AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : યુવરાજના પિતા યોગરાજ સિંહ કાનૂની મુશ્કેલીમાં ફસાયા, FIR દાખલ થઈ

યુવરાજ સિંહના પિતા યોગરાજ સિંહનું એક નિવેદન હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે. અભિનેતાએ પોતાના દીકરાના લગ્ન પર એક વાત કરી હતી. યોગરાજે કહ્યું હતુ કે, તેમણે તેમના પુત્રને બીજી જાતિની છોકરી સાથે લગ્ન કરવા વિનંતી કરી હતી.હાલમાં તેઓ એક વેબ સીરિઝના કારણે ફસાયા છે.

Breaking News : યુવરાજના પિતા યોગરાજ સિંહ કાનૂની મુશ્કેલીમાં ફસાયા,  FIR દાખલ થઈ
| Updated on: May 17, 2026 | 2:17 PM
Share

પૂર્વ ભારતીય ક્રિકેટર યુવરાજ સિંહના પિતા અને અભિનેતા યોગરાજ સિંહ હંમેશા કોઈના કોઈ કારણોસર ચર્ચામાં રહે છે. તેના ઈન્ટરવ્યું તો જલ્દી વાયરલ થતા હોય છે. પરંતુ હાલમાં તેની લુખે વેબ સીરિઝથી ચર્ચામાં આવ્યા છે. એક સીનમાં યોગરાજ મહિલાઓને લઈ અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હતો. તેના પર એક્શન પણ લેવામાં આવ્યું છે.

યોગરાજ સિંહ સામે FIR દાખલ

તાજેતરમાં રિલીઝ થયેલી વેબ સિરીઝ “લુખ્ખે” માં અપમાનજનક અને મહિલા વિરોધી ટિપ્પણી કરવા બદલ દાખલ કરાયેલી FIRમાં ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અને અભિનેતા યોગરાજ સિંહે આગોતરા જામીન અરજી દાખલ કરી છે. યોગરાજ સિંહની આગોતરા જામીન અરજી પર સુનાવણી 20 મેના રોજ થશે. તાજેતરમાં રિલીઝ થયેલી વેબ સિરીઝ “લુખ્ખે” માં તેમણે મહિલાઓ વિશે બોલેલો એક ડાયલોગના વિવાદમાં ફસાયો છે. વેબ સિરીઝમાં અપમાનજનક અને મહિલા વિરોધી ટિપ્પણી કરવા બદલ યોગરાજ સિંહ સામે FIR દાખલ કરવામાં આવી હતી.

હિન્દી વેબ સિરીઝ “લુખ્ખે”

ધરપકડથી બચવા માટે યોગરાજ સિંહે હવે કોર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ કરી છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર, કોર્ટે રાજ્ય સરકારને નોટિસ જાહેર કરીને 20 મે સુધીમાં જવાબ માંગ્યો છે. 8 મે, 2026 ના રોજ રિલીઝ થયેલી હિન્દી વેબ સિરીઝ “લુખ્ખે” ની 17 સેકન્ડની ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ આ વિવાદ શરૂ થયો હતો.પંજાબ મહિલા આયોગની ફરિયાદ બાદ ચંદીગઢ પોલીસે યોગરાજ સિંહ વિરુદ્ધ થોડા દિવસો પહેલા ફરિયાદ દાખલ કરી હતી. હાલમાં આ મામલે તપાસ ચાલી રહી છે પરંતુ આ વચ્ચે યોગરાજ સિંહે થોડા સમય પહેલા આપેલું એક ઈન્ટરવ્યુ ચર્ચામાં આવ્યું છે. જેમાં તે પોતાના દીકરાના લગ્નની વાત કરી રહ્યો હતો. અભિનેતાએ કહ્યું કે, તેના દીકરાને બીજી જાતિની છોકરી સાથે લગ્ન કરવાની વાત કરી હતી. ત્યારબાદ તેના ઘરે હોઝલ આવી.

એમેઝોન પ્રાઇમ પર પ્રીમિયર થયેલી વેબ સિરીઝ ‘લુખ્ખે’ ની વાત કરીએ તો, તેમાં સિંગર કિંગ, અભિનેત્રી રાશિ ખન્ના અને પલક તિવારી જેવા જાણીતા નામો છે. યોગરાજ સિંહ પણ મુખ્ય ભૂમિકામાં છે.

યોગરાજ સિંહના ડાયલોગ પર વિવાદ કેમ થયો?

વાયરલ ક્લિપમાં, યોગરાજ સિંહનું પાત્ર (જેની ઓળખ ‘વાલિયા સાહેબ’ તરીકે થાય છે) કથિત રીતે એક મહિલા પોલીસ અધિકારીને કહે છે કે સ્ત્રીનું સ્થાન દિવસ દરમિયાન રસોડાના ટેબલ પર છે અને રાત્રે અંતરંગતા માટે. ભારતીય દંડ સંહિતા (IPC) ની કલમ 79 અને માહિતી ટેકનોલોજી (IT) અધિનિયમ, 2000 ની કલમ 62-A હેઠળ FIR નોંધવામાં આવી છે.

2 બાળકોનો પિતાનો આવો છે પરિવાર  વધુ સમાચાર માટે અહી ક્લિક કરો

Follow Us
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને ભાગીદારીથી થશે આર્થિક લાભ
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને ભાગીદારીથી થશે આર્થિક લાભ
ન કોઈ સ્ટુડિયો ન મોંઘું સેટઅપ! ઇન્ટરનેટ પર છવાયો આ 3 બહેનોનો Video
ન કોઈ સ્ટુડિયો ન મોંઘું સેટઅપ! ઇન્ટરનેટ પર છવાયો આ 3 બહેનોનો Video
સાગબારા આંદોલનમાં પહેલા જ દિવસે ગેરહાજરીનું મનસુખ વસાવાએ આપ્યુ કારણ
સાગબારા આંદોલનમાં પહેલા જ દિવસે ગેરહાજરીનું મનસુખ વસાવાએ આપ્યુ કારણ
સુરતમાં MLA કુમાર કાનાણીના પત્ર બાદ RTO આવ્યુ એક્શનમાં
સુરતમાં MLA કુમાર કાનાણીના પત્ર બાદ RTO આવ્યુ એક્શનમાં
ઈઝરાયેલી ઈન્ફ્લુએન્સરે સલામ કરી કહ્યું- 'અમે આ ક્યારેય નહીં ભૂલીએ'
ઈઝરાયેલી ઈન્ફ્લુએન્સરે સલામ કરી કહ્યું- 'અમે આ ક્યારેય નહીં ભૂલીએ'
અંબાજી મંદિરમાં સોનાની ભેટમાં ઘટાડો, 5 વર્ષના આંકડા જુઓ
અંબાજી મંદિરમાં સોનાની ભેટમાં ઘટાડો, 5 વર્ષના આંકડા જુઓ
જુનાગઢના મગફળી સંશોધન કેન્દ્ર એ મગફળીમાં કર્યુ ક્રાંતિકારી સંશોધન
જુનાગઢના મગફળી સંશોધન કેન્દ્ર એ મગફળીમાં કર્યુ ક્રાંતિકારી સંશોધન
ગુજરાતમાં વરસાદની સંભાવના નહીં, ગરમીની અસર શરૂ, પવનની દિશા પલટાશે
ગુજરાતમાં વરસાદની સંભાવના નહીં, ગરમીની અસર શરૂ, પવનની દિશા પલટાશે
કાળી પટ્ટી અને પોસ્ટર સાથે અમદાવાદમાં વેપારીઓએ MDRનો કર્યો વિરોધ
કાળી પટ્ટી અને પોસ્ટર સાથે અમદાવાદમાં વેપારીઓએ MDRનો કર્યો વિરોધ
ઝડપાયેલી પાકિસ્તાની બોટનું નામ ‘આઝાદ’ હોવાનું સામે આવ્યું
ઝડપાયેલી પાકિસ્તાની બોટનું નામ ‘આઝાદ’ હોવાનું સામે આવ્યું
g clip-path="url(#clip0_868_265)">