Ola Electric BOSS Sale : રૂપિયા 50 હજારથી પણ ઓછી કિંમતમાં મળી રહ્યું છે Olaનું આ ઈ-સ્કૂટર
ઓછી કિંમતે ઓલા ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદવાની સુવર્ણ તક આવી છે. કંપની BOSS Sale હેઠળ ઈ-સ્કૂટર પર ભારે ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે. આ ઓફર નવરાત્રીના પહેલા દિવસ એટલે કે 3જી ઓક્ટોબરથી શરૂ થઈ રહી છે.

ઓલા ઇલેક્ટ્રિકે BOSS સેલની જાહેરાત કરી છે જે 3જી ઓક્ટોબરથી શરૂ થશે. આ સમય દરમિયાન S1 રેન્જના ઇલેક્ટ્રિક સ્કૂટર પર એક વિશિષ્ટ ઓફર આપવામાં આવી છે, તેથી Ola ઇલેક્ટ્રિક સ્કૂટર ખૂબ જ ઓછી કિંમતે ખરીદી શકશો.

BOSS Saleમાં S1 X ઇલેક્ટ્રિક સ્કૂટરને તમે માત્ર 49,999 રૂપિયામાં ખરીદી શકો છો. કંપનીના સીઈઓ ભાવિશ અગ્રવાલે તેમના એક્સ હેન્ડલ પર આ ઓફરની પુષ્ટિ કરી છે.

આ સેલમાં Ola S1 X પર રૂ.10,000નું ડિસ્કાઉન્ટ છે, આ ઉપરાંત વધારાના રૂ. 21,000ના લાભ પણ મળશે. જેમાં રૂ. 5,000નું એક્સચેન્જ બોનસ, રૂ. 6,000ની MoveOS ફેસિલિટી, રૂ. 3,000નું હાઇપરચાર્જિંગ ક્રેડિટ અને રૂ. 7,000ની બેટરી વોરંટી (8 વર્ષ માટે) સામેલ છે.

આ સિવાય ઓલા રેફરલ પ્રોગ્રામ પણ લાવ્યું છે. આ અંતર્ગત દરેક રેફરલને 3000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળી શકે છે. આ ઓફર ટોપ-100 રેફરલ્સ માટે છે. આ સિવાય સેલમાં એક્સેસરીઝ પર વધારાની ઓફર્સ પણ છે.

તમને જણાવી દઈએ કે Ola S1 X ની કિંમત 69,999 થી 94,999 રૂપિયાની વચ્ચે છે. તેની ટોપ સ્પીડ 85 કિલોમીટર પ્રતિ કલાક છે. તે સિંગલ ચાર્જ પર 95 કિલોમીટર સુધીની રેન્જ આપી શકે છે.
