IND vs PAK મેચ હવે કઈ તારીખે રમાશે ? ખળભળાટ વચ્ચે ફરી થશે ટક્કર
ટીમ ઈન્ડિયાએ એશિયા કપ 2025 ના ગ્રુપ સ્ટેજમાં પાકિસ્તાનને એકતરફી રીતે હરાવ્યું. જોકે, ક્રિકેટ ચાહકો આ બંને ટીમો વચ્ચે બીજી મેચ જોઈ શકે છે. જેની તારીખ પહેલાથી જ નક્કી છે.

એશિયા કપ 2025 ના ગ્રુપ સ્ટેજમાં 14 સપ્ટેમ્બરના રોજ ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી હાઈ-વોલ્ટેજ મેચમાં ટીમ ઈન્ડિયાએ સાત વિકેટથી શાનદાર વિજય નોંધાવ્યો હતો. આ જીત સાથે, ભારતીય ટીમે સુપર-4 માં પોતાનું સ્થાન લગભગ નિશ્ચિત કરી લીધું હતું. પરંતુ હવે ક્રિકેટ ચાહકોના મનમાં એક મોટો પ્રશ્ન છે કે શું આ ટુર્નામેન્ટમાં ફરી એકવાર ભારત અને પાકિસ્તાન વચ્ચે ટક્કર થશે? આનો જવાબ 17 સપ્ટેમ્બરના રોજ પાકિસ્તાનની છેલ્લી ગ્રુપ સ્ટેજ મેચ પછી મળશે.

પાકિસ્તાનની ટીમે તેની છેલ્લી ગ્રુપ સ્ટેજ મેચ સંયુક્ત આરબ અમીરાત (UAE) સામે રમવાની છે. જો પાકિસ્તાન આ મેચ જીતી જાય છે, તો તે સુપર-4 માટે ક્વોલિફાય થઈ શકે છે. આવી સ્થિતિમાં, 21 સપ્ટેમ્બરે સુપર-4માં ભારત અને પાકિસ્તાન વચ્ચે વધુ એક રોમાંચક મેચ જોવા મળી શકે છે. આ સુપર-4 મેચ ગ્રુપ-એમાંથી ક્વોલિફાય થનારી ટોચની બે ટીમો વચ્ચે રમાશે. ભારત પહેલેથી જ મજબૂત સ્થિતિમાં છે, હવે બધાની નજર પાકિસ્તાનના પ્રદર્શન પર છે.

ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ હંમેશા ક્રિકેટ જગતનું સૌથી મોટું આકર્ષણ રહ્યું છે. પરંતુ 14 સપ્ટેમ્બરે રમાયેલી મેચમાં, ભારતીય બેટ્સમેન અને બોલરોએ શાનદાર પ્રદર્શન કર્યું અને પાકિસ્તાનને કોઈ તક આપી નહીં.

કેપ્ટન સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપમાં, ભારતે પાકિસ્તાનને ફક્ત 127 રન પર રોકી દીધું અને ફક્ત 15.5 ઓવરમાં લક્ષ્ય હાંસલ કર્યું. પરંતુ જો બંને ટીમો સુપર-4માં ફરી ટકરાય છે, તો આ મેચ વધુ રોમાંચક બની શકે છે, કારણ કે પાકિસ્તાનની ટીમ પાછલી હારનો હિસાબ ચૂકવવાના ઇરાદા સાથે આવશે. તે જ સમયે, ટીમ ઇન્ડિયા પોતાનું વર્ચસ્વ જાળવી રાખવા માંગશે.

માત્ર સુપર-4માં જ નહીં, પરંતુ બંને ટીમો ફાઇનલમાં પણ ટકરાઈ શકે છે. વાસ્તવમાં, સુપર-4માં બધી ટીમો 3-3 મેચ રમશે અને ટોચની બે ટીમો ફાઇનલમાં ટકરાશે. આવી સ્થિતિમાં, જો ભારત અને પાકિસ્તાનની ટીમો ટોપ-૨માં સ્થાન મેળવે છે, તો તેઓ ટાઇટલ મેચમાં પણ આમને-સામને આવી શકે છે. જોકે, એશિયા કપના ઇતિહાસમાં, અત્યાર સુધી ફાઇનલમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે એક પણ ટક્કર થઈ નથી. (All Image - PTI)
પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટરે ભૂલ માટે પાકિસ્તાનને આપી ચેતવણી, કહ્યું આ ભારતની મજબૂત ટીમ છે, જુઓ વીડિયો
