AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

નેપાળ

નેપાળ

નેપાળ દક્ષિણ એશિયામાં સ્થિત દેશ છે. તે મુખ્યત્વે હિમાલયની તળેટીમાં આવેલું છે. નેપાળમાં ભારત-ગંગાના મેદાનોનો પણ સમાવેશ થાય છે. તે દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમમાં ભારત અને ઉત્તરમાં તિબેટની સરહદ ધરાવે છે.

નેપાળ ભૌગોલિક રીતે વૈવિધ્યસભર દેશ છે. તેમાં જંગલ ધરાવતી ટેકરીઓ અને ફળદ્રુપ મેદાનો છે. વિશ્વની સૌથી ઊંચી પર્વતમાળાઓમાંની એક માઉન્ટ એવરેસ્ટ, નેપાળ સ્થિત છે.

નેપાળ એક બહુભાષી, બહુ-સાંસ્કૃતિક, બહુ-ધાર્મિક અને બહુ-વંશીય દેશ છે. નેપાળી અહીંની સત્તાવાર ભાષા છે અને કાઠમંડુ નેપાળની રાજધાની તેમજ તેનું સૌથી મોટું શહેર છે.

ભારતીય ઉપખંડના વૈદિક ગ્રંથોમાં નેપાળનો ઉલ્લેખ છે. પ્રાચીન નેપાળમાં અહીં હિન્દુ ધર્મની સ્થાપના થઈ હતી. બૌદ્ધ ધર્મના સ્થાપક ગૌતમ બુદ્ધનો જન્મ દક્ષિણ નેપાળના લુમ્બિનીમાં થયો હતો અને અહીંથી બૌદ્ધ ધર્મ વિશ્વના ઘણા દેશોમાં ફેલાયો હતો.

ઉત્તર નેપાળના કેટલાક ભાગો તિબેટની સંસ્કૃતિ સાથે સંકળાયેલા છે. ગોરખા સામ્રાજ્ય દરમિયાન 18મી સદી સુધી નેપાળ એકીકૃત થયું હતું અને શાહ રાજવંશે નેપાળની રચના કરી હતી. અગ્રણી રાણા રાજવંશ બ્રિટિશ સામ્રાજ્ય સાથે જોડાયો હતો પરંતુ ક્યારેય વસાહત બન્યો નહીં.

1951થી નેપાળમાં સંસદીય લોકશાહી છે, પરંતુ 1960 અને 2005 માં નેપાળી રાજાઓ દ્વારા લોકશાહીને બે વાર સ્થગિત કરવામાં આવી હતી. 1990 અને 2000 ના દાયકાના નેપાળી ગૃહયુદ્ધ પછી, 2008 માં નેપાળમાં એક ધર્મનિરપેક્ષ પ્રજાસત્તાકની સ્થાપના કરવામાં આવી, જેનાથી છેલ્લી હિન્દુ રાજાશાહીનો અંત આવ્યો.

નેપાળ હવે એક ધર્મનિરપેક્ષ દેશ છે. 2011 ની વસ્તી ગણતરી મુજબ, નેપાળની કુલ વસ્તીના 81.3 ટકા હિન્દુ, 9 ટકા બૌદ્ધ, 4 ટકા ઇસ્લામ, 3.1 ટકા કિરંત અને 1.4 ટકા ખ્રિસ્તી છે. અહીં 44.6 ટકા નેપાળી, 11.7 ટકા મૈથિલી, 6.0 ટકા ભોજપુરી, 5.8 ટકા થારુ, 5.1 ટકા તમાંગ અને 3 ટકા બજ્જિકા ભાષા બોલે છે. નેપાળી ભાષાની લિપિ દેવનાગરી છે અને તે અહીંની સત્તાવાર ભાષા છે.

Read More

Cow: ભારતનું નહીં પણ આ દેશનું રાષ્ટ્રીય પ્રાણી છે ગાય, અહીં ગૌ હત્યા કરવું એ પાપ છે

National Animal Cow: ઘણા લોકો માને છે કે ગાય ભારતનું રાષ્ટ્રીય પ્રાણી છે, પરંતુ આ સાચું નથી. ભારતમાં વાઘને આ દરજ્જો મળે છે. ચાલો આ વિશેની બધી હકીકતો જાણીએ.

નેપાળ, શ્રીલંકા અને કતાર સહિત આ 31 દેશ પાકિસ્તાનીઓને આપે છે મફત વિઝા, જાણો શું છે કારણ

હેનલી પાસપોર્ટ ઇન્ડેક્સ 2025 માં પાકિસ્તાનનો પાસપોર્ટ 103 મા ક્રમે છે, પરંતુ પાકિસ્તાની નાગરિકો હજુ પણ 31 દેશોમાં વિઝા-મુક્ત અથવા વિઝા-ઓન-અરાઇવલ ઍક્સેસ મેળવી શકે છે. એશિયા, આફ્રિકા અને કેરેબિયનના ઘણા દેશો પાકિસ્તાની પ્રવાસીઓ માટે ખુલ્લા છે.

T20 World Cup 2026 : નેપાળ અને ઓમાને T20 વર્લ્ડ કપ માટે કર્યું ક્વોલિફાય, બીજી વાર ટુર્નામેન્ટમાં લેશે ભાગ

નેપાળ અને ઓમાન 2026ના T20 વર્લ્ડ કપ માટે ક્વોલિફાય થઈ ગયા છે. આ ટુર્નામેન્ટ 6 ફેબ્રુઆરીથી 7 માર્ચ દરમિયાન ભારત અને શ્રીલંકામાં રમાશે. ઓમાન અને નેપાળ બંને બીજી વખત આ ટુર્નામેન્ટમાં રમશે.

નેપાળ બાદ આ દેશમાં Gen-Z એ કર્યો તખ્તા પલટ, રાષ્ટ્રપતિ દેશ છોડીને ભાગ્યા

મેડાગાસ્કરમાં પાણીની તંગી અંગે વ્યાપક Gen-Z વિરોધ પ્રદર્શનો બાદ, રાષ્ટ્રપતિ એન્ડ્રી રાજોએલિના દેશ છોડીને ભાગી ગયા છે. વિપક્ષ, સૈન્ય અને વિદેશી રાજદ્વારીઓએ તેમના ભાગી જવાની પુષ્ટિ કરી છે. નેપાળ પછી, આ બીજી વખત છે જ્યારે Gen-Z જૂથોએ બળવાનો પ્રયાસ કર્યો છે.

ભારતથી કયા-કયા દેશમાં ટ્રેન જાય છે, શું આ માટે વિઝા જરુરી છે?

ભારતીય રેલવે છેલ્લા કેટલાક સમયથી સતત તેના નેટવર્કનો વિસ્તાર કરી રહી છે. દરમિયાન, કેન્દ્ર સરકારે ભૂટાન સાથે ટ્રેન જોડાણ માટે બે મહત્વપૂર્ણ રેલ પ્રોજેક્ટ્સને મંજૂરી આપી છે. ત્યારે ચાલો જાણીએ ભારતમાંથી કયા અન્ય દેશોની ટ્રેનો દોડે છે અને આ માટે વિઝા જરૂરી છે કે નહીં.

Nepal Kumari Devi : નેપાળને મળી નવી કુમારી દેવી ! જાણો કેવી રીતે પસંદ કરવામાં આવી છે દેવી

ભારતના પડોશી દેશ નેપાળમાં મંગળવારે એક નવી કુમારી દેવી (જીવંત દેવી) ની પસંદગી કરવામાં આવી હતી. ફક્ત 2 વર્ષ અને 8 મહિનાની નવી કુમારી દેવી આર્યતારા શાક્ય છે અને મંગળવારે ઔપચારિક રીતે તેમનું રાજ્યાભિષેક કરવામાં આવ્યું હતું.

ભારતીય રૂપિયામાં ક્રોસ-બોર્ડર ટ્રેડના નિર્ણયથી ગુજરાતના વેપારીઓને થશે લાભ, જાણો નેપાળ, ભૂટાન અને શ્રીલંકામાં કઇ વસ્તુની થાય છે નિકાસ

ભારતીય રિઝર્વ બેંક (RBI) એ એક ઐતિહાસિક નિર્ણય લીધો છે કે હવે ભારતીય રૂપિયા (INR)ને ક્રોસ-બોર્ડર ટ્રેડ માટે વાપરી શકાય છે. શરૂઆતમાં આ વ્યવસ્થા ત્રણ દેશો — નેપાળ, ભૂટાન અને શ્રીલંકા સાથે અમલમાં લાવવામાં આવી છે. આ નિર્ણયથી ખાસ કરીને ગુજરાતના વેપાર ઉદ્યોગોને સીધો લાભ થશે, કારણ કે ગુજરાતથી આ દેશોમાં ઘણું નિકાસ થતું હોય છે.

બિગ બોસની ઓફર ઠૂકરાવી, નરેન્દ્ર મોદીનો બોડીગાર્ડ રહી ચૂકેલા લકી બિષ્ટના પરિવાર વિશે જાણો

નેપાળમાં તખ્તાપલટની સ્થિતિ વચ્ચે ભૂતપૂર્વ ભારતીય RAW એજન્ટ લકી બિષ્ટનો એક જૂનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે નેપાળ માટે આગાહીઓ કરતો જોવા મળે છે. તો આજે આપણે લકી બિષ્ટના પરિવાર અને પર્સનલ લાઈફ વિશે રસપ્રદ વાતો જાણીશું.

પતિએ નેપાળનું પહેલું વિમાન હાઇજેક કર્યું હતુ, નેપાળની પહેલી મહિલા વડાપ્રધાનનો આવો છે પરિવાર

સુશીલા કાર્કીનો જન્મ નેપાળી ખેડૂત પરિવારમાં થયો હતો. તેમણે પોતાનું શિક્ષણ નેપાળમાં મેળવ્યું હતું. પરંતુ ઉચ્ચ શિક્ષણ માટે તેઓ ભારત આવ્યા હતા.ચાલો જાણીએ સુશીલા કાર્કીના પરિવાર વિશે.

શ્રીલંકા, બાંગ્લાદેશ અને પછી નેપાળમાં અચાનક સત્તા પરિવર્તન, કોના હાથની કઠપૂતળી બની ગયા એશિયન દેશો?

શ્રીલંકા, બાંગ્લાદેશ અને નેપાળમાં સત્તા પરિવર્તનમાં ઘણી સમાનતાઓ જોવા મળી છે. શું યુવાનોના આ અચાનક આંદોલન અને સત્તા પરિવર્તન પાછળ કોઈ એવી શક્તિ છે, જેના ઈશારે આ બધું થઈ રહ્યું છે?

Breaking News : સુશીલા કાર્કી નેપાળના વચગાળાના વડા પ્રધાન બન્યા, રાષ્ટ્રપતિએ લેવડાવ્યા શપથ, ભારત સાથે ખાસ સંબંધ છે

નેપાળની વચગાળાની સરકારની કમાન સુશીલા કાર્કીને સોંપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સુશીલા કાર્કી શુક્રવારે રાત્રે નેપાળના વચગાળાના વડા પ્રધાન તરીકે શપથ લીધા હોવાના અહેવાલ વિવિધ મીડિયામાં પ્રકાશિત થયા હતા.

Video : નેપાળના બળવાના આટલા દિવસ પહેલા જ ભારતના પૂર્વ જાસુસ લકી બિષ્ટે કરી હતી નેપાળના તખ્તપાલટની વાત

RAW એજન્ટ હોવાનો દાવો કરનાર લકી બિષ્ટનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તેણે આજે નેપાળમાં શું બન્યું તેના સંકેતો આપી દીધા હતા. ચાલો જાણીએ કે આ ભારતીય એજન્ટ કોણ છે અને તેણે શું આગાહી કરી હતી.

ભારત પાસેથી શું શું ખરીદે છે નેપાળ? જાણો પડોશી દેશ ભારત પર કેટલું નિર્ભર છે

ભારત અને નેપાળ એકબીજાના નજીકના પડોશી છે. નેપાળ મુખ્યત્વે તેના જાહેર જીવન માટે ભારત પર નિર્ભર છે. આવી સ્થિતિમાં, એ જાણવું મહત્વપૂર્ણ છે કે ભારત અને નેપાળ વચ્ચે કેટલી અને કઈ વસ્તુઓનો વેપાર થાય છે.

Breaking News : નેપાળને મળ્યા પહેલા મહિલા વડાપ્રધાન, સર્વ સંમતિથી સુશીલા કાર્કીના નામ પર લાગી મહોર

સુશીલા કાર્કી નેપાળના પ્રથમ મહિલા પ્રધાનમંત્રી બનવા જઈ રહ્યા છે, રાષ્ટ્રપતિ રામચંદ્ર પૌડેલ તેમને શપથ લેવડાવશે. કુલમન ઘીસિંગનું નામ પણ વચગાળાના પ્રધાનમંત્રી પદની રેસમાં હતું. કાર્કી નેપાળના પ્રથમ મહિલા મુખ્ય ન્યાયાધીશ રહી ચૂક્યા છે. તેમણે ભ્રષ્ટાચાર સામે ઘણા નિર્ણયો લીધા અને યુવાનોમાં લોકપ્રિય બન્યા. તેઓ ભારત સાથે સારા સંબંધોના પક્ષમાં છે અને તેમણે વડા પ્રધાન મોદીની પ્રશંસા કરી છે.

નેપાળમાં અરાજકતા ફાયદો ઉઠાવીને 13 હજાર કેદી ફરાર, કાઠમંડુની સૌથી મોટી જેલ કેવી છે?

નેપાળમાં રાજકીય ઉથલપાથલમાંથી હાલમાં પસાર થઈ રહ્યું છે. સોશિયલ મીડિયા પ્રતિબંધ અને વધતા ભ્રષ્ટાચાર સામે શરૂ થયેલા આંદોલને હવે હિંસક વળાંક લીધો છે. તેનો લાભ લઈને 13 હજાર કેદીઓ ફરાર થયા છે. તે જેલ કેટલી મોટી છે, તમે જાણો છો?

g clip-path="url(#clip0_868_265)">