અમદાવાદના આ મંદિરને મળ્યુ અયોધ્યામાં ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આમંત્રણ- જુઓ તસ્વીરો
અમદાવાદના મંદિરને અયોધ્યામાં 22 જાન્યુઆરીએ આયોજિત થનાર ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં આમંત્રણ આપવામાં આવ્યુ છે. આ આમંત્રણ સ્વરૂપે મંદિરમાં હાલ અયોધ્યાનો અક્ષત કળશ મુકવામાં આવ્યો છે. જેના 5 જાન્યુઆરી સુધી દર્શન કરી શકાશે.

22 જાન્યુઆરી 2024ના અયોધ્યામાં ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે. આ મહોત્સવમાં દેશના અનેક મંદિરોને આમંત્રણ અપાયુ છે. જેમા અમદાવાદના શાહીબાગમાં આવેલા કેમ્પ હનુમાન મંદિરને પણ આમંત્રણ મળ્યુ છે.

કેમ્પ હનુમાન મંદિરમાં અયોધ્યાથી અક્ષત કળશ આમંત્રણ સ્વરૂપે આવ્યો છે. 5 જાન્યુઆરી સુધી આ અક્ષત કળશના ભાવિકો દર્શન કરી શકશે. આ કળશની અંદર જે ચોખા છે તેમાથી પ્રસાદ બનાવી ભક્તોને વહેંચવામાં આવશે.

કળશની સાથે આવેલા ભગવાન શ્રી રામના ફોટો અને આમંત્રણ કાર્ડ લોકોને આપવામા આવશે. અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આમંત્રણ જન જન સુધી પહોંચે તેના માટે વિશ્વ હિંદુ પરિષદના કાર્યકરો પ્રયાસ કરી રહ્યા છે.

કેમ્પ હનુમાન મંદિરના મુખ્ય ટ્રસ્ટી સુધીર નાણાવટીના જણાવ્યા મુજબ હાલ મંદિરમાં કળશની પણ પૂજા કરવામાં આવી રહી છે અને હજારો ભક્તો દર્શનનો લાભ લઈ રહ્યા છે.