Restore Deleted Contact: ભૂલથી Contact નંબર થઈ ગયા છે ડિલીટ ? આ ટ્રીકથી સરળતાથી મેળવો પાછા
ફોનમાંથી તમામ કોન્ટેક્ટ નંબર ડીલીટ થઈ જાય તો મુશ્કેલીમાં મુકાઈ શકો છો. ત્યારે જો આ સરળ ટ્રિક જાણી લેશો તો જ્યારે તમારા ફોનથી નંબર ડિલીટ થઈ જાય તો પાછા મેળવી શકશો.

એક સમય હતો જ્યારે લોકો પરિવાર અને મિત્રોના મોબાઈલ નંબર યાદ રાખતા હતા. પરંતુ જ્યારથી મોબાઈલ ટેક્નોલોજી આગળ વધી છે ત્યારથી આપણે મોબાઈલ નંબર યાદ રાખવાનું બંધ કરી દીધું છે. હવે લોકો પોતાના ફોનમાં કોન્ટેક્ટ નંબર સેવ કરે છે. જો તમે કોઈને કૉલ કરવા માગો છો, તો નંબર ડાયલ કરવાને બદલે, કોન્ટેક્ટ લિસ્ટમાં જઈને સીધો કોલ કરી લઈએ છે. પણ જો કોઈ દિવસ અચાનક બધા કોન્ટેક્ટ નંબર ડીલીટ થઈ જાય કે કોઈ એક બે નંબર ડિલીટ થઈ જાય તો શું કરવું? ચાલો જાણીએ.

આવી સ્થિતિમાં આપણે શું કરવું જોઈએ? શું તમારા પણ બધા કોન્ટેક્ટ નંબરો કાયમ માટે ડિલીટ થઈ ગયા છે? જો તમને લાગતું હોય કે બધા ફોન નંબર હવે પાછા નહીં મળે તો ચિંતા ના કરશો. અમે કેટલીક ટ્રિક જણાવી રહ્યા છીએ જેની મદદથી તમે ડિલીટ થયેલો કોન્ટેક્ટ નંબર પાછો મેળવી શકો છો.

Google એકાઉન્ટ પરથી મળશે નંબર : જો તમે તમારા ફોનમાં જીમેલ એપ ચલાવો છો તો ગૂગલ એકાઉન્ટ ચોક્કસપણે સેટ થઈ જશે. તમે Google એકાઉન્ટ દ્વારા કાઢી નીકળી ગયેલા કે ડિલિટ થયેલા નંબરો પાછા મેળવી શકો છો. આ માટે તમારે આ સ્ટેપ્સ ફોલો કરવા પડશે.

તમારા ફોનમાં Google સંપર્કો એપ્લિકેશન ડાઉનલોડ કરો. આ એપમાં ગૂગલ આઈડીથી લોગિન કરો જેમાં ફોન નંબર સેવ છે. હવે ફિક્સ એન્ડ મેનેજ આઇકન પર ટેપ કરો. અહી તમને નંબરો Restore Contacts કરવાના વિકલ્પો મળશે તેના પર ટેપ કરો. આમ ડિલીટ થયેલા તમામ કોન્ટેક્ટ્સ ફોન પર પાછા આવશે.

ફોન બેકઅપમાંથી : જો તમે તમારા ફોનનો બેકઅપ લીધો છે, તો તમે ફોન બેકઅપમાંથી કાઢી નાખેલા સંપર્ક નંબરો પણ પુનઃપ્રાપ્ત કરી શકો છો. આ માટે તમે આ સ્ટેપ્સ ફોલો કરો.Backup & Restore વિકલ્પ પર જાઓ. રિસ્ટોર વિકલ્પ પર ટેપ કરો. Contacts ઓપ્શન ક્લિક કરો. અહીં તમને નીકળી ગયેલા નંબરને Restore કરવા માંગો છો, તો રિસ્ટોર વિકલ્પ પર ટેપ કરો.

થર્ડ પાર્ટી એપ્સ : જો તમારી પાસે Google એકાઉન્ટ અથવા ફોન બેકઅપ નથી, તો તમે થર્ડ પાર્ટી એપ્સનો ઉપયોગ કરી શકો છો. કાઢી નાખેલા સંપર્ક નંબરો પણ આના દ્વારા પુનઃપ્રાપ્ત કરી શકાય છે. આ એપ્સ ફોનને સ્કેન કરીને ડિલીટ કરેલા કોન્ટેક્ટ નંબર શોધવાની સુવિધા આપે છે. થર્ડ પાર્ટી એપ્સ ડાઉનલોડ કરતી વખતે એ વાતનું ધ્યાન રાખો કે એપને ગૂગલ પ્લે સ્ટોર અને એપલ એપ સ્ટોર પરથી જ ડાઉનલોડ કરવી જોઈએ. આ સિવાય એપનું રેટિંગ સ્ટાર અને રિવ્યુ પણ ચેક કરો. વાસ્તવમાં, થર્ડ પાર્ટી એપ્સ ખતરનાક હોઈ શકે છે, જે તમારી પ્રાઈવસીને અસર કરી શકે છે.
