AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રાજસ્થાનના ચૂંટણી જંગમાં 6 રાજપરિવાર, જાણો કોણ કોની સાથે અને શું છે ઈતિહાસ

આઝાદી પછી જે રીતે મારવાડથી હનવંત સિંહ રાઠોડ, બિકાનેથી કરણી સિંહ બહાદુર અને જયપુરના મહારાણી ગાયત્રી દેવીને જનતાનું સમર્થન મળ્યું હતું, તે જ રીતે હવે ભૂતપૂર્વ રાજવી પરિવારોને પણ સમર્થન મળી રહ્યું છે. આ ચૂંટણીમાં પણ 6 પૂર્વ રાજવી પરિવારના સભ્યો પોતાનું નસીબ અજમાવા ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે. ત્યારે ચાલો જાણીએ કોણ છે તે અને કઈ પાર્ટીને કરી રહ્યા છે સમર્થન

| Updated on: Nov 25, 2023 | 1:42 PM
Share
રાજસ્થાનમાં, 1952માં આઝાદી પછી પ્રથમ રાજ્યની ચૂંટણી હોય કે 2023માં આજની વિધાનસભાની ચૂંટણી હોય રાજસ્થાનમાંના રાજકારણમાં ભૂતપૂર્વ રાજવી પરિવારોના સભ્યો મહત્વપૂર્ણ ભૂમિકા ભજવતા આવ્યા છે. રાજ્યના મતદારોએ પણ તેમનામાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે. આઝાદી પછી જે રીતે મારવાડથી હનવંત સિંહ રાઠોડ, બિકાનેથી કરણી સિંહ બહાદુર અને જયપુરના મહારાણી ગાયત્રી દેવીને જનતાનું સમર્થન મળ્યું હતું, તે જ રીતે હવે ભૂતપૂર્વ રાજવી પરિવારોને પણ સમર્થન મળી રહ્યું છે. આ ચૂંટણીમાં પણ 6 પૂર્વ રાજવી પરિવારના સભ્યો પોતાનું નસીબ અજમાવા ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે. ત્યારે ચાલો જાણીએ કોણ છે તે અને કઈ પાર્ટીને કરી રહ્યા છે સમર્થન?

1 / 7
વસુંધરા રાજે :  રાજેને કોઈ ઓળખની જરૂર નથી, પરંતુ તેમનું વર્ણન એક લીટીમાં આપી શકાય છે કે રાજસ્થાનના પૂર્વ સીએમ રાજપૂતોની પુત્રી, જાટોની વહુ અને ગુર્જરોના વેવાણ છે. ગ્વાલિયર (MP) ના સિંધિયા રાજવી પરિવાર સાથે સંબંધ ધરાવતી વસુંધરા બે વખત મુખ્યમંત્રી પદ સંભાળી ચૂક્યા છે અને આ વખતે ઝાલરાપાટનથી ભાજપે તેમને રાજકીય મેદાનમાં ફરી ઉતાર્યા છે. તે 2003થી સતત આ સીટ જીતી રહ્યા છે.

2 / 7
વિશ્વેન્દ્ર સિંહ : સિંહ ભરતપુરના પૂર્વ શાહી પરિવાર સાથે સંબંધ ધરાવે છે. તે ત્યાંના છેલ્લા શાસક બ્રિજેન્દ્ર સિંહના પુત્ર છે. આ સિવાય વિશ્વેન્દ્ર ત્રણ વખત સાંસદ અને ત્રણ વખત ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે. સિંહે, 2013 માં અને ફરીથી 2018માં ચૂંટણી જીતી હતી, સીએમ અશોક ગેહલોતની આગેવાની હેઠળની કેબિનેટમાં પ્રવાસન પ્રધાનની જવાબદારી સોંપવામાં આવી હતી. ત્યારે કોંગ્રેસ પાર્ટીએ તેમને ટિકિટ આપી છે જોકે ભાજપે તેમની સામે શૈલેષ સિંહને મેદાને ઉતાર્યા છે.

3 / 7
વિશ્વરાજ સિંહ મેવાડ : મેવાડ એ ઉદયપુરના ભૂતપૂર્વ શાહી પરિવારના રાજકુમાર છે, જે રાજ્યના પ્રસિદ્ધ રાજપૂત યોદ્ધા મહારાણા પ્રતાપના વંશજ છે. તેઓ આ વર્ષે ઓક્ટોબરમાં ભાજપમાં જોડાયા હતા, જ્યારે પાર્ટીએ રાજસમંદની નાથદ્વારા બેઠક પરથી ટિકિટ આપી હતી. રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા છે કે ભાજપ તેમના દ્વારા કોંગ્રેસના આ કહેવાતા ગઢને ‘કબજે’ કરવા માંગે છે.

4 / 7
કલ્પના દેવી : કલ્પના, લાડપુરા સીટના વર્તમાન ધારાસભ્ય છે. જે કોચિંગ હબ તરીકે ઓળખાતા  કોટાના ભૂતપૂર્વ શાહી પરિવારના સભ્ય છે,જેમણે બીજી વખત ચૂંટણી મેદાનમાં પોતાનું નસીબ અજમાવા ભાજપે ઉતાર્યા છે. ભાજપે તેમને લાડપુરા સીટ પરથી ઉમેદવાર બનાવ્યા છે, જ્યારે તે મહારાવ રાજ સિંહની પત્ની છે.

5 / 7
સિદ્ધિ કુમારી : સિદ્ધિ બિકાનેરથી સબંધ ધરાવે છે. તે પૂર્વ સાંસદ મહારાજા કરણી સિંહ બહાદુરની પૌત્રી અને બિકાનેરની રાજકુમારી છે. ખાસ વાત એ છે કે તે આ બેઠક પરથી ચૂંટણી પણ લડી રહી છે અને અગાઉ ત્રણ વખત (2008થી) આ બેઠક પરથી ધારાસભ્ય રહી ચૂક્યા છે. તે ભાજપના નેતા છે તેમની સામે આ વખતે કોંગ્રેસે યશપાલ ગેહલોતને ટિકિટ આપી છે.

6 / 7
દિયા કુમારી : જયપુરના ભૂતપૂર્વ રાજવી પરિવારના ગાયત્રી દેવીના દત્તક પુત્ર સવાઈ ભવાની સિંહની પુત્રી દિયા રાજકીય ક્ષેત્રે નવા છે. તેમને રાજકારણમાં આવ્યાને લગભગ 10 વર્ષ જ થયા છે. તેમણે 2013માં રાજકીય પદાર્પણ કર્યું હતું. તે પ્રથમ ચૂંટણીમાં સવાઈ માધોપુરથી ધારાસભ્ય બન્યા હતા. પછી 2019 માં, તે રાજસમંદથી સાંસદ બન્યા, જ્યારે તે ભાજપ તરફથી ચૂંટણી લડી રહ્યા છે. આ તેમની ત્રીજી ચૂંટણી છે જે વિદ્યાધર નગર બેઠક પરની ટિકિટ મળી છે.

7 / 7
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા

જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો

આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા

તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે

ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video

સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ

ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video

હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ

મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video

વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ

g clip-path="url(#clip0_868_265)">