Shubman Gill Health: સિલેક્શનના દિવસે જ શુભમન ગિલને મોટો ઝટકો, જમ્યા પછી તબિયત બગડી
શુભમન ગિલની હેલ્થને લઇને ફરી એક અપડેટ સામે આવી છે. ટીમ ઈન્ડિયાના ODI કેપ્ટન શુભમન ગિલની મેદાનમાં વાપસી ઈજાને કારણે મોડી પડી છે. ગિલ સિક્કિમ સામે વિજય હજારે ટ્રોફી મેચ માટે વાપસી કરવાનો હતો, પરંતુ તે ભાગ લઈ શક્યો ન હતો. અહેવાલો અનુસાર, પંજાબ માટે રમવાની તૈયારી કરી રહેલા શુભમન ગિલ મેચ પહેલા ફરી બીમાર પડી ગયા હતા

શુભમન ગિલની હેલ્થને લઇને ફરી એક અપડેટ સામે આવી છે. ટીમ ઈન્ડિયાના ODI કેપ્ટન શુભમન ગિલની મેદાનમાં વાપસી ઈજાને કારણે મોડી પડી છે. ગિલ સિક્કિમ સામે વિજય હજારે ટ્રોફી મેચ માટે વાપસી કરવાનો હતો, પરંતુ તે ભાગ લઈ શક્યો ન હતો. અહેવાલો અનુસાર, પંજાબ માટે રમવાની તૈયારી કરી રહેલા શુભમન ગિલ મેચ પહેલા ફરી બીમાર પડી ગયા હતા, જેના કારણે તેમને બહાર બેસવાની ફરજ પડી હતી.
યોગાનુયોગ, ગિલની બીમારીના સમાચાર એ જ દિવસે આવ્યા જ્યારે ટીમ ઈન્ડિયા ન્યૂઝીલેન્ડ સામે ODI શ્રેણી માટે પસંદગી કરી રહી હતી. આનાથી પ્રશ્ન ઉભો થાય છે કે શું તે શ્રેણી માટે ફિટ થશે. કારણકે શુભમન ગિલના ચાહકો તે જલ્દી પરત ફરે તેની રાહ જોઇ રહ્યા છે.
ભોજન આરોગ્ય બાદ ગિલ બીમાર પડ્યો
પંજાબ અને સિક્કિમ શનિવાર, 3 જાન્યુઆરીએ વિજય હજારે ટ્રોફીમાં ટકરાવવાના હતા. આ મેચ ગિલની વાપસીને ચિહ્નિત કરવાની હતી, જેણે ન્યૂઝીલેન્ડ સામે ODI શ્રેણી પહેલા ટુર્નામેન્ટમાં બે મેચ રમી હતી. પહેલી મેચ સિક્કિમ સામે હતી, પરંતુ મેચ પહેલા ખોરાક ખાધા પછી શુભમન ગિલની તબિયત બગડી ગઈ. સ્પોર્ટસ્ટારના એક અહેવાલમાં સૂત્રોના હવાલાથી જણાવાયું છે કે ગિલ ફૂડ પોઇઝનિંગથી પીડાઈ રહ્યો હતો, જેના કારણે તેને મેચમાંથી બાકાત રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
શુભમન ગિલ શુક્રવારે મોડી રાત્રે ચંદીગઢથી જયપુર પહોંચ્યો હતો. હવે, તેને 6 જાન્યુઆરીએ ગોવા સામેની બીજી મેચ સુધી રાહ જોવી પડશે. જોકે, આ મેચ માટે ગિલની સાથે પહોંચેલા ડાબોડી ફાસ્ટ બોલર અર્શદીપ સિંહે મેચમાં ભાગ લીધો હતો અને પહેલી બે ઓવરમાં જ વિકેટ લીધી હતી.
શું તે ODI શ્રેણી માટે ફિટ થશે?
ગિલની બીમારીના સમાચાર એક આંચકો છે કારણ કે ભારત-ન્યૂઝીલેન્ડ ODI શ્રેણી માટે ટીમ ઈન્ડિયાની પસંદગી શનિવારે થવાની છે. શું તે ODI શ્રેણીમાં રમવા માટે ફિટ થશે કે નહીં તે હવે એક મુખ્ય પ્રશ્ન બની ગયો છે. ગિલને ગયા વર્ષે ઓક્ટોબરમાં ભારતીય ODI ટીમનો કેપ્ટન નિયુક્ત કરવામાં આવ્યો હતો, પરંતુ ત્યારથી, તેણે ઓસ્ટ્રેલિયાના તેના પહેલા પ્રવાસમાં ફક્ત ત્રણ મેચ રમી છે. તે દક્ષિણ આફ્રિકા સામે ODI શ્રેણીમાં રમી શક્યો ન હતો કારણ કે તે ટેસ્ટ શ્રેણી દરમિયાન ઘાયલ થયો હતો.
ક્રિકેટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
