માત્ર અભ્યાસ કરીને નહીં પાસ કરી શકો યુપીએસસીની પરીક્ષા, આ સ્ટ્રેટજીથી કરો તૈયારી
યુનિયન પબ્લિક સર્વિસ કમિશનની સિવિલ સર્વિસ પરીક્ષા પાસ કરવા ઉમેદવારો દિવસ-રાત મહેનત કરે છે. ક્યારેક મહેનત સફળ થાય છે તો ક્યારેક નસીબ તમારો સાથ નથી આપતુ. આવી સ્થિતિમાં મુશ્કેલીઓનો સામનો કરી રહેલા ઘણા ઉમેદવારો હિંમત હારી જાય છે અને તૈયારી અધવચ્ચે છોડી દે છે. આવા ઉમેદવારોએ આ લેખ જરુરથી વાંચવો જોઈએ.

ઘણી વખત ઉમેદવારને લાગે છે કે તેણે ઘણી મહેનત કરી છે પરંતુ તેમ છતાં તે સફળ થયો નથી. જેના કારણે તેઓ હતાશ અને ચિંતિત થવા લાગે છે. પરંતુ તમને જણાવી દઈએ કે માત્ર મહેનત કરવાથી સફળતા નથી મળતી. તેના બદલે યોગ્ય રીતે અને યોગ્ય વ્યૂહરચના સાથે તૈયારી કરીને સફળતા પ્રાપ્ત થાય છે. ચાલો જાણીએ UPSC પરીક્ષા માટે યોગ્ય વ્યૂહરચના શું છે. જેના કારણે પ્રથમ પ્રયાસમાં જ સફળતા મળી શકે છે.

UPSC પરીક્ષાનો અભ્યાસક્રમ ઘણો મોટો હોવાથી તેને એકસાથે આવરી લેવો ખૂબ જ મુશ્કેલ છે. તેથી પહેલા અભ્યાસક્રમને જુદા જુદા ભાગોમાં વિભાજીત કરો અને બધા માટે એક સમય નક્કી કરો. તમારે સિલેબસના દરેક ભાગ માટે અલગથી તૈયારી કરવી જોઈએ.

UPSC પરીક્ષા પાસ કરવા માટે સમાચારપત્રો વાંચવું એ એક શ્રેષ્ઠ ટેવ છે. UPSC ઉમેદવારો માટે સમાચારપત્રો વાંચવું ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. મોટાભાગના UPSC ઉમેદવારો દેશ-દુનિયાની ખબરોથી માહિતગાર રહેવા માટે ટીવી9 નેટવર્ક સાથે જોડાયેલા રહે છે.

પરીક્ષાની તૈયારી માટે હંમેશા પ્લાન તૈયાર રાખો. જેથી તમે તે મુજબ તૈયારી કરી શકો. યુપીએસસીનો અભ્યાસક્રમ અઘરો છે તેથી તેને એકવાર વાંચીને તૈયારી કરવી શક્ય નથી. આ માટે તમારે વારંવાર રિવાઇઝ કરવાની જરૂર છે. તમે જેટલું વધારે રિવાઇઝ કરશો, સિલેબસ પર તમારી પકડ એટલી જ મજબૂત થશે.

UPSC મુખ્ય પરીક્ષા એ લેખિત પરીક્ષા છે. જેમાં વર્ણનાત્મક પ્રશ્નોના લેખિત જવાબો આપવાના રહેશે. આમાં સારા માર્ક્સ મેળવવા ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. તેથી જો તમારે પ્રથમ પ્રયાસમાં પરીક્ષા પાસ કરવી હોય તો જવાબ લખવાની પ્રેક્ટિસ શરૂ કરો. દરરોજ ઓછામાં ઓછો એક જવાબ લખવાનો પ્રયત્ન કરો, જે તમારી લેખન ક્ષમતાને મજબૂત કરશે. જવાબ પોઈન્ટમાં લખો અને સમયનું પણ ખાસ ધ્યાન રાખો.