IND vs SL : શુભમન ગિલનો 2025માં બનાવેલો રેકોર્ડ જોખમમાં, સ્મૃતિ મંધાના તોડી શકે છે ગિલનો રેકોર્ડ
Shubman Gill- Smriti Mandhana : વર્ષ 2025માં છેલ્લી મેચમાં સ્મૃતિ મંધાનાની સામે એક મોટો રેકોર્ડ છે. શ્રીલંકા વિરુદ્ધ છેલ્લી ટી20 મેચમાં જો પોતાનું ફોર્મ જાળવી રાખે છે તો તે ગિલનો રેકોર્ડ તોડી શકે છે.

શુભમન ગિલ, જેને ટીમ ઈન્ડિયાની T20 વર્લ્ડ કપ ટીમમાં પસંદ કરવામાં આવ્યો ન હતો, તે હવે એક રેકોર્ડ ખતરોનો સામનો કરી રહ્યો છે. ગિલનો આ રેકોર્ડ તેણે 2025માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં હાંસલ કર્યો હતો. ગિલનો આ રેકોર્ડનો ખતરો સ્મૃતિ મંધાનાથી છે. જે આ રેકોર્ડ તોડવાને ખુબ નજીક છે અને તેની પાસે મોટી તક પણ છે.

ભારતીય પુરુષ ક્રિકેટ ટીમે વર્ષ 2025માં પોતાના તમામ ઈન્ટરનેશમલ મેચ રમી છે. હવે જાન્યુઆરી 2026માં મેચ રમશે પરંતુ ભારતીય મહિલા ટીમ 30 ડિસેમ્બરના રોજ પોતાની છેલ્લી ઈન્ટરનેશનલ મેચ રમશે. આ મેચ શ્રીલંકા વિરુદ્ધની સીરિઝની છેલ્લી ટી20 મેચ હશે.

4-0થી લીડ સાથે ભારતીય મહિલા ટીમ આ સીરિઝ પહેલા જ જીતી ચૂકી છે. ત્યારે છેલ્લી મેચમાં જોવાનું રહેશે કે, સ્મૃતિ મંધાના શુભમન ગિલનો રેકોર્ડ તોડી શકે છે કે, નહી.

હવે સવાલ એ છે કે, શુભમન ગિલનો વર્ષ 2025માં બનાવેલો રેકોર્ડ શું છે. જેને તોડવા પર સ્મૃતિ મંધાનાની નજર છે. તો તે 2025માં સૌથી વધારે ઈન્ટરનેશનલ રન છે. મહિલા અને પુરુષ બંન્ને કેટેગરીમાં ગિલે વર્ષ 2025માં સૌથી વધારે ઈન્ટરનેશલ રન બનાવ્યા છે. સ્મૃતિ મંધાના પાસે આ વર્ષની તેની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચમાં આ રેકોર્ડ તોડવાની સુવર્ણ તક છે.

ગિલે વર્ષ 2025માં 35 ઈન્ટરનેશનલ મેચમાં 49ની સરેરાશથી 1764 રન બનાવ્યા છે. જેમાં 7 સદી અને 3 અડધી સદી સામેલ છે. રનનો આ આંકડો ઈન્ટરનેશનલ ક્રિકેટમાં હાલમાં કોઈ પણ બેટ્સમેનથી વધારે છે. પરંતુ શ્રીલંકા વિરુદ્ધ ટી20 સીરિઝમાં સ્મૃતિ મંધાના ફોર્મમાં જોવા મળી રહી છે. જો તે છેલ્લી ટી20 મેચમાં આ ફોર્મ જાળવી રાખે છે. તો ગિલનો રેકોર્ડ તુટી શકે છે.

શુભમન ગિલના રેકોર્ડથી સ્મૃતિ મંધાના માત્ર 62 રન દુર છે. તેમણે વર્ષ 2025માં અત્યારસુધી 32 ઈન્ટરનેશલ મેચ રમી છે. 1703 રન બનાવ્યા છે.ગિલનો રેકોર્ડ તોડીને, તે 2025 માં પુરુષ અને મહિલા બંને કેટેગરીઓમાં સૌથી વધુ આંતરરાષ્ટ્રીય રન બનાવનાર ખેલાડી બનશે.(photo: PTI)
શુભમન ગિલનો જન્મ 8 સપ્ટેમ્બર 1999ના રોજ પંજાબના એક પંજાબી શીખ પરિવારમાં થયો હતો. પરિવાર જુઓ અહી ક્લિક કરો
