Breaking News : વડોદરામાં સમોસામાંથી નીકળ્યો વંદો, જુઓ Video
ખાદ્ય પદાર્થોમાં ભેળસેળના કિસ્સા તો તમે સાંભળ્યા જ હશે.જાહેર આરોગ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં થવાની ઘટના સામે આવી છે. વડોદરામાં હાઇજિનને નેવે મૂકીને લોકોને વંદાવાળા સમોસા પીરસી રહ્યો છે. તેનો આ દેખતો પુરાવો છે.
જો તમે સમોસા ખાવાના શોખીન છો તો સાવધાન થઈ જજો. સ્વાદના શોખીનો ગમે તે જગ્યાએ સમોસા જોતા આરોગતા હોય છે. ત્યારે તમે ફુડમાંથી વંદો,માખી,મચ્છર કે ઈયળ નીકળવાના તો સમાચાર સાંભળ્યા હશે. હવે તો એવું લાગે છે ફાસ્ટફુડમાંથી જીવાતો નીકળવી સામાન્ય વાત થઈ ગઈ છે. તમે નાની દુકાનમાં જાવ કે પછી મોટી હોટલોમાં જાવ તમને શુદ્ધ નહી પરંતુ ભેળસેળ અથવા તો જીવાતું વાળું ભોજન પીરસવામાં આવે છે. ત્યારે આજે વડોદરાના ચોખંડી વિસ્તારમાં સમોસામાંથી વંદો નીકળ્યો છે.સમોસામાંથી વંદો નીકળતા મહિલા ગ્રાહકનો ભારે હોબાળો મચાવ્યો હતો.
મહિલા ગ્રાહકે હોબાળો મચાવ્યો
શિવ શક્તિ સ્વીટ એન્ડ ફરસાણ માર્ટમાંથી મહિલાએ સમોસા ખરીદ્યા હતા. મહાનગરપાલિકાની આરોગ્ય શાખાની કામગીરી સામે મહિલાએ સવાલો કર્યા છે.વડોદરામાં વંદાવાળા સમોસા પીરસવાની ઘટના ખૂબ જ ગંભીર અને જાહેર આરોગ્ય સાથે ચેડાં સમાન છે. આ પ્રકારની બેદરકારી સામે ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા ત્વરિત અને કડક કાર્યવાહી થવી અત્યંત જરૂરી છે.
વડોદરા એ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્ય ભાગમાં આવેલું અને વિશ્વામિત્રી નદીને કિનારે વસેલું નગર છે. વધુ સમાચાર માટે અહી ક્લિક કરો
સૂરતમાં પૂર ઓસર્યા બાદ ગેરેજમાં વાહનો રિપેર કરવાવાળાઓની લાગી લાઈનો
72 વર્ષથી ચાલી આવતી પરંપરા અકબંધ, દૂધધારા પરિક્રમામાં ઉમટ્યા ભાવિકો
Morbi: ખેડૂતોની ઉપવાસ છાવણી પર કાળુ અમૃતિયા જોશમાં આવી ખોઈ બેઠા હોંશ
ગુજરાતમાં આજે પણ થાય છે બાળલગ્ન, જનપ્રતિનિધિ તરીકે અમે નિષ્ફળઃદેવુસિંહ
