AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL : સૂર્યકુમાર યાદવ બનશે મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન? કેપ્ટનશિપના સવાલ પર આપ્યો મજેદાર જવાબ

સૂર્યકુમાર યાદવ અગાઉ IPLમાં મુંબઈ ઈન્ડિયન્સનો વાઈસ કેપ્ટન પણ રહી ચૂક્યો છે. જો કે ગત સિઝનમાં રોહિત શર્માને હટાવ્યા બાદ તેને કેપ્ટનશીપ ન મળી અને હાર્દિક પંડ્યાને આ જવાબદારી મળી, પરંતુ હાલમાં જ ટીમ ઈન્ડિયામાં હાર્દિક પંડ્યાની જગ્યાએ સૂર્યાને T20 ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. જે બાદ હવે તેને IPL 2025માં પણ મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન બનાવવામાં આવશે આવી ચર્ચા છે. આ અંગે ખૂબ સૂર્યાએ ઈશારામાં જવાબ આપ્યો છે.

| Updated on: Oct 05, 2024 | 8:40 PM
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે T20 મેચની સિરીઝ શરૂ થઈ રહી છે અને આ સાથે ટીમ ઈન્ડિયાના નવા T20 કેપ્ટન સૂર્યકુમાર યાદવની વાપસી થશે. જુલાઈમાં કેપ્ટન બનેલા સૂર્યાની પ્રથમ શ્રેણીમાં ટીમ ઈન્ડિયાએ શ્રીલંકાને 3-0થી હરાવ્યું હતું. હવે પ્રથમ વખત તે ભારતની ધરતી પર નિયમિત કેપ્ટન તરીકે ટીમ ઈન્ડિયાનું નેતૃત્વ કરશે.

1 / 8
આ સિરીઝ પહેલા જ સૂર્યાની કેપ્ટનશીપને લઈને ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. તેને હાર્દિક પંડ્યાના સ્થાને આ જવાબદારી મળી છે, જે ગયા વર્ષ સુધી ટીમની કેપ્ટનશીપ કરી રહ્યો હતો અને T20 વર્લ્ડ કપમાં વાઈસ કેપ્ટન પણ હતો. ત્યારથી ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે કે શું સૂર્યા આગામી IPLમાં પણ મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન બની શકે છે. બાંગ્લાદેશ સામેની સિરીઝ પહેલા સૂર્યાએ IPLમાં કેપ્ટનશિપની શક્યતાઓ પર પોતાનો જવાબ આપ્યો હતો.

2 / 8
ગ્વાલિયરમાં મેચના એક દિવસ પહેલા પ્રેસ કોન્ફરન્સમાં સૂર્યકુમાર યાદવને ટીમ ઈન્ડિયાના કેપ્ટન તરીકેના તેમના અનુભવ વિશે અને IPLમાં કોઈપણ ટીમની કેપ્ટનશિપ કરવાની તેમની ઈચ્છા વિશે પણ પૂછવામાં આવ્યું હતું. દેખીતી રીતે ટીમ ઈન્ડિયાના કેપ્ટને કોઈ સીધો જવાબ નથી આપ્યો, પરંતુ તેના એક જવાબ દ્વારા તેણે સંકેત આપ્યો કે તે IPLમાં પણ આ જવાબદારી નિભાવવા માટે તૈયાર છે.

3 / 8
PTIના અહેવાલ મુજબ સૂર્યાએ કહ્યું કે તે આ રોલને એન્જોય કરી રહ્યો છે. ત્યારબાદ સૂર્યાએ મુંબઈ ઈન્ડિયન્સનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે જ્યારે રોહિત શર્મા ફ્રેન્ચાઈઝીનો કેપ્ટન હતો ત્યારે જો તેને કંઈ લાગતું હતું તો તે કેપ્ટનને સૂચન કરતો હતો.

4 / 8
આ પછી સૂર્યાએ જે કહ્યું તે માત્ર 2-3 શબ્દોનું હતું પરંતુ તે એ પણ સંકેત આપે છે કે તેને કેપ્ટનશિપની ઓફર મળી છે અથવા મળી શકે છે. સૂર્યાએ એટલું જ કહ્યું- 'બાકીને જોઈ લઈએ.' હવે સવાલ એ ઊભો થયો છે કે શું ટીમ ઈન્ડિયા પછી મુંબઈ ઈન્ડિયન્સમાં પણ કેપ્ટનશિપમાં ફેરફારની તૈયારી થઈ રહી છે?

5 / 8
ગત સિઝનમાં જ ફ્રેન્ચાઈઝીએ હાર્દિક પંડ્યાને કેપ્ટન બનાવીને આશ્ચર્યચકિત કરી દીધા હતા. રોહિતને સુકાની પદ પરથી હટાવવામાં આવતા ભારે હોબાળો થયો હતો અને ચાહકોને પણ તે પસંદ નહોતું આવ્યુ. મુંબઈની ટીમ સિઝનમાં છેલ્લા સ્થાને રહી હતી. જો કે, રોહિતની કપ્તાનીમાં ભારતે T20 વર્લ્ડ કપ જીત્યો અને રોહિતની નિવૃત્તિ પછી સૂર્યાને હાર્દિકની જગ્યાએ T20 ટીમની કેપ્ટનશીપ મળી.

6 / 8
જોકે, સૂર્યાના સંપર્ક માત્ર મુંબઈ ઈન્ડિયન્સ સાથે જ નહીં પરંતુ અન્ય કેટલીક ફ્રેન્ચાઈઝી સાથે પણ હોવાની અટકળો ચાલી રહી છે. એવો દાવો પણ કરવામાં આવ્યો છે કે કોલકાતાએ IPL 2024નો ખિતાબ જીત્યો હોવા છતાં, શ્રેયસ અય્યરને મુંબઈમાં ટ્રેડ કરી શકાય છે અને સૂર્યાને ફ્રેન્ચાઈઝીમાં લાવીને કેપ્ટન બનાવી શકાય છે.

7 / 8
આ સિવાય લખનૌ સુપર જાયન્ટ્સ સાથે પણ સંપર્ક થયો હોવાના અહેવાલો આવ્યા છે, જે કેએલ રાહુલની જગ્યાએ નવા કેપ્ટનની શોધમાં છે. આવી સ્થિતિમાં સૌની નજર તેના પર છે કે સૂર્યા મુંબઈનો કેપ્ટન બનશે કે પછી તે બીજી ફ્રેન્ચાઈઝીમાં જશે? (All Photo Credit : PTI / GETTY IMAGES)

8 / 8
Follow Us:
મેઘાણીનગરમાં રહેણાંક વિસ્તારમાં પ્લેન ક્રેશ, રેસ્ક્યુ કામગીરી હાથ ધરી

તાલાલાના ફાર્મ હાઉસમાંથી ઝડપાઈ દારુની મહેફિલ

આ 4 રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશન મળવાની શક્યતા

ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં છૂટા- છવાયા વરસાદના એંધાણ

2012થી જ્યાં કમળ નથી ખીલ્યું ત્યાં અમે જીતીશું : ભાજપ ઉપાધ્યક્ષ

ઉદયપુર રિસોર્ટમાં રૂપલલનાઓની સાથે ગુજરાતના 15 વેપારીઓ ઝડપાયા

હાંસોટમાં પોલીસકર્મીઓની દારૂની મહેફિલનો Video વાયરલ, 7 લોકો સામે ગુનો

પોરબંદરના ચોપાટી ગ્રાઉન્ડ પર મંડપ તૂટ્યો, 1નું મોત, અનેક લોકો ઘાયલ

ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી
ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી
દિલ્હીની બહુમાળી ઈમારતમાં આગ, બચવા પિતા-પુત્ર સાતમા માળેથી કૂદયા

g clip-path="url(#clip0_868_265)">