AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

MS ધોનીએ યુવરાજ સિંહને ટીમમાંથી બહાર કરવાની આપી હતી સલાહ ? વર્ષો બાદ પૂર્વ ચીફ સિલેક્ટરે કર્યો મોટો ખુલાસો

ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ મુખ્ય પસંદગીકાર સંદીપ પાટીલે પોતાના કાર્યકાળ દરમિયાન થયેલા કેટલાક મહત્વપૂર્ણ અને ચર્ચાસ્પદ નિર્ણયોને લઈને મોટો ખુલાસો કર્યો છે. યુવરાજ સિંહને ટીમમાંથી બહાર કરવાની વાત હોય કે સચિન તેંડુલકરની નિવૃત્તિનો સમય હોય, પાટીલે અનેક મુદ્દાઓ પર ચર્ચા કરી અને મોટા ખુલાસા કર્યા હતા.

MS ધોનીએ યુવરાજ સિંહને ટીમમાંથી બહાર કરવાની આપી હતી સલાહ ? વર્ષો બાદ પૂર્વ ચીફ સિલેક્ટરે કર્યો મોટો ખુલાસો
MS Dhoni, Yuvraj SinghImage Credit source: PTI/X/ESPN
| Updated on: Mar 11, 2026 | 5:55 PM
Share

ભારતના પૂર્વ ક્રિકેટર અને 1983 વર્લ્ડ કપ વિજેતા ટીમના સભ્ય સંદીપ પાટીલે તાજેતરમાં પોતાના મુખ્ય પસંદગીકાર તરીકેના સમયગાળાને લઈને અનેક મુદ્દાઓ પર ખુલ્લેઆમ વાત કરી. યુટ્યુબ ચેનલ “ધ વિકી લાલવાણી શો”માં તેમણે ટીમ પસંદગી દરમિયાન લેવામાં આવેલા કેટલાક મોટા અને વિવાદાસ્પદ નિર્ણયો વિશે પોતાના અનુભવો શેર કર્યા.

સંદીપ પાટીલે કર્યા મોટા ખુલાસા

પાટીલે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે ભારતીય ટીમના ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ ક્યારેય યુવરાજ સિંહને ટીમમાંથી બહાર કરવાની માંગણી કરી નહોતી. વર્ષોથી યુવરાજના પિતા યોગરાજ સિંહ ધોની પર આરોપ લગાવતા આવ્યા છે, પરંતુ પાટીલના કહેવા મુજબ પસંદગી પ્રક્રિયામાં ધોનીએ કોઈ દખલગીરી કરી નહોતી.

યુવરાજને બહાર કરવા પાછળ ધોનીનો હાથ?

તેમણે કહ્યું કે સિલેકશન મીટીંગમાં, ટુર (શ્રેણી) કે મેચ દરમિયાન—કોઈ પણ સમયે ધોનીએ યુવરાજને બહાર કરવાની સલાહ આપી નહોતી. પાટીલએ કહ્યું કે ધોનીએ હંમેશા પસંદગી સમિતિના નિર્ણય પર વિશ્વાસ રાખ્યો હતો અને તેણે આ બાબતમાં ક્યારેય દબાણ બનાવ્યું નહોતું.

ગૌતમ ગંભીર વિશે કહી મોટી વાત

પાટીલે ગૌતમ ગંભીર અંગે પણ રસપ્રદ વાત કરી. તેમણે જણાવ્યું કે જ્યારે શિખર ધવન ટીમમાં આવ્યો ત્યારે ગંભીરને ટીમમાંથી બહાર કરવામાં આવ્યો હતો. આ નિર્ણય પછી ગંભીર હજુ પણ તેની સાથે વાત કરતો નથી અને બંને વચ્ચેનો સંબંધ ઠંડો પડી ગયો છે.

ગંભીર સાથે સંબંધોમાં ખટાશ

પાટીલના જણાવ્યા મુજબ એક સમય એવો હતો જ્યારે ગંભીરના તેની સાથે ખૂબ સારા સંબંધ હતા અને વારંવાર ફોન પર વાત કરતા હતા. પરંતુ હવે પરિસ્થિતિ સંપૂર્ણ બદલાઈ ગઈ છે. પાટીલ કહે છે કે જ્યારે તેઓ ટીવી શોમાં મળે છે ત્યારે પણ ગંભીર તેમની તરફ જોતો નથી અને હાઈ-હેલોનો જવાબ પણ આપતો નથી.

સચિનની નિવૃત્તિ પર શું કહ્યું?

આ સાથે જ પાટીલે જણાવ્યું કે તેમના કાર્યકાળ દરમિયાન સચિન તેંડુલકરને ટીમમાંથી બહાર કરવાની ચર્ચા પણ થઈ હતી. ત્યારબાદ સચિને પોતે જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય કર્યો. પાટીલના કહેવા મુજબ ઘણા ખેલાડીઓ જેમ કે વીવીએસ લક્ષ્મણ, રાહુલ દ્રવિડ અને સૌરવ ગાંગુલી સમય સાથે નિર્ણયોને સ્વીકારી આગળ વધ્યા, પરંતુ ગંભીર હજુ પણ તે બાબતને ભૂલ્યો નથી.

ICC Rankings: અભિષેક-ઈશાન વચ્ચે નંબર 1 ની રેસ બની મજેદાર, મિસ્ટ્રી સ્પિનરે ગુમાવ્યું ટોપનું સ્થાન

Follow Us
વડોદરામાં વરસાદ પહેલા ડ્રેનેજ પાઈપલાઈન નાખવાનો પ્રોજેક્ટ લટકી પડ્યો
વડોદરામાં વરસાદ પહેલા ડ્રેનેજ પાઈપલાઈન નાખવાનો પ્રોજેક્ટ લટકી પડ્યો
Vadodara: સંભવિત જળસંકટને નર્મદા નહેરનું પાણી મેળવવા હાથ ધરાઈ કવાયત્ત
Vadodara: સંભવિત જળસંકટને નર્મદા નહેરનું પાણી મેળવવા હાથ ધરાઈ કવાયત્ત
સુભાષ બ્રિજ સંપૂર્ણ તોડાશે, નવા 8 લેન બ્રિજને મંજૂરી
સુભાષ બ્રિજ સંપૂર્ણ તોડાશે, નવા 8 લેન બ્રિજને મંજૂરી
છોટાઉદેપુરમાં ખાતરની તીવ્ર અછત, ખેડૂતોને પાક નિષ્ફળ જવાનો ભય
છોટાઉદેપુરમાં ખાતરની તીવ્ર અછત, ખેડૂતોને પાક નિષ્ફળ જવાનો ભય
નીતિન પટેલ ટ્રાફિક જામમાં ફસાતા પોલીસકર્મીઓને ખખડાવ્યા,
નીતિન પટેલ ટ્રાફિક જામમાં ફસાતા પોલીસકર્મીઓને ખખડાવ્યા,
ડિમોલિશનના બહાને સરકારી કર્મીઓ અને પોલીસે '₹27 લાખ' જયાફત ઉડાવી
ડિમોલિશનના બહાને સરકારી કર્મીઓ અને પોલીસે '₹27 લાખ' જયાફત ઉડાવી
તંત્રની બેદરકારીના પાપે લાખોના ખર્ચે ખરીદેલા તરાપા બની ગયા ભંગાર
તંત્રની બેદરકારીના પાપે લાખોના ખર્ચે ખરીદેલા તરાપા બની ગયા ભંગાર
Rajkot: રાજકોટમા ધોરાજીમાં સ્મશાનના નવિનીકરણમાં ભ્રષ્ટાચારના આરોપ
Rajkot: રાજકોટમા ધોરાજીમાં સ્મશાનના નવિનીકરણમાં ભ્રષ્ટાચારના આરોપ
ભાવનગરમાં જોખમી મકાનોને કરાશે ધ્વસ્ત, ગરીબ વસાહતીઓની પુનર્વસનની માગ
ભાવનગરમાં જોખમી મકાનોને કરાશે ધ્વસ્ત, ગરીબ વસાહતીઓની પુનર્વસનની માગ
ગીર વિસ્તારમાં વધુ એકવાર સિંહ પજવણીનો Video વાયરલ
ગીર વિસ્તારમાં વધુ એકવાર સિંહ પજવણીનો Video વાયરલ
g clip-path="url(#clip0_868_265)">