વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખથી શરૂ થશે વરસાદી રાઉન્ડ
વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી કરી છે. અમદાવાદમાં ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે. તો મધ્ય ગુજરાતમાં પણ ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદની શક્યતા છે.
આમ તો રાજ્યમાંથી વરસાદની વિદાય થઇ રહી છે. જો કે, આ વચ્ચે પણ અંબાલાલ પટેલ દ્વારા વરસાદની શકયતા વ્યક્ત કરવામાં આવી છે. અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, આગામી 14 ઓક્ટોબરથી વરસાદી રાઉન્ડ શરૂ થઇ શકે છે. દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં વરસાદનું અનુમાન છે. અરબ સાગરમાં સિસ્ટમ સક્રિય થતા વરસાદની શક્યતાઓ છે. તોબંગાળની ખાડીમાં વાવાઝોડાની શક્યતા છે.
અમદાવાદમાં ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે. તો મધ્ય ગુજરાતમાં પણ ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદની શક્યતા છે. આગામી કેટલાક દિવસોમાં વાવાઝોડાની પણ શકયતા છે. જો કે વાવાઝોડું નુકસાન પહોંચાડે તેવી શકયતા ખુબ જ ઓછી છે.
Latest Videos
Latest News