AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : T20 World Cup 2026 માં મુંબઈની પિચ પર ફરી જોવા મળ્યો છેલ્લા બોલનો રોમાંચ, નેપાળ સામે ઇંગ્લેન્ડ હાંફી ગયું..

ICC T20 વર્લ્ડ કપ 2026 ની પાંચમી રોમાંચક મેચમાં મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે ઇંગ્લેન્ડે નેપાળને માત્ર 4 રનથી હરાવ્યું. નેપાળે 184 રનના લક્ષ્યનો પીછો કરતા અંતિમ બોલ સુધી સંઘર્ષ કર્યો અને ઐતિહાસિક જીતથી વંચિત રહી ગયું.

Breaking News : T20 World Cup 2026 માં મુંબઈની પિચ પર ફરી જોવા મળ્યો છેલ્લા બોલનો રોમાંચ, નેપાળ સામે ઇંગ્લેન્ડ હાંફી ગયું..
| Updated on: Feb 08, 2026 | 9:40 PM
Share

ICC Men’s T20 World Cup 2026 ની પાંચમી મેચમાં ઇંગ્લેન્ડ નેપાળ સામે માંડ માંડ બચી ગયું. મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે રમાયેલી આ રોમાંચક મેચમાં નેપાળે અંતિમ બોલ સુધી સંઘર્ષ કરી ઇંગ્લેન્ડને કડક પડકાર આપ્યો. નેપાળ ઐતિહાસિક જીતથી માત્ર ચાર રન દૂર રહી ગયું, જ્યારે ઇંગ્લેન્ડે મુશ્કેલ પરિસ્થિતિમાંથી બહાર આવી બે મહત્વપૂર્ણ પોઈન્ટ મેળવી લીધા.

દિપેન્દ્ર સિંહ એરી અને નંદન યાદવે બે-બે વિકેટ લીધી

ટોસ જીતીને ઇંગ્લેન્ડે પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો અને 20 ઓવરમાં 7 વિકેટે 184 રન બનાવ્યા. જેકબ બેથેલે 35 બોલમાં 55 રનની શાનદાર ઈનિંગ રમી, જ્યારે કેપ્ટન હેરી બ્રુકે 32 બોલમાં 53 રન બનાવીને ટીમને મજબૂત સ્થિતિમાં પહોંચાડી. વિલ જેક્સે અંતમાં અણનમ 39 રન બનાવીને સ્કોરને વધુ મજબૂત બનાવ્યો. નેપાળ તરફથી દિપેન્દ્ર સિંહ એરી અને નંદન યાદવે બે-બે વિકેટ લીધી, જ્યારે શેર મલ્લા અને સંદીપ લામિછાને એક-એક વિકેટ ઝડપી.

184 રનના લક્ષ્યનો પીછો કરતા નેપાળે આત્મવિશ્વાસભરી શરૂઆત કરી. કુશલ ભુર્તેલે 29 રન બનાવ્યા, જ્યારે દિપેન્દ્ર સિંહ એરીએ 44 રનની આક્રમક ઈનિંગ રમીને ઇંગ્લેન્ડ પર દબાણ ઊભું કર્યું. કેપ્ટન રોહિત પૌડેલે 39 રન બનાવી ટીમને જીતની નજીક લાવી. અંતમાં લોકેશ બામે માત્ર 20 બોલમાં અણનમ 39 રન ફટકારીને મેચને રોમાંચક બનાવી દીધી, પરંતુ ટીમને જીત અપાવી શક્યો નહીં.

નેપાળની ટીમે 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 180 રન બનાવ્યા અને 4 રનથી મેચ હારી ગઈ. પરિણામ ભલે હારનું આવ્યું હોય, પરંતુ નેપાળની બેટિંગ અને બોલિંગ બંનેએ ક્રિકેટ જગતનું ધ્યાન ખેંચ્યું.

અંતિમ ઓવરમાં માત્ર 10 રન બાકી રાખ્યા

મેચની છેલ્લી ત્રણ ઓવરોએ રોમાંચની પરાકાષ્ઠા સ્પર્શી. નેપાળને 18 ઓવર પછી જીત માટે 48 રનની જરૂર હતી. 18મી ઓવરમાં 22 અને 19મી ઓવરમાં 14 રન બનાવીને નેપાળે ઇંગ્લેન્ડને દબાણમાં મૂકી દીધું અને અંતિમ ઓવરમાં માત્ર 10 રન બાકી રાખ્યા. જોકે, સેમ કુરને અંતિમ ઓવરમાં શાનદાર બોલિંગ કરી ફક્ત 5 રન આપ્યા અને ઇંગ્લેન્ડને મુશ્કેલ જીત અપાવી.

 ICCની મોટી જાહેરાત, વલસાડના હેનીલ પટેલ સહિત 14 વર્ષીય ખેલાડી વૈભવ સૂર્યવંશી આ ટીમમાં સામેલ

અમદાવાદ લાલ દરવાજા વિસ્તારમાં વાગી 'ઈમરજન્સી સાયરન'
અમદાવાદ લાલ દરવાજા વિસ્તારમાં વાગી 'ઈમરજન્સી સાયરન'
આજનો દિવસ ફાયદાકારક સાબિત થશે, ઘરેલું મોરચે સમસ્યાઓ ઊભી થઇ શકે છે
આજનો દિવસ ફાયદાકારક સાબિત થશે, ઘરેલું મોરચે સમસ્યાઓ ઊભી થઇ શકે છે
આણંદ જિલ્લાના ઉમરેઠના ધારાસભ્ય ગોવિંદ પરમારનું અવસાન
આણંદ જિલ્લાના ઉમરેઠના ધારાસભ્ય ગોવિંદ પરમારનું અવસાન
અજીત કોન્ટ્રાક્ટરે બાવળિયા સામે સમાજમાં ભાગલા પાડવાનો કર્યો આક્ષેપ
અજીત કોન્ટ્રાક્ટરે બાવળિયા સામે સમાજમાં ભાગલા પાડવાનો કર્યો આક્ષેપ
ઈરાનના ડૂબતા નૌસૈનિકો માટે દેવદૂત બની આ દેશની નૌસેના- Video
ઈરાનના ડૂબતા નૌસૈનિકો માટે દેવદૂત બની આ દેશની નૌસેના- Video
મેચ પહેલા અરિજીત સિંહ, ફાલ્ગુની પાઠક, રિકી માર્ટિન ગજવશે મોદી સ્ટેડિયમ
મેચ પહેલા અરિજીત સિંહ, ફાલ્ગુની પાઠક, રિકી માર્ટિન ગજવશે મોદી સ્ટેડિયમ
બરોડા ડેરીની ચૂંટણી અંગે ધારાસભ્ય કેતન ઈનામદારનો દાવો- Video
બરોડા ડેરીની ચૂંટણી અંગે ધારાસભ્ય કેતન ઈનામદારનો દાવો- Video
કાલુપુર સ્વામિનારાયણ સંપ્રદાયના આચાર્યનું વિવાદાસ્પદ નિવેદન, જુઓ video
કાલુપુર સ્વામિનારાયણ સંપ્રદાયના આચાર્યનું વિવાદાસ્પદ નિવેદન, જુઓ video
અમદાવાદમાં 7 અને 8 માર્ચે હોટલોનું ભાડું રૂ.75 હજાર
અમદાવાદમાં 7 અને 8 માર્ચે હોટલોનું ભાડું રૂ.75 હજાર
સુરતમાં મોટી માત્રામાં શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો
સુરતમાં મોટી માત્રામાં શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો
g clip-path="url(#clip0_868_265)">