Gandhinagar : સરગાસણ ગરબામાં બજરંગ દળ અને VHPના કાર્યકર્તાઓ સાથે તકરાર, જુઓ Video

ગાંધીનગરના સરગાસણ ખાતે આયોજનમાં કરવામાં આવેલા એક ગરબા આયોજનમાં તિલક કરવા બાબતે બબાલ થઈ હોવાની ઘટના સામે આવી છે. બજરંગ દળ અને VHPના કાર્યકર્તાઓ સાથે તકરાર થઈ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 05, 2024 | 11:20 AM

નવરાત્રીમાં ગુજરાતમાં અલગ અલગ સ્થળો પર ખેલૈયાઓમાં હર્ષ ઉલ્લાસનો માહોલ જોવા મળ્યો છે. ખેલૈયાઓ મોંઘાદાટ ગરબાના પાસ ખરીદીને પણ નવરાત્રીની મજા માણવા માટે જતા હોય છે. ત્યારે ગાંધીનગરના સરગાસણ ખાતે આયોજનમાં કરવામાં આવેલા એક ગરબા આયોજનમાં તિલક કરવા બાબતે બબાલ થઈ હોવાની ઘટના સામે આવી છે. બજરંગ દળ અને VHPના કાર્યકર્તાઓ સાથે તકરાર થઈ છે.

વાઇટ ઇશ્ક ઇવેન્ટ નામ હોવાનું VHP કાર્યકર્તાને મળી માહિતી

સરગાસણ ખાતે આવેલા ઠક્કર ફાર્મમાં એક જ દિવસ માટે ગરબાનું આયોજન કરાયુ હતુ. તમામને એન્ટ્રી આપવાનો મેસેજ મળતા બજરંગ દળ ગરબાના ગ્રાઉન્ડ પર પહોંચ્યુ હતુ. કાર્યકર્તાઓ ગરબામાં વીડિયો ઉતારતા હતા. તે દરમિયાન મારામારી થઈ હોવાની ઘટના બની છે. અમદાવાદના કલ્પેશ વકીલ નામના યુવકે VHP કાર્યકર્તાને ફોન કર્યો હતો.ફોન કરી વાઇટ ઇશ્ક ઇવેન્ટનું નામ આપ્યું હોવાનું જણાવ્યુ હતુ.

ઠક્કર ફાર્મમાં 18 થી 45 વર્ષના ખેલૈયાઓને આપી એન્ટ્રી

ઠક્કર ફાર્મ ગરબાના આયોજનમાં થયેલી બબાલનો ઓડિયો ક્લીપ વાયરલ થઈ રહ્યો છે. જેમાં અમદાવાદના કલ્પેશ વકીલ નામના યુવકે VHP કાર્યકર્તાને માહિતી આપતા જણાવી રહ્યાં છે કે ગરબા આયોજનનું નામ વાઇટ ઇશ્ક ઇવેન્ટ નામ રાખવામાં આવ્યુ છે. તેમજ આ આયોજનમાં લોકોને સફેદ રંગના કપડા પહેરીને આવે તેમને જ એન્ટ્રી આપવામાં આવશે.

આ સાથે જે ખેલૈયાની ઉંમર 18 થી 45 વર્ષની હશે તેમને એન્ટ્રી આપવામાં આવશે. તેમજ આ ગરબાના પાસ કે કોઈ અન્ય માહિતી જાહેર થયેલી ન હોવાની માહિતી કલ્પેશ વકીલ નામના યુવકે VHP કાર્યકર્તાને માહિતી આપી રહ્યાં હોવાની ઓડિયો ક્લીપ સામે આવી છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">