Rathyatra 2024: અષાઢી બીજના પાવન અવસરે વાજતે ગાજતે નીકળી ભગવાન જગન્નાથજીની રથયાત્રા, વિવિધ ઝાંખી બની વિશેષતા-જુઓ Photos

અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 147મી રથયાત્રા વાજતે-ગાજતે નીકળી. આ વખતે રથયાત્રામાં વિવિધ થીમ આધારીત ટેબ્લો આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. જેમા બંધારણ, પર્યાવરણની, રામમંદિર, સ્વામીનારાયણ મંદિરની થીમ અને ટીમ ઈન્ડિયા વર્લ્ડકપ વિજેતા બની તે થીમ પણ જોવા મળી હતી. જુઓ તસવીરો..

Narendra Rathod
| Edited By: | Updated on: Jul 07, 2024 | 7:34 PM
અષાઢી બીજના પાવન અવસરે આજે જગતના નાથ નગરચર્યાએ નીકળ્યા છે, ત્યારે નાથને વધાવવા માટે ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો.

1 / 7
સમગ્ર વર્ષ દરમિયાન એકમાત્ર અષાઢી બીજનો દિવસ એવો અપવાદ છે જ્યારે ભગવાન ખુદ નગરચર્યાએ નીકળે છે અને તેમના વ્હાલા ભક્તોને દર્શનનો લ્હાવો આપે છે.ત્યારે વ્હાલના વધામણાની નગરજનો પણ આતુરતાથી રાહ જોતા હોય છે

2 / 7
આ વખતે રથયાત્રામાં પર્યાવરણ જાગૃતિ, બંધારણની થીમ, અબુધાબીમાં બનેલા પ્રથમ હિંદુ મંદિર, T20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાની જીતની થીમ પર શણગારેલી ટ્રકો રથયાત્રામાં જોવા મળી

3 / 7
આ વખતે રથયાત્રામાં પ્રથમવાર પર્યાવરણ જાગૃતિની થીમ આધારીત સોલર ઊર્જની થીમ પણ  જોવા મળી. જેમા સોલર ઊર્જા અને પવન ઊર્જા પર ભાર મુકવામાં આવ્યો છે.

4 / 7
દેશના બંધારણની ઝાંખી પણ આ રથયાત્રામાં આકર્ષણનું કેન્દ્ર બની. બંધારણ આધારીત થીમમાં ડૉ બાબા સાહેબ, પીએમ મોદીએ ત્રીજી  ટર્મના શપથ લીધા એ સમયે બંધારણને માથા પર મુકીને નમન કર્યુ એ તમામ ઘટનાઓને આ ઝાંખીમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

5 / 7
દર વર્ષની જેમ આ વર્ષે પણ ભગવાનની નગરચર્યા સમયે રથયાત્રામાં 18 ગજરાજ, 30 અખાડા, 101 ટ્રક અને 18 ભજન મંડળીઓ જોડાઈ. રથયાત્રાના  સમગ્ર રૂટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો. જેમા DG, ADG, IG, DIG કક્ષાના 5 અધિકારી અને 12600 પોલીસકર્મીઓ સહિત 23600 જવાનો વિવિધ રૂટ પર તૈનાત છે.

6 / 7
અમદાવાદની રથયાત્રાએ ઓરિસ્સાના પુરીની જગન્નાથ યાત્રા બાદ દેશની બીજા નંબરની સૌથી મોટી રથયાત્રા છે. લાખો ભાવિ ભક્તો તેમના તમામ દુ:ખ, દર્દ, મુશ્કેલીઓ ભૂલી નાથને નિહાળવા આ રથયાત્રામાં સહભાગી બને છે.

7 / 7
Follow Us:
કોલેજ કેમ્પસમાં દારૂની મહેફિલ, પોલીસે 5 સિક્યુરિટી ગાર્ડની કરી ધરપકડ

સ્વામીના નવરાત્રી અંગેના બફાટથી સનાતમ ધર્મના અગ્રણીઓ થયા લાલઘુમ- Video

વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખથી શરૂ થશે વરસાદી રાઉન્ડ

ઘોડા, કાર પર ક્ષત્રાણિયોએ તલવાર સાથે કરતબ કરી ગરબે ઘૂમ્યા

સ્વામીનારાયણના વધુ એક સ્વામીએ નવરાત્રીને લઈને કર્યો વાણીવિલાસ- Video

ધ્રોલ તાલુકાનો મુખ્ય રોડ બન્યો બિસ્માર, સ્થાનિકોમાં રોષ

સુરતમાંથી MD ડ્રગ્સ સાથે બે આરોપીની ધરપકડ

ગોવાથી દ્વારકાના શિવરાજપુર પહોંચી NIWSની ટીમ

સરગાસણ ગરબામાં બજરંગ દળ અને VHPના કાર્યકર્તાઓ સાથે તકરાર

ગુજરાતના વિવિધ જિલ્લામાં છૂટા છવાયા વરસાદની આગાહી

g clip-path="url(#clip0_868_265)">