International Women’s Day 2023: આ મહિલાઓનો રાજકીય ક્ષેત્રે વાગે છે ડંકો, વાંચો તેમની સફળ કારર્કિદી વિશે

International Women’s Day 2023: દેશની આ મહિલાઓએ રાજકિય ક્ષેત્રે પોતાની આગવી ઓળખ બનાવી, જાણો તેમની રાજકિય સફરમાં સફળ ગાથી વિશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 08, 2023 | 7:30 AM
8 માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે ઉજવાય છે. આ દિવસ વિશ્વની દરેક મહિલાને સમર્પિત છે, એક સ્ત્રી એક સાથે ઘણા બધા સ્વરૂપોમાં જીવે છે. મા બનીને સંતાનો તરફની ફરજ બજાવે છે. પત્ની અને વહું બની પતિની કેર અને ઘરની જવાબદારી સંભાળે છે, વડિલોની સેવા કરે છે, દિકરી તરીકે માતા-પિતાની સંભાળ રાખવી, બહેન તરીકે ફરજી બજાવવી, આ તમામ ફરજ ઉપરાંત સ્ત્રી પોતાની કરીયર પર આગળ વધવું, પોતાની સમાજમાં ઓળખ બનાવવી, પોતાને સમાજમાં ઓળખ આપવી, આ બધા માટે એક સ્ત્રી ઘણું સંઘર્ષ કરે છે,આજે આપણે આવા જ સંઘર્ષમય જીવનજીવીને દેશના રાજકીય સફરમાં સફળ રહેલા મહિલાઓ વિશે જાણીશું.

1 / 7
Nirmala Sitharaman-  નિર્મલા સીતારમણ (જન્મ 18 ઓગસ્ટ 1959) એક ભારતીય રાજકીય નેતા છે. બીજેપીના નેતા સીતારમણ હાલમાં ભારતના નાણા મંત્રી છે. નિર્મલા સીતારમણ 2003થી 2005 સુધી રાષ્ટ્રીય મહિલા આયોગના સભ્ય હતા. તે 03 સપ્ટેમ્બર 2017 સુધી ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા તેમજ વાણિજ્ય અને ઉદ્યોગ (સ્વતંત્ર હવાલો) અને નાણા અને કોર્પોરેટ બાબતોના રાજ્ય મંત્રી રહી ચૂક્યા છે અને 03 સપ્ટેમ્બર 2017ના રોજ તેમને સરકારમાં સંરક્ષણ મંત્રી બનાવવામાં આવ્યા હતા. ઈન્દિરા ગાંધી પછી ભારતના સંરક્ષણ મંત્રાલયનું નેતૃત્વ કરનાર સ્વતંત્ર ભારતના બીજા મહિલા નેતા અને સ્વતંત્ર રીતે પ્રથમ પૂર્ણ-સમયના મહિલા સંરક્ષણ પ્રધાન છે.

2 / 7
Smriti Irani - સ્મૃતિ (પંજાબીમાં સ્મૃતિ જુબીન ઇરાણી, જન્મ 23 માર્ચ 1976) એક ભારતીય ટેલિવિઝન અભિનેત્રી, મહિલા રાજકારણી અને ભારત સરકાર હેઠળ કાપડ અને મહિલા અને બાળ વિકાસ મંત્રી રહી ચૂક્યા છે. હાલ સંસાધન વિકાસ મંત્રી છે. ભારતની 2019ની લોકસભા ચૂંટણીમાં સ્મૃતિ ઈરાનીએ અમેઠી બેઠક જીતવા માટે દેશના મુખ્ય વિપક્ષી નેતા અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીને હરાવ્યા. સ્મૃતિ ઈરાની 2019ની મંત્રી પરિષદમાં સૌથી યુવા મંત્રી હતા, તેમણે મે 2019માં 43 વર્ષની વયે કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા હતા. તે ટેલિવિઝન ક્ષેત્રે સીરિયલ 'ક્યૂંકી સાસ ભી કભી બહુ થી'માં 'તુલસી'નું મુખ્ય પાત્ર ભજવ્યું હતું અને પ્રખ્યાત થઈ હતા.

3 / 7
sonia gandhi  -સોનિયા ગાંધી (જન્મ 9 ડિસેમ્બર 1946) એ ભારતીય રાજકારણી અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના ભૂતપૂર્વ પ્રમુખ છે. તેઓ ભૂતપૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીના પત્ની છે. કોંગ્રેસ અધ્યક્ષ તરીકેનો તેમનો કાર્યકાળ પાર્ટીના ઈતિહાસમાં સૌથી લાંબો છે, જેમાં તેમણે 2004 અને 2009માં કેન્દ્રમાં સરકારો બનાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. તેણે ફોર્બ્સની સૌથી શક્તિશાળી મહિલાઓની યાદીમાં ઘણી વખત સ્થાન મેળવ્યું છે. સોનિયા ગાંધી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખ હતા. હાલમાં તે રાયબરેલી,ઉત્તર પ્રદેશથી સંસદસભ્ય છે અને તેની સાથે તે માત્ર ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ જ નહીં, પરંતુ 15મી લોકસભામાં સંયુક્ત પ્રગતિશીલ ગઠબંધન (યુપીએ)ના પણ વડા છે. તે 14મી લોકસભામાં યુપીએના અધ્યક્ષ પણ હતા. સોનિયા ગાંધી કોંગ્રેસના 132-વર્ષના ઈતિહાસ (1998 થી 2017)માં સૌથી લાંબા સમય સુધી સેવા આપનાર પ્રમુખ છે.

4 / 7
mamata banerjee  મમતા બેનર્જી (બંગાળ 5 જાન્યુઆરી, 1955) ભારતના પશ્ચિમ બંગાળ રાજ્યના વર્તમાન મુખ્ય પ્રધાન અને રાજકીય પક્ષ તૃણમૂલ કોંગ્રેસના વડા છે. લોકો તેને દીદી (મોટી બહેન) તરીકે સંબોધે છે. બેનર્જીનો જન્મ કોલકાતામાં ગાયત્રી અને પ્રોમલેશ્વરને ત્યાં થયો હતો. સારવારના અભાવે તેમના પિતાનું અવસાન થયું, તે સમયે મમતા બેનર્જી માત્ર 17 વર્ષની હતા. તેઓ પશ્ચિમ બંગાળના પ્રથમ મહિલા મુખ્યમંત્રી છે. તેમણે બસંતી દેવી કોલેજમાંથી સ્નાતક પૂર્ણ કર્યું અને જોગેશ ચંદ્ર ચૌધરી લો કોલેજમાંથી કાયદાની ડિગ્રી મેળવી હતી.

5 / 7
jaya bhaduri bachchan  - જયા બચ્ચન (અગાઉ: જયા ભાદુરી) હિન્દી ફિલ્મોની અભિનેત્રી છે. હાલમાં તેઓ 2004થી ચાર ટર્મ માટે સમાજવાદી પાર્ટી તરફથી રાજ્યસભામાં સંસદસભ્ય છે. 1992માં તેમને ભારત સરકાર દ્વારા પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા. જયાનો જન્મ 9 એપ્રિલ 1948ના રોજ મધ્યપ્રદેશના જબલપુરમાં થયો હતો. તેમણે તેમના શાળા જીવનના કેટલાક વર્ષો નાગપુર (મહારાષ્ટ્ર)માં વિતાવ્યા હતા. જયાએ 1973માં અમિતાભ બચ્ચન સાથે લગ્ન કર્યા હતા. તેમને એક પુત્ર અને એક પુત્રી છે. પુત્ર અભિષેક બચ્ચન પણ ફિલ્મોમાં અભિનેતા છે.પુત્રી શ્વેતા બચ્ચન નંદા છે.

6 / 7
darshana jardosh -  દર્શના જરદોશ એક ભારતીય રાજકારણી છે અને કેન્દ્રીય રેલ્વે રાજ્ય મંત્રી અને કેન્દ્રીય કાપડ રાજ્ય મંત્રી તરીકે સેવા આપે છે. તેણી લોકસભામાં ગુજરાતના સુરત મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરે છે. તે ભારતીય જનતા પાર્ટી (BJP)ના સભ્ય છે અને 2009થી સતત ત્રણ વખત 15મી, 16મી અને 17મી લોકસભામાં ચૂંટાઈ આવી છે. દર્શના જરદોશનો જન્મ 21 જાન્યુઆરી 1961ના રોજ સુરત થયો હતો. તેમણે સર કે.પી. કોલેજ ઓફ કોમર્સ, સુરતમાંથી બી.કોમ. (અર્થશાસ્ત્ર અને બેંકિંગ) અને NIITમાંથી કોમ્પ્યુટરમાં સર્ટિફિકેટ કોર્સ કર્યો છે. તેમને બે પુત્રો છે. 2009ની સામાન્ય ચૂંટણી જીત્યા પછી તેણીએ 2014ની લોકસભા ચૂંટણી સુરતમાંથી 5,33,190 મતોના ઐતિહાસિક માર્જિન સાથે જીતી હતી, જે ઈન્દિરા ગાંધી પછી ભારતીય ચૂંટણી ઈતિહાસમાં કોઈપણ મહિલા સંસદસભ્ય માટે સૌથી મોટી જીત છે. તેઓ 76.6% વોટ શેર સાથે જીત્યા જે 2014ની ચૂંટણી માટે રેકોર્ડ છે. તેઓ 2019ની લોકસભા ચૂંટણીમાં સુરતમાંથી સંસદ સભ્ય તરીકે ફરી ચૂંટાયા હતા. તેમણે મોદી કેબિનેટના વિસ્તરણ દરમિયાન 7 જુલાઈ 2021ના રોજ રાજ્યમંત્રી તરીકે શપથ લીધા હતા.

7 / 7

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">