AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

નીતિન પટેલે નવા ચૂંટાયેલા નેતાઓેને કરી ટકોર, માત્ર જીતીને ખિસ્સામાં હાથ નાખીને ફરવાથી નહીં ચાલે- Video

નીતિન પટેલે નવા ચૂંટાયેલા નેતાઓેને કરી ટકોર, માત્ર જીતીને ખિસ્સામાં હાથ નાખીને ફરવાથી નહીં ચાલે- Video

TV9 Gujarati
| Edited By: | Updated on: May 19, 2026 | 4:17 PM
Share

મહેસાણાના કડીમાં નીતિન પટેલે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં વિજેતા બનેલા ભાજપના નવા નેતાઓને આકરા શબ્દોમાં ટકોર કરી. તેમણે કહ્યું કે માત્ર જીતીને ખિસ્સામાં હાથ નાખીને ફરવાથી નહીં ચાલે, ભૂતકાળના સંઘર્ષો યાદ રાખો. પ્રજાનો વિશ્વાસ જીતવા માટે નક્કર કામ કરવું પડશે. જૂના કાર્યકરોના બલિદાન ભૂલ્યા વગર સેવાભાવી નેતા બનવા તેમણે શીખ આપી.

મહેસાણાના કડીમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ભાજપના અભિવાદન સમારંભમાં પૂર્વ ડિપ્ટી સીએમ નીતિન પટેલ આક્રમક અંદાજમાં જોવા મળ્યા. જાહેર મંચ પરથી નીતિન પટેલે પોતાના અનુભવો વર્ણવતા ભાજપના નવા નેતાઓને ટકોર કરી. સાથે નીતિન પટેલે પોતાની જ પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિઓનો ક્લાસ લીધો હતો. નીતિન પટેલે ભાજપમાં આવેલા નવા નેતાઓ પર નિશાન સાધતા કહ્યું કે, જેમને અત્યારે બધું સરળતાથી મળી ગયું છે તેઓ ભૂતકાળનો સંઘર્ષ ભૂલે નહીં. તેમણે કહ્યું કે મોદી સાહેબ અને કમળના નિશાન પર જીતીને કેટલાક નેતાઓ ખિસ્સામાં હાથ નાખીને ફરે છે પરંતુ તેમને ભૂતકાળનો સંઘર્ષ યાદ નથી.

ભાજપને અહીં સુધી પહોંચાડવા માટે જૂના કાર્યકરોએ પરસેવો પાડ્યો છે. એ વાત સમજાવતા નીતિન પટેલે કહ્યું 1990ના દાયકામાં ભાજપ માટે પ્રચાર કરવો એ લોઢાના ચણા ચાવવા જેવું હતું પરંતુ કાર્યકરોએ આ કપરુ કાર્ય પણ પાર પાડ્યું હતું. નીતિન પટેલે નવા ચૂંટાયેલા પ્રતિનિધિઓને શિખામણ આપતા કહ્યું કે માત્ર મીઠો આવકાર આપવાથી કંઈ નહીં થાય પરંતુ નક્કર કામ કરવાથી જ પ્રજાનો વિશ્વાસ જીતી શકાય.

ધાર ભોજશાળા: જ્યાં કાલિદાસ અને બાણભટ્ટ વિદ્યા વહેંચતા, સરસ્વતીનું એ પવિત્ર ધામ જે ફરી ગુંજશે વેદ મંત્રોથી

Follow Us
g clip-path="url(#clip0_868_265)">