Train General Ticket Booking : રેલવે સ્ટેશન પર લાઇનમાં ઊભા રહ્યા વગર આ બે રીતે બુક થશે જનરલ ટિકિટ, જાણો
પશ્ચિમ રેલવેએ યાત્રીઓ માટે ટિકિટ બુકિંગ સરળ બનાવ્યું છે. UTS મોબાઇલ એપ અને ATVM મશીનો દ્વારા યાત્રા, સીઝન અને પ્લેટફોર્મ ટિકિટો સરળતાથી બુક કરી શકાય છે.

યૂટીએસ એપ અને એટીવીએમ મારફતે ટિકિટ લેવી હવે વધુ સરળ થઈ ગઈ છે. હવે યાત્રીઓને અનરિઝર્વ્ડ ટિકિટ માટે લાંબી લાઈનોમાં ઊભા રહેવાની જરૂર નથી. પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે યાત્રીઓની સુવિધાને ધ્યાનમાં રાખી આ બુકિંગ પ્રોસેસને વધુ સુગમ બનાવી છે.

રેલવે યાત્રીઓને બે આધુનિક માધ્યમો આપી રહી છે – યૂટીએસ મોબાઈલ એપ (UTS App) અને ઑટોમેટિક ટિકિટ વિતરણ મશીન (ATVM). આ બંને માધ્યમોથી યાત્રી પોતે ટિકિટ બુક કરી શકે છે, જેનાથી સમય અને પૈસાની બચત થાય છે.

યૂટીએસ એપ (UTS App) ની વિશેષતાઓ: યાત્રીઓ પોતાના મોબાઈલથી ઘેર બેઠા જ ટિકિટ બુક કરી શકે છે. યાત્રા ટિકિટ, સીઝન ટિકિટ તથા પ્લેટફોર્મ ટિકિટની સુવિધા ઉપલબ્ધ છે. ચુકવણી માટે UPI, ડેબિટ/ક્રેડિટ કાર્ડ અને R-Walletનો વિકલ્પ ઉપલબ્ધ છે, જ્યારે R-Wallet રિચાર્જ પર 3% બોનસ રકમ મળે છે. ટિકિટ પેપરલેસ હોવાથી પર્યાવરણને અનુકૂળ છે, અને લાઈનમાં ઊભા રહેવાની જરૂર નથી.

એટીવીએમ (ATVM) ની વિશેષતાઓ: યાત્રીઓ સ્ટેશન પર આવેલા ATVM મશીનથી પોતે ટિકિટ બુક કરી શકે છે. અહીં પણ યાત્રા ટિકિટ, સીઝન ટિકિટ અને પ્લેટફોર્મ ટિકિટ ઉપલબ્ધ છે. ચુકવણી માટે UPI QR કોડ અને રેલવે સ્માર્ટ કાર્ડનો ઉપયોગ કરી શકાય છે, અને રિચાર્જ પર 3% બોનસ મળે છે. આથી યાત્રીઓને લાઈનોમાં ઊભા રહેવું જરૂરી નથી અને સમય-પૈસાની બચત થાય છે.

પશ્ચિમ રેલવે યાત્રીઓને આ આધુનિક સુવિધાઓનો ઉપયોગ કરવા માટે પ્રોત્સાહિત કરે છે. યૂટીએસ એપ અને ATVM મારફતે ટિકિટ બુક કરીને યાત્રીઓ ફક્ત સમય જ બચાવે નહીં, પરંતુ ડિજિટલ ઈન્ડિયા અભિયાનમાં પણ સહભાગી બની શકે છે અને પોતાની યાત્રાને સરળ અને સુવિધાજનક બનાવી શકે છે.
Railway Rules : ટ્રેનમાં Upper Berth માં મુસાફરી કરતાં હોવ તો આ નિયમ જાણી લેજો, થશે ફાયદો
