Vastu Tips: ઘરમાં વારંવાર કંકાસ થાય છે? આર્થિક સ્થિતિ નબળી રહે છે? તો પછી આટલું કામ અવશ્ય કરો
વાસ્તુશાસ્ત્ર અનુસાર, ઘરમાં સુખ-શાંતિ અને ખુશહાલી લાવવી હોય તો કેટલાક અસરકારક ઉપાયો જરૂરથી કરવા જોઈએ. વાસ્તુ ઉપાયો કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા, પરિવારમાં ખુશી, નાણાકીય લાભ અને માનસિક શાંતિ બની રહે છે.

આજના સમયમાં દરેક વ્યક્તિ પોતાના જીવનમાં અને ઘરમાં સુખ, સમૃદ્ધિ તેમજ સુખાકારી ઇચ્છે છે. એવામાં નાના નાના વાસ્તુ ઉપાયો અપનાવીને ઘર અને જીવનમાં સકારાત્મક ઉર્જા વધારી શકાય છે.

વાસ્તુશાસ્ત્રમાં ઘણા સરળ અને અસરકારક ઉપાયો આપવામાં આવ્યા છે, જેને અપનાવવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા જ નહીં પરંતુ આર્થિક સ્થિતિ સુધરે છે અને પારિવારિક સુખ પણ વધે છે.

ઘરને હંમેશા સ્વચ્છ રાખો: સકારાત્મક ઉર્જા મેળવવા માટે અથવા તો જાળવવા માટે ઘરની સાફ-સફાઇ કરવી જરૂરી છે. પલંગમાં અને તેની નીચે ગંદકી ન હોય તેનું ખાસ ધ્યાન રાખો. ગંદકીથી માત્ર નકારાત્મક ઉર્જા જ નથી ફેલાતી પરંતુ પરિવારના સભ્યોના સ્વાસ્થ્ય પર અને માનસિક શાંતિ પર ઊંડી અસર જોવા મળે છે. વસ્તુઓને યોગ્ય જગ્યાએ રાખો અને ઘરને હંમેશા સ્વચ્છ રાખો.

અગ્નિ ખૂણામાં દેવી લક્ષ્મીની પૂજા: ઘરના અગ્નિ ખૂણામાં (રસોડા કે પૂજા સ્થળ પાસે) લક્ષ્મી માતાનો ફોટો લગાવો. બીજું કે, ત્યાં ચોખા રાખવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને ઘરમાં સુખ-સમૃદ્ધિના દ્વાર ખુલી જાય છે.

ઘરમાં મોરપીંછ રાખવાથી: વાસ્તુ અનુસાર, ઘરમાં 11 મોરપીંછ લાવીને દક્ષિણ-પશ્ચિમ દિશામાં માટીના વાસણમાં મૂકી રાખો. આનાથી ઘરમાં ધન, સમૃદ્ધિ અને સુખ વધે છે.

બ્રહ્મસ્થાનમાં મંત્રોનો જાપ કરો: ઘરના બ્રહ્મસ્થાનમાં દરરોજ 'ૐ' નો જાપ કરો અથવા તેના સંબંધિત મંત્રનો જાપ કરો. આનાથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે અને માનસિક શાંતિ જળવાઈ રહે છે.

ઉત્તર-પૂર્વ ખૂણામાં ચાંદીના વાસણ: ઉત્તર-પૂર્વ ખૂણામાં ચાંદીના વાસણ રાખો અને તેને ચોખાથી ભરો. આમ કરવાથી દેવી લક્ષ્મી તમારા ઘરમાં વસે છે અને ધન તેમજ સમૃદ્ધિમાં વધારો થાય છે.

નકારાત્મક ઉર્જાથી બચવું: ઉત્તર-પશ્ચિમ દિશામાં કાચના વાસણમાં ઈલાયચી, લવિંગ, આખા તજ અને સોપારી રાખો. આ ઉપાય ઘરમાં સકારાત્મક ઉર્જા વધારવામાં અને નકારાત્મક ઉર્જાથી બચવામાં મદદ કરે છે.
ડિસ્ક્લેમર: આ લેખ સામાન્ય માહિતી પર આધારિત છે. TV9 Gujarati કોઈપણ રીતે આની પુષ્ટિ કરતું નથી.
વાસ્તુશાસ્ત્ર એ પ્રકૃતિ અને ઉર્જાના નિયમો પર આધારિત ભારતીય સંસ્કૃતિનું એક પ્રાચીન વિજ્ઞાન છે, જેને મોટાભાગના હિંદુ ધર્મોમાં લોકો ઘર બનાવતી વખતે અથવા ઘરમાં વસ્તુઓ ગોઠવતી વખતે ધ્યાનમાં રાખવામાં આવે છે. વાસ્તુશાસ્ત્રની વધુ સ્ટોરી વાંચવા આ ટોપિકને ફોલો કરતા રહો.
