Huge Return: 17 મહિનામાં 2000% વળતર, સોલાર શેરે રોકાણકારોને કર્યા માલામાલ !
આ સોલાર કંપનીએ છેલ્લા દોઢ વર્ષમાં સારું પ્રદર્શન કર્યું છે. આ સમયગાળા દરમિયાન કંપનીના શેરમાં ઝડપી વધારો જોવા મળ્યો છે. છેલ્લા 17 મહિનામાં શેરના ભાવમાં 2000 ટકાથી વધુનો વધારો થયો છે. 30 સપ્ટેમ્બર, 2024 સુધીના શેર હોલ્ડિંગ મુજબ, કંપનીમાં પ્રમોટરોનો કુલ હિસ્સો 27.71 ટકા હતો.

આ સોલાર કંપની એવા શેરોમાંનો એક શેર છે જેણે છેલ્લા એક વર્ષથી વધુ સમયથી રોકાણકારોને સારું વળતર આપ્યું છે. કંપનીના શેરમાં 20 ડિસેમ્બરના રોજ અપર સર્કિટ લાગી છે. 5 ટકાના ઉછાળા બાદ કંપનીના શેરની કિંમત BSEમાં 1774.95 રૂપિયાના સ્તરે પહોંચી ગઈ છે. તમને જણાવી દઈએ કે, આ વર્ષે ડિસેમ્બરમાં ફોટોવોલ્ટેઈક સેલ અને મોડ્યુલ બનાવતી કંપનીના શેરમાં 17 ટકાનો વધારો થયો છે.

20 જુલાઈ, 2023 ના રોજ, વેબસોલ એનર્જી સિસ્ટમ્સ(Websol Energy Systems)ના શેરની કિંમત માત્ર 84.45 રૂપિયા હતી. આ 17 મહિનામાં કંપનીના શેરની કિંમતમાં 2000 ટકાનો વધારો થયો છે. તમને જણાવી દઈએ કે, કંપની 1994થી ફોટોવોલ્ટેઈક સેલ અને બેટરીનું ઉત્પાદન કરી રહી છે. કંપનીનું ઉત્પાદન કેન્દ્ર પશ્ચિમ બંગાળમાં છે. કંપનીના ઉત્પાદનો ભારતમાં અને વિદેશમાં વેચાય છે.

નાણાકીય વર્ષ 2025 ના પ્રથમ છ મહિનામાં કંપનીનો નફો 64.88 કરોડ રૂપિયા હતો. કંપનીને એક વર્ષ અગાઉ સમાન અર્ધવાર્ષિક ગાળામાં રૂ. 8.94 કરોડની ખોટ થઈ હતી. તે જ સમયે, પાછલા નાણાકીય વર્ષમાં કંપનીની કુલ ખોટ 120.96 કરોડ રૂપિયા હતી.

30 સપ્ટેમ્બર, 2024 સુધીના શેર હોલ્ડિંગ મુજબ, કંપનીમાં પ્રમોટરોનો કુલ હિસ્સો 27.71 ટકા હતો. તેમાંથી રિટેલ રોકાણકારો પાસે 62.58 ટકા હિસ્સો હતો. તે જ સમયે, બિનનિવાસી ભારતીયો પાસે કંપનીનો 7.91 ટકા હિસ્સો હતો.

કંપનીએ છેલ્લે 2009માં રોકાણકારોને ડિવિડન્ડ આપ્યું હતું. ત્યારથી આ કંપનીએ રોકાણકારોને ડિવિડન્ડ આપ્યું ન હતું. તે જ વર્ષે (2009) કંપનીએ એક શેર પર એક શેર બોનસ પણ આપ્યું હતું.

નોંધ: શેરબજારમાં જાણકારી વગર રોકાણ ન કરો. કોઈપણ શેરમાં રોકાણ કરતા પહેલા તમારે તમારા નાણાકીય સલાહકાર સાથે એકવાર વાત કરવી જોઈએ. જો તમે આવું ન કરો તો તમારે આર્થિક નુકસાન સહન કરવું પડી શકે છે.

































































