Dwarka News : ગોવાથી દ્વારકાના શિવરાજપુર પહોંચી NIWSની ટીમ, જુઓ Video
દેવભૂમિ દ્વારકાના વિખ્યાત શિવરાજપુર બીચ પર લાંબા સમયથી સ્પોર્ટ્સ એક્ટિવિટી બંધ છે. ત્યારે પબુભા માણેકની ઉગ્ર રજૂઆત અને ચીમકી બાદ હવે તંત્ર એક્શનમાં આવ્યું છે. વારંવાર રજૂઆતો બાદ આખરે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વોટર સ્પોર્ટ્સ NIWSની ટીમ ગોવાથી શિવરાજપુર આવી પહોંચી છે.
દેવભૂમિ દ્વારકાના વિખ્યાત શિવરાજપુર બીચ પર લાંબા સમયથી સ્પોર્ટ્સ એક્ટિવિટી બંધ છે. ત્યારે પબુભા માણેકની ઉગ્ર રજૂઆત અને ચીમકી બાદ હવે તંત્ર એક્શનમાં આવ્યું છે. વારંવાર રજૂઆતો બાદ આખરે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વોટર સ્પોર્ટ્સ NIWSની ટીમ ગોવાથી શિવરાજપુર આવી પહોંચી છે. NIWSની ટીમે શિવરાજપુર બીચ પર સ્થાનિક ધંધાર્થીઓ સાથે બેઠક કરી તેમની સમસ્યાઓ જાણી. NIWSની ટીમ વોટર સ્પોર્ટ્સ પ્રવૃતિઓના સાધનોનું પરિક્ષણ કરશે. તેમજ સરકાર માન્ય નીતિ નિયમો ઘડી જરૂરી કાર્યવાહી કરશે.
ગોવાથી શિવરાજપુર પહોંચી NIWSની ટીમ
NIWSની ટીમે 200થી વધુ સ્થાનિક ધંધાર્થીઓ સાથે બેઠક બાદ વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટી જેમ બને તેમ ઝડપી શરૂ કરવાની ખાતરી આપી. સ્થાનિક આગેવાનોના જણાવ્યા અનુસાર આગામી 10 દિવસમાં ફરી વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટી શરૂ થઇ જશે તેવી આશા છે.
Latest Videos
Latest News