જીકે ક્વિઝ : આ દેશોમાં એક્ઝિટ પોલ પર છે પ્રતિબંધ, મીડિયા ચૂંટણી પરિણામોનું નથી લગાવી શકતું અનુમાન
દેશમાં પાંચ રાજ્યોનું મતદાન સમાપ્ત થતાંની સાથે જ, એક્ઝિટ પોલ પ્રસારિત થવા લાગ્યા છે. આ એક્ઝિટ પોલના પરિણામો દ્વારા પાંચ રાજ્યો મધ્યપ્રદેશ, છત્તીસગઢ, તેલંગાણા, રાજસ્થાન અને મિઝોરમના ચૂંટણી પરિણામોનું કેવા રહેશે તેનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. રાજકીય નિષ્ણાતો તેની સમીક્ષા કરી રહ્યા છે. ત્યારે આજે અમે તમને જણાવીશું કે એવા ક્યા દેશો છે જયાં એક્ઝિટ પોલ પર પ્રતિબંધ છે.

ભારતમાં મતદાન સમાપ્ત થતાંની સાથે જ એક્ઝિટ પોલ પ્રસારિત થવા લાગે છે, ચૂંટણી પરિણામોનું કેવા રહેશે તેનું અનુમાન લગાવવામાં આવે છે, ત્યારે કેટલાક એવા દેશો પણ છે જયાં એક્ઝિટ પોલ પર પ્રતિબંધ છે.

યુરોપના 16 દેશોમાં એક્ઝિટ પોલના રિપોર્ટિંગ પર પ્રતિબંધ છે. આ પ્રતિબંધો મતદાનના દિવસના 24 કલાક પહેલાથી લઈને એક મહિના સુધી રહે છે.

સિંગાપોરમાં એક્ઝિટ પોલ પર સંપૂર્ણ પ્રતિબંધ છે. તો બલ્ગેરિયામાં પણ એક્ઝિટ પોલ પર કડક નિયમ છે. ચૂંટણીના દિવસે અહીં એક્ઝિટ પોલના પરિણામો જાહેર કરવા ગેરકાયદેસર છે.

જર્મનીમાં મતદાન પહેલા એક્ઝિટ પોલ બતાવવા ગેરકાયદેસર છે. આ રીતે નિયમોનો ભંગ કરીને તેનું પ્રસારણ ગેરકાયદેસર ગણાય છે.

અમેરિકામાં પણ ચૂંટણી દરમિયાન એક્ઝિટ પોલ પર પ્રતિબંધ છે. જો કે ન્યૂઝ ચેનલો અને સંસ્થાઓ ગમે ત્યારે ઓપિનિયન પોલ બતાવી શકે છે. મતદાન પૂર્ણ થયા પછી જ એક્ઝિટ પોલનું પ્રસારણ કરવાનો નિયમ છે.

આ સિવાય ઈટાલી, સ્લોવાકિયા અને લક્ઝમબર્ગમાં ચૂંટણીના 7 દિવસ પહેલા કોઈપણ પ્રકારના ઓપિનિયન પોલ અથવા એક્ઝિટ પોલ પર પ્રતિબંધ છે. (Image - Freepik)
