ઓટ્સ આ લોકો માટે સ્વસ્થ વિકલ્પ નથી, તેને ખાતા પહેલા તમારે આ વાતોને જાણવી જોઈએ
Oats side effects: સવારની શરૂઆત હંમેશા સ્વસ્થ નાસ્તાથી થવી જોઈએ. નાસ્તામાં ઇન્સ્ટન્ટ નૂડલ્સ, ચા કે બ્રેડ જેવી વસ્તુઓને બદલે ઓટ્સ, ચીલા અને ઢોસા જેવી વસ્તુઓ ખાવાથી ફાયદો થાય છે. જો તમને ઝડપી પણ સ્વસ્થ નાસ્તો જોઈતો હોય તો ઓટ્સ ખાઓ. આ એક પ્રકારનું અનાજ છે જેનો સ્વાદ દૂધ અને રંગબેરંગી ફળો સાથે ખૂબ જ સ્વાદિષ્ટ બને છે.

ડ્રાયફ્રુટ્સ અને કેળાથી લઈને બેરી સુધી, તમે તમારા ઓટ્સના બાઉલમાં ઘણું બધું ઉમેરી શકો છો અને તેને વધુ પૌષ્ટિક બનાવી શકો છો. પણ તેને આદત બનાવવી એ સારો વિચાર ન પણ હોય. તેથી તમારે સતત અને મોટી માત્રામાં ઓટ્સ ખાવાનું ટાળવું જોઈએ.

ગ્લુટેનથી એલર્જી ધરાવતા લોકોએ સાવચેત રહેવું જોઈએ: ઓટ્સ કુદરતી રીતે ગ્લુટેન-મુક્ત હોવા છતાં જો તમને સેલિયાક રોગ અથવા ગ્લુટેન સંવેદનશીલતા હોય અને તમે નિયમિતપણે ઓટ્સ ખાઓ છો તો આડઅસરો ટાળવા માટે તમારે પ્રમાણિત ગ્લુટેન-મુક્ત બ્રાન્ડના ઓટ્સ પસંદ કરવા જોઈએ.

ખનિજોના શોષણમાં અવરોધ આવી શકે છે: ઓટ્સમાં ફાયટીક એસિડ હોય છે. જે કેલ્શિયમ, આયર્ન અને ઝીંક જેવા ચોક્કસ ખનિજોના શોષણને અટકાવી શકે છે. આ સમસ્યાનો ઉકેલ છે. ઓટ્સને પલાળીને ખાવાથી તેમાં ફાયટીક એસિડનું પ્રમાણ ઘટાડવામાં મદદ મળી શકે છે.

પેટ ફૂલવાની સમસ્યા: દરરોજ ઓટ્સ ખાવાનો એક ગેરફાયદો તેમાં રહેલ ફાઇબરનું પ્રમાણ છે. તે પાચનક્રિયા સુધારવામાં મદદ કરે છે. જો કે ઓટ્સનું વધુ પડતું સેવન કેટલાક વ્યક્તિઓમાં ગેસ અને પેટનું ફૂલવુંનું કારણ બની શકે છે. ખાસ કરીને જો કોઈ વ્યક્તિ ઉચ્ચ ફાઇબરવાળા ખોરાકથી ટેવાયેલી ન હોય. ધીમે-ધીમે તમારા ફાઇબરનું સેવન વધારવાથી આ સમસ્યા ઓછી થઈ શકે છે.

વજનમાં વધારો: ઓટ્સ માત્ર પૌષ્ટિક તો છે જ, પણ તેમાં કેલરી પણ વધુ હોય છે. તેથી દરરોજ ઓટ્સ ખાવાનો એક ગેરલાભ એ છે કે તેનાથી વજન વધી શકે છે. જ્યારે તમે તમારા કેલરી કંટ્રોલ કરી રહ્યા હોય ત્યારે નિયમિતપણે તેને ખાવાનું ટાળો.
સ્વાસ્થ્યના વધારે ન્યૂઝ વાંચવા માટે અહીં ક્લિક કરો. સારી આરોગ્ય સંભાળ તમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. આનાથી તમે તમારી જાતને ઘણી ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓથી પણ બચાવી શકો છો.
