કરોડો હિંદુઓની આસ્થાના ધામ સમા રામમંદિરમાં 25 નવેમ્બરે થશે ધ્વજારોહણ, 30 મિનિટના શુભ મુહૂર્તમાં આટોપી લેવાશે તમામ વિધિ
બાંધકામ એજન્સી દ્વારા ત્રણ સેટમાં મોકલવામાં આવેલા ધ્વજ રેશમ-કોટેડ પેરાશૂટ ફેબ્રિકના દોરામાંથી બનાવવામાં આવ્યા છે. વાલ્મીકિ રામાયણ પર આધારિત, આ ધ્વજમાં રામ રાજ્યનું પ્રતીક "કોવિદાર" વૃક્ષ અને સૂર્ય વંશનું પ્રતીક સૂર્ય દેવને દર્શાવવામાં આવ્યા છે. સમન્વયના પ્રતીક 'ઓમકાર' નું પ્રતીક પણ દર્શાવવામાં આવ્યું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 25 નવેમ્બરના રોજ રામ મંદિરના શિખર પર નિર્ધારિત શુભ સમયે ધ્વજ ફરકાવશે. સેના અને સંરક્ષણ મંત્રાલયના નિષ્ણાતોએ ધ્વજારોહણ અંગેના વ્યવસ્થાપનની કમાન સંભાવી છે અને જરૂરી સૂચનો આપવામાં આવ્યા છે. જોકે સૂચનો આપવામાં આવે તે પહેલાં જ રામ મંદિરમાં ધ્વજ પહોંચી ગયો હતો. બાંધકામ એજન્સીએ ધ્વજના ત્રણ સેટ મોકલ્યા હતા. હવે, સંરક્ષણ મંત્રાલયના સૂચનોને ધ્યાનમાં રાખીને, બાંધકામ એજન્સીને ધ્વજ પરત કરવા અને તેને હળવા વજનના કાપડમાંથી ફરીથી બનાવવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, સંરક્ષણ મંત્રાલયના નિષ્ણાતોની સલાહના આધારે, બે થી ત્રણ કિલોગ્રામ વજનનો બીજો ધ્વજ મંગાવવામાં આવ્યો છે. હળવા વજનના ધ્વજની લંબાઈ અને પહોળાઈ પણ 22 બાય 11 ફૂટ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
અડધી કલાકનું શુભ મુહૂર્ત
એવું જણાવવામાં આવ્યું હતું કે ધ્વજારોહણમાં પાંચ મિનિટનો સમય લાગશે અને આરોહણ પણ અડધી કલાકના શુભ મુહૂર્ત દરમિયાન થશે. બાંધકામ એજન્સી દ્વારા ત્રણ સેટમાં મોકલવામાં આવેલા ધ્વજ રેશમ-કોટેડ પેરાશૂટ ફેબ્રિકના દોરામાંથી બનાવવામાં આવ્યા છે. વાલ્મીકિ રામાયણ પર આધારિત, આ ધ્વજમાં રામ રાજ્યનું પ્રતીક “કોવિદાર” વૃક્ષ અને સૂર્ય વંશનું પ્રતીક સૂર્ય દેવને દર્શાવવામાં આવ્યા છે. સમન્વયના પ્રતીક ‘ઓમકાર’ નું પ્રતીક પણ દર્શાવવામાં આવ્યું છે.
આ સમયે કરાશે ધ્વજારોહણ
રામ મંદિરમાં 25 નવેમ્બરના રોજ ધ્વજારોહણ સમારોહ સ્વતંત્રતા દિવસ જેવા રાષ્ટ્રીય સમારોહની ગરિમા સાથે યોજાશે. વૈદિક પરંપરાઓ અને આધુનિક શિષ્ટાચાર અનુસાર સવારે 11:00 થી બપોરે 01:30 વાગ્યા સુધી નિર્ધારિત શુભ સમયે ધ્વજરોહણ સમારોહ યોજાશે. આ સમયગાળા દરમિયાન, બપોરે 12:00 થી બપોરે 12:30 વાગ્યા સુધી પસંદ કરાયેલા 30 મિનિટના શુભ સમયે ધ્વજારોહણ કરવામાં આવશે.
વાહન પાર્કિંગ અંગે મહાસચિવે આપ્યો સંદેશ
સોમવારે ફરીથી પ્રકાશિત થયેલા એક વિડિઓ સંદેશમાં, શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રના મહાસચિવ ચંપત રાયે 25 નવેમ્બરના રોજ આમંત્રિત તમામ મહેમાનો માટે વાહન પાર્કિંગ અંગે એક ખાસ સંદેશ જારી કર્યો હતો. સંદેશમાં અપીલ કરવામાં આવી હતી કે અયોધ્યામાં છ અલગ અલગ પ્રવેશ માર્ગો છે, જેમાં ગોરખપુર, ગોંડા, અકબરપુર, પ્રયાગરાજ, રાયબરેલી અને લખનૌ નો સમાવેશ થાય છે. આ બધા માર્ગોથી આવતા મહેમાનો માટે અલગ અલગ વિસ્તારોમાં વાહન પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. પોલીસ વહીવટીતંત્ર આ કાર્યમાં રોકાયેલું છે. RSS અને VHP કાર્યકરોની ટીમો પોલીસ વહીવટીતંત્ર સાથે સંકલન કરી રહી છે અને વ્યવસ્થા કરી રહી છે. તેમણે વાહન પાર્કિંગમાં પોલીસ પ્રશાસનને સહકાર આપવા માટે દરેકને વિનંતી કરી છે.
ધૂળ અને ધુમાડા વચ્ચે પણ શ્રદ્ધાળુઓ દર્શન માટે આવી રહ્યા છે
અયોધ્યામાં મંદિરનું બાંધકામ પૂર્ણતાના આરે છે. દરમિયાન, પથ્થરોને પોલિશ કરવાનું અને સાફ કરવાનું કામ યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે. પરિણામે, આખું સંકુલ ધૂળથી ઢંકાયેલું દેખાય છે. તો નીચેની પ્લિન્થ પર થ્રીડી ભીંતચિત્રો પણ લગાવવાની તૈયારી ચાલી રહી છે. શિખરથી થાંભલા અને સપાટી સુધી હાથ મશીનોના સતત મોટા-મોટા અવાજોનો ઘોંઘાટ રહે છે. છતા આ દરમિયાન ભક્તોનો પ્રવાહ આવી રહ્યો છે, જેમાંથી મોટાભાગના લોકો નાક પર રૂમાલ બાંધીને દર્શન કરી રહ્યા છે.
