેસ સ્ટોવ, થર્મોસ, મમરા, ભજીયા, નાસ્તા પેકેટથી તમે બિઝનેસ શરૂ કરી શકો છો.

ઓફિસ એરિયા, કોલેજ નજીક કે બસ સ્ટેન્ડ પાસે તમે આ બિઝનેસ ગોઠવી શકો છો અને દિવસની ઓછામાં ઓછી 200-300 કપ જેટલી ચા વેચી શકો છો, આનાથી તમે અંદાજિત ₹1000-₹1500 કમાઈ શકો છો.

આ બિઝનેસમાં મહિને ₹25,000થી ₹40,000 જેટલું કમાઈ શકો છો. જો ગુણવત્તા અને સ્વાદ જાળવશો તો ગ્રાહકો વારંવાર તમારી સ્ટોલ પર આવશે.

તમારે આ બિઝનેસમાં માર્કેટિંગ માટે વધારે ખર્ચ કરવાની જરૂર નથી. શરુઆતમાં જ તમે વર્ડ ઓફ માઉથથી સારી ઓળખ મેળવી શકો છો. આ સિવાય ઇન્સ્ટાગ્રામ પર તમારા સ્ટોલના ફોટા મૂકવા, લોકલ ઈનફ્લુએન્સરને ચા પીવડાવી બિઝનેસ પ્રમોટ કરાવી શકો છો.

ડોક્યુમેન્ટની વાત કરીએ તો, સ્થાનિક મ્યુનિસિપલિટીમાંથી ‘ગુમાસ્તા લાઇસન્સ’ અથવા ટ્રેડ લાઇસન્સ લેવું જરૂરી છે. આ સાથે ફૂડ-રિલેટેડ વસ્તુઓ વેચતા હોવ તો FSSAI લાઇસન્સ મેળવવું જરૂરી છે.

સ્વચ્છતા અને હેલ્થ હાઇજીનનું ધ્યાન રાખશો તો બિઝનેસમાં ગ્રાહકોની લાઇન લાગશે. ટૂંકમાં, આ બિઝનેસ ઓછા રોકાણમાં શરૂ થઇ શકે તેમ છે અને સારું એવું વળતર આપી શકે છે.
બિઝનેસ આઈડિયા એટલે કે અપના કામ ફુલ આરામ, એ એક એવો ખ્યાલ છે, જેનો ઉપયોગ વ્યવસાયમાં નાણાકીય લાભ અથવા નફો મેળવવા માટે થઈ શકે છે. બિઝનેસ કે સ્ટાર્ટ અપને લગતા નવીન સમાચારો વિશે જાણવા માટે હમણાં જ અહીંયા ક્લિક કરો.
