મોદી સરકાર આવ્યા પછી 6 રુપિયાનો શેર 600 રુપિયાનો થયો, જાણો કઈ છે આ કંપની, જુઓ તસવીરો
ભારતની એક એવી કંપની છે જેના શેરનો ભાવ મોદી સરકારના આવ્યા પછી વધારો થયો છે. આ કંપનીનો 6 રુપિયાના ભાવનો શેર 600 રુપિયાનો થયો છે. જાણો શું છે કારણ

બોરોસિલ રિન્યુએબલ્સ એનર્જી લિમીટેડ ભારતની એક માત્ર એવી કંપની છે. જે સોલર પેનલમાં ઉપયોગમાં કરવામાં આવતા બલ્યુ લાઈટ ગ્રે કવર પર લગવવામાં આવતા ગ્લાસનું ઉત્પાદન કરે છે.

દેશમાં 2014માં મોદી સરકાર આવી ત્યારે આ શેરનો ભાવ 6.10 રુપિયા હતો. જેની 17.8.2024 શુક્રવારના રોજ માર્કેટ બંધ થયુ તેની કિંમત લગભગ 510 રુપિયાની જેટલી છે. 22 એપ્રિલ 2022ના રોજ શેરની કિંમત 780 રુપિયા સુધી પહોંચી હતી.

જો આપણે બોરોસિલ રિન્યુએબલ્સ એનર્જી લિમીટેડ કંપનીના 52 અઠવાડિયાનું હાઈ - લો જોવા જઈએ તો 669 રુપિયા તેની મહત્તમ કિંમત હતી. જ્યારે 391 રુપિયા તેની ન્યૂનતમ કિંમત હતી.

બોરોસિલ રિન્યુએબલ્સ એનર્જી લિમીટેડ કંપનીની 25 ટકા આવક નિકાસમાંથી થાય છે. મોટાભાગના આંતરરાષ્ટ્રીય ગ્રાહકો પશ્ચિમ યુરોપ અને તુર્કીના છે. એટલુ જ નહીં ભારતમાં રુફ ટોપ સ્કીમના પગલે કંપનીને ફાયદો થયો છે.

બોરોસિલ રિન્યુએબલ્સ એનર્જી લિમીટેડ કંપનીએ છેલ્લા પાંચ વર્ષમાં 7.5 ગણી વૃદ્ધિ કરી છે, જે 2018માં 180 ટન પ્રતિ દિવસની ઉત્પાદન ક્ષમતા હતી. તે 2023માં (જર્મન એક્વિઝિશન સહિત) પ્રતિ દિવસ 1350 ટન થઈ ગઈ છે.ઉત્પાદન સુવિધા ભરૂચ ગુજરાત ખાતે 100 એકરથી વધુ વિસ્તારમાં ફેલાયેલી છે, જેમાં 1000 ટન પ્રતિ દિવસ (TPD) સોલાર ગ્લાસ ઉત્પાદન અને પ્રોસેસિંગ ક્ષમતા છે, જે વાર્ષિક ~ 6.5 GW ની સમકક્ષ છે.

નોંધ: અહીં આપેલી માહિતી માત્ર જાણકારીના હેતુથી આપવામાં આવી છે, અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે બજારમાં રોકાણ બજારના જોખમોને આધીન છે. આથી રોકાણકાર કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો.Tv9 ગુજરાતી ક્યારેય કોઈને રોકાણ સંબંધીત સલાહ આપતું નથી.
