છેલ્લા એક દશકાથી ગુજરાતની રાજનીતિ અને સામાજિક વિષયો પર રિપોર્ટિંગ કરે છે. નરેન્દ્ર રાઠોડે સુરત અને દક્ષિણ ગુજરાતમાં સામાજિક-રાજકીય, ધાર્મિકથી લઈ તમામ મુદ્દાઓનું પાંચ વર્ષ રિપોર્ટિંગ કર્યું છે. 2017 વિધાનસભા ચૂંટણીમાં સમગ્ર રાજ્યમાં ફરીને રિપોર્ટિંગ કર્યું છે. 2019 લોકસભા ચૂંટણીમાં ઇલેક્શન એક્સપ્રેસ અને ત્યારબાદની ચૂંટણીઓમાં ચૂંટણીલક્ષી સ્પેશિયલ પ્રોગ્રામ અને ઇન્ટરવ્યૂ કર્યા છે. છેલ્લા 5 વર્ષથી કોંગ્રેસ પાર્ટીનું રિપોર્ટિંગ કરતા આવ્યા છે. આ સિવાય શિક્ષણ અને ગ્રામીણ વિસ્તારના પ્રશ્નો અંગેનું રિપોર્ટિંગ તેમનો રસના વિષયો છે.
સંગઠનમાં દેશવ્યાપી આમૂલ ફેરફારની કોંગ્રેસે ગુજરાતથી કરી શરૂઆત, જિલ્લા નિરીક્ષકોની ટીમની કરાઈ રચના
કોંગ્રેસ પક્ષે ગુજરાતમાં સત્તા મેળવવા માટે કમર કસી છે. એઆઈસીસીનુ રાષ્ટ્રિય અધિવેશન અમદાવાદમાં યોજ્યા બાદ, લોકસભા વિપક્ષના નેતા અને કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રિય અધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે અમદાવાદમાં આવેલા પ્રદેશ કાર્યાલયે બેઠક યોજી હતી. આ બેઠકમાં જિલ્લા દિઠ પાંચ સભ્યોની એક ટીમ બનાવવામાં આવી છે.
- Narendra Rathod
- Updated on: Apr 15, 2025
- 5:25 pm
‘સરકારે ચૂંટણીમાં તેમને ફાયદો થાય તેવી ટેકનિક બનાવી’, કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનમાં ખડગેએ આપ્યું નિવેદન, જુઓ Video
આજે કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન સાબરમતી તટે મળ્યું છે. અમદાવાદમાં એક સદી અને ગુજરાતમાં 6 દાયકા બાદ કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન મળી રહ્યું છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનમાં દેશના તમામ રાજ્યોના એઆઈસીસી ડેલીગેટ ઉપસ્થિત રહ્યાં છે.
- Narendra Rathod
- Updated on: Apr 9, 2025
- 2:23 pm
કોંગ્રેસની CWC માં પ્રિયંકા ગાંધીને મોટી જવાબદારી સોંપવા અંગે મંથન, ખરગેએ સંઘને લીધુ આડેહાથ, ભાજપને સરદારના નામે ઘેરી
કોંગ્રેસની 3.30 કલાક ચાલેલી વર્કિંગ કમિટીની અધ્યક્ષતા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરગે એ કરી. તેમણે ભાજપ પર રાષ્ટ્રીય નાયકોના નામે લોકોમાં ગેરસમજ ઉભી કરી ષડયંત્ર ચલાવવાનો આરોપ લગાવ્યો. આ સાથે તેઓ સંઘ પર પણ ચાબખા મારવાનું ચુક્યા ન હતા.
- Narendra Rathod
- Updated on: Apr 8, 2025
- 8:25 pm
કોંગ્રેસના તમામ જિલ્લાધ્યક્ષોને સોંપાશે નવી જવાબદારી, ગ્રાસરૂટ લેવલે કોંગ્રેસને વધુ મજબૂત કરવા પર CWCમાં ચર્ચા- સચિન પાયલોટ
ગુજરાતમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન અંતર્ગત રાષ્ટ્રીય કાર્યકારિણી ચાલી રહી છે ત્યારે બેઠકમાં કયા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરવામા આવી રહી છે તે અંગે સચિન પાયલોટે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યુ કે બેઠકમાં દેશભરના કોંગ્રેસના જિલ્લાધ્યક્ષોની વધુ સશક્ત કરવા પર ભાર મુકવામાં આવી રહ્યો છે. આજે ચાલી રહેલી કાર્યકારિણીના અંતે ન્યાયપથ નામથી રિઝોલ્યુશન પણ પારિત કરવામાં આવશે.
- Narendra Rathod
- Updated on: Apr 8, 2025
- 4:03 pm
અમદાવાદમાં કોંગ્રેસના બે દિવસીય રાષ્ટ્રીય અધિવેશનનો થયો પ્રારંભ, પ્રથમ દિવસે CWCની બેઠક, ગાંધી આશ્રમમાં પ્રાર્થના સહિતના આ રહેશે કાર્યક્રમો- Video
અમદાવાદમાં કોંગ્રેસના બે દિવસીય રાષ્ટ્રીય અધિવેશનનો આજે 8મી એપ્રિલથી પ્રારંભ થયો છે. બે દિવસ ચાલનારા આ અધિવેશનમાં 2500 થી વધુ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ સામેલ થયા છે. ત્યારે આવો જાણીએ આ બે દિવસ દરમિયાન કોંગ્રેસનો શું રહેશે કાર્યક્રમ.
- Narendra Rathod
- Updated on: Apr 8, 2025
- 1:45 pm
Breaking News : અમદાવાદ જીવરાજપાર્ક ચાર રસ્તા પાસે AC ના ગોડાઉનમાં આગ, ફાયર વિભાની 10 ગાડી ઘટના સ્થળે, જુઓ Video
અમદાવાદના જીવરાજપાર્ક ચાર રસ્તા પાસે એક એસીના ગોડાઉનમાં આજે સવારે ભીષણ આગ લાગી. આસપાસના વિસ્તારમાં ધુમાડાના ગોટા ફેલાયા.
- Narendra Rathod
- Updated on: Apr 6, 2025
- 4:58 pm
ચિક્કાર પીધેલ હાલતમાં સ્કૂલ બસના ડ્રાઈવરે સર્જ્યો અકસ્માત, 35 વિદ્યાર્થીઓને લઈને નશેડી બસ ચાલક 20 કિમી ફર્યો- Video
અમદાવાદમાં દારુબંધીના ફરી એકવાર ધજાગરા ઉડતા દૃશ્યો સામે આવ્યા છે. જ્યાં ઘાટલોડિયા વિસ્તારમાં આવેલી આનંદ નિકેતન સ્કૂલ બસના ડ્રાઈવરે ચિક્કાર પિધેલ હાલતમાં બે જગ્યાએ બસ અડાડી દીધી હોવાનું સામે આવ્યુ છે. tv9 સમક્ષ ડ્રાઈવર ખુદ કબૂલી રહ્યો છે કે તે નશાની હાલતમાં બસ હંકારી રહ્યો હતો.
- Narendra Rathod
- Updated on: Apr 2, 2025
- 4:43 pm
Breaking News: અમદાવાદના પાલડી વિસ્તારમાંથી ઝડપાયો સોનાનો મોટો જથ્થો, 95.5 કિલો સોનું અને ₹70 લાખ રોકડ કબજે
ગુજરાત ATS અને DRIએ સંયુક્ત દરોડામાં 95.5 કિલો સોનું અને 70 લાખ રોકડા જપ્ત કર્યા છે. પાલડીના આવિષ્કાર અપાર્ટમેન્ટમાંથી મળેલું આ સોનું 86 કરોડથી વધુનું છે. મુંબઈના મેઘ શાહ નામના વ્યક્તિ પર શંકા છે, જે શેરબજાર અને ડબ્બા ટ્રેડિંગ સાથે જોડાયેલો છે.
- Narendra Rathod
- Updated on: Mar 17, 2025
- 8:13 pm
Video : RTE હેઠળ બાળકોના શિક્ષણ માટે ગુજરાત સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય, આવક મર્યાદામાં કરાયો વધારો, જાણો અન્ય વિગત
ગુજરાત સરકાર દ્વારા આરટીઈ (રાઈટ ટુ એજ્યુકેશન) હેઠળ પ્રવેશ માટે આવક મર્યાદા વધારીને ₹6 લાખ કરવામાં આવી છે, જેથી વધુ વિદ્યાર્થીઓને લાભ મળી શકે. ઓનલાઈન અરજીની અંતિમ તારીખ 15 એપ્રિલ સુધી લંબાવવામાં આવી છે.
- Narendra Rathod
- Updated on: Mar 15, 2025
- 8:04 pm
રાહુલે ગુજરાત આવતા જ શરૂ કર્યો તાબડતોબ બેઠકોનો દૌર, સિનિયર નેતાઓને ખખડાવતા પૂછ્યુ કે તમે કરો છો શું? તો એક કાર્યકરનો ફુ્ટ્યો ગુસ્સો- Video
ગુજરાતમાં 8-9 એપ્રિલે યોજાનારા કોંગ્રેસના મહાઅધિવેશન ના બરાબર એક મહિના અગાઉ રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાતે આવ્યા છે. આ મુલાકાત દરમિયાન અમદાવાદ પહોંચતાની સાથે જ તેમણે એક બાદ એક બેઠકોનો દૌર શરૂ કર્યો હતો. આ દરમિયાન રાહુલ ગાંધી અત્યંત આક્રમક મૂડમાં જોવા મળ્યા હતા અને રીતસરના ગુજરાત કોંગ્રેસના નેતાઓને ખખડાવી નાખતા એવો સવાલ પણ કર્યો હતો કે તમે બધા કરી શું રહ્યા છો?
- Narendra Rathod
- Updated on: Mar 7, 2025
- 7:19 pm
રાહુલ ગાંધીએ ગુજરાત કોંગ્રેસની સ્થિતિ અંગે વ્યક્ત કરી ચિંતા, આક્રમતાથી લડી શકે તેવા નેતાઓને કેન્દ્રીય નેતૃત્વ સપોર્ટ કરે તેવી રજૂઆત
રાહુલ ગાંધીના બે દિવસીય ગુજરાત પ્રવાસ દરમિયાન કોંગ્રેસનું મહાઅધિવેશન યોજાશે. પક્ષના પુનરુત્થાન અને 2024ની ચૂંટણી માટેની રણનીતિ પર ચર્ચા થશે. ગુજરાત કોંગ્રેસની કમજોરીઓ, સવર્ણોનો નારાજગી, મંદી અને બેરોજગારી જેવા મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. પક્ષમાં ધરમૂળથી ફેરફાર કરીને ભાજપને પડકારવાનો પ્રયાસ કરાશે.
- Narendra Rathod
- Updated on: Mar 7, 2025
- 3:28 pm
Breaking News : અમદાવાદમાં ધોરણ 3માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીનું મોત,સીડી ચડતા આવ્યો હાર્ટ એટેક, CCTV આવ્યા સામે, જુઓ Video
અમદાવાદના થલતેજની ઝેબર શાળામાં વિદ્યાર્થીનીનું મોત નિપજતા શાળામાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે. થલતેજની ઝેબર શાળામાં અભ્યાસ કરતી ધોરણ 3ની વિદ્યાર્થિનીનું હાર્ટ એટેકથી મોત નિપજ્યું છે.
- Narendra Rathod
- Updated on: Jan 10, 2025
- 2:12 pm