Ram Temple Consecration Live Streaming: ઘરે બેઠા જ કરી શકાશે અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના દર્શન, અહીં જોવા મળશે જીવંત પ્રસારણ
અયોધ્યામાં 22 જાન્યુઆરીના રોજ રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે. જેના પગલે દેશભરમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.પરંતુ મોટા ભાગના લોકોના મનનમાં પ્રશ્નએ થાય છે કે આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ ક્યાં જોવા મળશે.

રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમની ઐતિહાસિક ક્ષણોને કેદ કરવા માટે અને દેશના પ્રત્યેક નાગરિકો સુધી તેનુ લાઈવ પ્રસારણ કરવાની જવાબદારી દૂરદર્શનને આપવામાં આવી છે. સૂત્રો અનુસાર આ કાર્યક્રમનું લાઈવ કવરેજ કરવા માટે અયોધ્યામાં રામ મંદિર પરિસરમાં વિવિધ સ્થળો પર કેમેરા લગાવવામાં આવશે. રામ મંદિર પરિસરમાં દૂરદર્શન દ્વારા 40 થી વધારે કેમેરા લગાવવામાં આવશે. જેનું લાઈવ પ્રસારણ 4k અત્યાધુનિક ટેકનોલોજી દ્વારા કરવામાં આવશે.

અયોધ્યામાં રામ મંદિર પરિસર ઉપરાંત સરયુ ઘાટ નજીક પણ કેમેરા ગોઠવવામાં આવશે. જેમાં રામ કી પૈડી,કુબેર ટીલામાં આવેલી જટાયુ પ્રતિમા અને અન્ય સ્થળોએથી પણ વિવિધ ચેનલો પર લાઈવ પ્રસારણ કરવામાં આવશે.માહિતી અને પ્રસારણ મંત્રાલયના સચિવ અપૂર્વ ચંદ્રાએ પીટીઆઈને જણાવ્યું કે ખાનગી ચેનલોને પણ દૂરદર્શન દ્વારા ફીડ આપવામાં આવશે. જે રીતે G20માં 4K દ્વારા વિવિધ ચેનલો પર અને વિવિધ ભાષામાં લાઈવ પ્રસારણ કરવામાં આવ્યુ હતુ. તે જ પ્રમાણે પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરવામાં આવશે.

માહિતી અને પ્રસારણ મંત્રાલયના સચિવ અપૂર્વ ચંદ્રાએ જણાવ્યુ કે 4K ટેક્નોલોજી દ્વારા ખૂબ જ સ્પષ્ટ અને સારું લાઈવ ટેલિકાસ્ટ થાય છે. તેમજ વિઝ્યુઅલ ગુણવત્તા વધે છે.

ઉત્તર પ્રદેશ સરકાર અને અયોધ્યા પ્રશાસને રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠઆને લઈને તમામ તૈયારીઓ કરી લીધી છે.માહિતી અને પ્રસારણ વિભાગના સચિવએ કહ્યું કે સમગ્ર ડીડી ટીમ કે જેઓ અભિષેક સમારોહના દિવસે અયોધ્યામાં હશે. અઠવાડિયાની શરૂઆતમાં કવરેજ માટેની તૈયારીઓનો સ્ટોક લેવા માટે અયોધ્યાની મુલાકાત લીધી હતી.

રામ મંદિરમાં 22 જાન્યુઆરીએ ભક્તો માટે પ્રવેશ નિષેધ હોવાથી પ્રાણ પ્રતિષ્ઠા અને અન્યકાર્યક્રમો જોવા માટે આતુર છે. જ્યારે 23 જાન્યુઆરીના રોજ ભક્તો માટે મંદિર ખુલ્લુ મુકવામાં આવશે.
