આજનું હવામાન : ગુજરાતના વિવિધ જિલ્લામાં છૂટા છવાયા વરસાદની આગાહી, જુઓ Video

આજનું હવામાન : ગુજરાતના વિવિધ જિલ્લામાં છૂટા છવાયા વરસાદની આગાહી, જુઓ Video

| Updated on: Oct 05, 2024 | 9:55 AM

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યના કેટલાક વિસ્તારમાં વરસાદ વરસી શકે છે. ગુજરાતના વિવિધ જિલ્લામાં છૂટા છવાયા વરસાદ વરસી શકે છે. તેમજ દક્ષિણ ગુજરાતમાં વરસાદી ઝાપટા પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યના કેટલાક વિસ્તારમાં વરસાદ વરસી શકે છે. ગુજરાતના વિવિધ જિલ્લામાં છૂટા છવાયા વરસાદ વરસી શકે છે. તેમજ દક્ષિણ ગુજરાતમાં વરસાદી ઝાપટા પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. સુરત, નવસારી, તાપી, ડાંગ, નર્મદા, વલસાડમાં સામાન્ય વરસાદની શકયતા વ્યક્ત કરવામાં આવી છે.

રાજ્યમાં કેટલુ રહેશે તાપમાન

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે અમદાવાદ, આણંદ, અરવલ્લી, ભરૂચ, ભાવનગર, છોટાઉદેપુર, ગાંધીનગર, ખેડા, મહીસાગર, તાપી સહિતના જિલ્લાઓમાં 32 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે. તેમજ અમરેલી, બોટાદ, મોરબી સહિતના જિલ્લાઓમાં 34 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે. આ ઉપરાંત બનાસકાંઠા, દાહોદ, નવસારી,પોરબંદર, સાબરકાંઠા, સુરત સહિતના જિલ્લાઓમાં 31 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે.

g clip-path="url(#clip0_868_265)">