AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: દૂષિત પાણીથી ટીમ ઇન્ડિયાનો પરસેવો છૂટયો! શુભમન ગિલ 3 લાખ રૂપિયાના વોટર પ્યુરિફાયર સાથે ઇન્દોર પહોંચ્યો

ભારતીય ક્રિકેટ ટીમ ત્રીજી અને નિર્ણાયક મેચ રમવા માટે ઈન્દોર પહોંચી ગઈ છે. હવે આ બધા વચ્ચે ખાસ વાત એ છે કે, શુભમન ગિલ પોતાની સાથે ઈન્દોરમાં ત્રણ લાખ રૂપિયાનું વોટર પ્યુરીફાયર લઈને પહોંચ્યો છે.

Breaking News: દૂષિત પાણીથી ટીમ ઇન્ડિયાનો પરસેવો છૂટયો! શુભમન ગિલ 3 લાખ રૂપિયાના વોટર પ્યુરિફાયર સાથે ઇન્દોર પહોંચ્યો
Image Credit source: PTI
| Updated on: Jan 17, 2026 | 8:01 PM
Share

ભારતીય ક્રિકેટ ટીમ ત્રીજી અને નિર્ણાયક મેચ રમવા માટે ઈન્દોર પહોંચી ગઈ છે. તાજેતરના સમયમાં ઈન્દોર સમગ્ર ભારતમાં ખૂબ જ ચર્ચામાં રહ્યું હતું. આનું કારણ અહીંનું દૂષિત પાણી હતું, જેના સેવનથી ઘણા લોકોએ જીવ ગુમાવ્યા હતા.

આ મુદ્દો સતત ચર્ચામાં રહ્યો છે અને ટીમ ઈન્ડિયા પણ આ બાબતે સાવધ છે. માત્ર ટીમ ઈન્ડિયા જ નહીં પરંતુ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) પણ આ મામલે સતર્ક છે અને ખેલાડીઓની સુરક્ષામાં કોઈ કસર બાકી રાખી રહ્યું નથી. આમ તો ટીમ ઇન્ડિયા ઇન્દોરની ફાઇવ સ્ટાર હોટલમાં રોકાઈ રહી છે. ફાઇવ સ્ટાર હોટલો પોતાની સ્વચ્છતા અને હાઈજીન (આરોગ્યપ્રદ સ્થિતિ) માટે જાણીતી હોય છે.

‘ગિલ’ શા માટે વોટર પ્યુરિફાયર લઈને ગયો?

મીડિયા રિપોર્ટ અનુસાર, શુભમન ગિલ દૂષિત પાણીથી બચવા માટે પોતાની સાથે ઈન્દોરમાં ત્રણ લાખ રૂપિયાનું વોટર પ્યુરિફાયર લઈને ગયો છે. આ પ્યુરિફાયર RO અને બોટલના પાણીને ફરીથી શુદ્ધ કરી દે છે.

સૂત્રોના હવાલેથી કહેવામાં આવ્યું છે કે, “આ ડિવાઇસ સામાન્ય સિસ્ટમ કરતા હાઇ લેવલ સુધી પાણી ફિલ્ટર કરે છે. જો કે, હોટલ સ્ટાફને આ મશીનની ટેકનોલોજી અથવા તેના દૈનિક ઉપયોગ વિશે વધુ માહિતી આપવામાં આવી નથી.”

સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં ન આવ્યો

ભારતીય ટીમના મીડિયા મેનેજરે આ મુદ્દા પર ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો. ટૂંકમાં, આ પગલું તાજેતરમાં સામે આવેલા પાણીની ગુણવત્તા સંબંધિત મામલાઓને કારણે લેવામાં આવ્યું છે કે પછી આ કેપ્ટનની સામાન્ય સ્વાસ્થ્ય સાવચેતીઓનો એક ભાગ છે? તે વિશે સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.

એવું જણાવવામાં આવી રહ્યું છે કે, ટીમ જે હોટલમાં રોકાઈ છે ત્યાં અને હોલ્કર સ્ટેડિયમ બંને જગ્યાએ પીવાના શુદ્ધ પાણી માટે આરો (RO) પ્લાન્ટ અને સીલબંધ બોટલના પાણી જેવી પૂરતી સુવિધાઓ પહેલેથી જ ઉપલબ્ધ છે.

કોહલી પણ ‘સજાગ’

હોટલમાં સુરક્ષિત પાણી માટે આરો (RO) થી લઈને બોટલના પાણી સુધીના તમામ પ્રકારના વિકલ્પ ઉપલબ્ધ છે પરંતુ ટીમ ઈન્ડિયા વધુ સાવચેતી રાખવા માંગે છે. પાણીને લઈને ભારતનો સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી હંમેશા સજાગ રહે છે. તે ‘ઇવિયન નેચરલ સ્પ્રિંગ વોટર’ (Evian Natural Spring Water) જ પીવે છે, જે ખાસ ફ્રાન્સથી આવે છે.

Breaking News: 14 વર્ષના વૈભવ સૂર્યવંશીએ ‘કિંગ કોહલી’નો રેકોર્ડ તોડ્યો, વન-ડે કારકિર્દીમાં કર્યું ‘મોટું કારનામું’

જૂનાગઢમાં જુત્તાનો વિવાદ! ઈટાલિયાના આરોપ સામે સંજય કોરડીયાની તીખી ટીકા
જૂનાગઢમાં જુત્તાનો વિવાદ! ઈટાલિયાના આરોપ સામે સંજય કોરડીયાની તીખી ટીકા
ફોરેસ્ટ વિભાગનાં અધિકારીઓ "વિચિત્ર પ્રાણી"- મનસુખ વસાવા
ફોરેસ્ટ વિભાગનાં અધિકારીઓ
કડવા પાટીદાર સમાજે પણ પણ એક મજબૂત બંધારણ બનાવવાની જરૂર- રૂપાલા
કડવા પાટીદાર સમાજે પણ પણ એક મજબૂત બંધારણ બનાવવાની જરૂર- રૂપાલા
MLA કેતન ઈનામદારનો વધુ એક ધડાકો, સંકલન બેઠકનો કર્યો બહિષ્કાર
MLA કેતન ઈનામદારનો વધુ એક ધડાકો, સંકલન બેઠકનો કર્યો બહિષ્કાર
સારંગપુરની જર્જરિત પાણીની ટાંકી પર આ રીતે ચડાવાયું JCB, જુઓ વીડિયો
સારંગપુરની જર્જરિત પાણીની ટાંકી પર આ રીતે ચડાવાયું JCB, જુઓ વીડિયો
દિશાએ લગ્ને પછી પોતાની હિમ્મત અને સાહસથી સપનું સાકાર કર્યું
દિશાએ લગ્ને પછી પોતાની હિમ્મત અને સાહસથી સપનું સાકાર કર્યું
ધુમ્મસને કારણે પંજાબમાં ગુજરાતીઓની કારને નડ્યો અકસ્માત
ધુમ્મસને કારણે પંજાબમાં ગુજરાતીઓની કારને નડ્યો અકસ્માત
નોર્થ ઈસ્ટની હસ્તકલાથી સજ્જ પ્રજાસત્તાક દિવસની આમંત્રણ પત્રિકા
નોર્થ ઈસ્ટની હસ્તકલાથી સજ્જ પ્રજાસત્તાક દિવસની આમંત્રણ પત્રિકા
આટકોટ દુષ્કર્મ કેસમાં આરોપીને ફાંસીની સજા, 39 દિવસમાં મળ્યો ન્યાય
આટકોટ દુષ્કર્મ કેસમાં આરોપીને ફાંસીની સજા, 39 દિવસમાં મળ્યો ન્યાય
કોણ છે પ્રાચી પોદ્દાર,જેણે સિમેન્ટ વેસ્ટમાંથી નવો વ્યવસાય શરૂ કર્યો ?
કોણ છે પ્રાચી પોદ્દાર,જેણે સિમેન્ટ વેસ્ટમાંથી નવો વ્યવસાય શરૂ કર્યો ?
g clip-path="url(#clip0_868_265)">