Gir Somnath: કોડિનાર ગ્રામ્ય વિસ્તારમાં ડીઝલ ભરાવવા માટે ટ્રેક્ટરની લાગી લાઈનો- Video
ગીર સોમનાથમાં કોડિનાર ગ્રામ્ય વિસ્તારોમાં ડીઝલ ભરાવવા માટે પેટ્રોલ પંપ પર મોટી સંખ્યામાં ખેડૂતો ઉમટી પડ્યા. લણણી અને ચોમાસુ વાવેતર માટે ખેતરો તૈયાર કરવા ડીઝલની માગ વધી છે.
ગીરસોમનાથમાંથી ફરી એકવાર પેટ્રોલ પંપ પર લાંબી કતારો લાગી હોય તેવા દૃશ્યો સામે આવ્યા છે. કોડિનારના ગ્રામ્ય વિસ્તારોમાં ટ્રેક્ટરોની લાંબી કતારો લાગી છે. ડીઝલ ભરાવવા માટે પેટ્રોલ પંપ પર મોટી સંખ્યામાં ખેડૂતો ઉમટ્યા છે. લણણી અને ચોમાસુ વાવેતર માટે ખેતરો તૈયાર કરવા ડીઝલની માગ વધી છે. થોડા દિવસ અગાઉ પણ ખેડૂતોઓ લાંબી કતારો લગાવી હતી. કેરબામાં ડીઝલ ભરવાની મનાઈ કરાતા ટ્રેક્ટર સાથે ખેડૂતો ઉમટ્યા છે. વારંવાર લાઈનમાં ઉભા રહેવાની સ્થિતિ સર્જાતા ખેડૂતો પરેશાન થયા છે.
મહત્વનું છે કે ખેતી કરવા માટે ડીઝલની તાતી જરૂરિયાત હોય છે. ત્યારે ડીઝલ પૂરતુ ન મળતા ખેડૂતો કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવા મજબૂર બન્યા છે. ઉપરાંત અમુક પેટ્રોલ પંપ પર ડીઝલ ખૂટી જવાથી પણ ખેડૂતોને પારાવાર હાલાકી ભોગવવાનો વારો આવ્યો છો. ખેડૂતોનો આક્ષેપ છે કે હાલ સ્થિતિ એવી છે કે તેમને પૂરતુ ડીઝલ મળી રહ્યુ નથી. ખેડૂતોને હાલ ખાતર, જંતુનાશક દવાઓ બાદ હવે ડીઝલ માટે પણ લાઈનમાં ઉભા રહેવાનો વારો આવ્યો છે.
Garud Puran: મૃત્યુની બરાબર 5 મિનિટ પહેલા માણસને શું દેખાય છે? જાણો ગરુડ પુરાણનું ચોંકાવનારુ રહસ્ય
દમણમાં મોનસુનન ફેસ્ટીવલનો પ્રારંભ, નશામુક્ત રહેવા યુવાનોને અપીલ
અમદાવાદમાં મીઠાઈ વિક્રેતાઓેને ત્યાં ફુડ વિભાગનો રેપિડ ટેસ્ટ લાઈવ ડેમો
Breaking News : દારુકાંડમાં વધુ 13 આરોપીઓ પર પોલીસનો સપાટો..
બનાસકાંઠામાં મહિલાના ધર્માંતરણનો આરોપ, ચાર શખ્સો સામે નોંધાઈ ફરિયાદ
